Flipkart Goat Sale આ તારીખથી થશે શરૂ, મળશે 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

Flipkart Great Of All Time (G.O.A.T) સેલ ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. ફાઈનલી કંપનીએ આ સેલની તારીખો જાહેર કરી દીધી છે. Flipkart Goat Sale 20 જુલાઈના રોજ શરૂ થશે અને 25 જુલાઈ સુધી ચાલશે. એટલે કે યુઝર્સ 6 દિવસ સુધી આ સેલનો લાભ લઈ શક્શે.

ફ્લિપકાર્ટના આ સેલમાં ગ્રાહકો સ્માર્ટફોનની સાથે સાથે અન્ય પ્રોડક્ટ્સ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. જો કે આ સેલ માટે ફ્લિપકાર્ટ દ્વારા કઈ બેન્ક સાથે ટાયઅપ કરવામાં આવ્યું છે, તે હજી સુધી જાણવા નથી મળ્યું.

Flipkart Goat Sale આ તારીખથી થશે શરૂ, મળશે 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

Flipkart Goat Sale દરમિયાન મળનારી ઓફર્સ

Flipkart Goat Sale દરમિયાન ફેમસ સ્માર્ટફોન્સ જેમ કે iPhone, Nothing Phone 2aની સાથે સાથે Samsung Galaxy S23 પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે Nothing Phone 2a બેન્ક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ બાદ માત્ર 19,999 રૂપિયામાં ખરીદી શકાશે.

હાલ અન્ય ફોન્સ પર કઈ ઓફર મળશે, કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેની માહિતી કંપની દ્વારા જાહેર કરવામાં નથી આવી. પરંતુ જેમ જેમ સેલની ડેટ નજીક આવશે, તેમ તેમ કંપની હજી બીજી ઓફર્સ રીવીલ કરશે.

Flipkart Goat Saleમાં મળશે 80 ટકા ડિસ્કાઉન્ટ

આ સેલ દરમિયાન માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ એસી, ટીવી જેવા હોમ અપ્લાયન્સિસ પર પણ 80 ટકા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ મળવાનું છે. સાથે જ આ સેલમાં સેમસંગની સાથે સાથે અન્ય જાણીતી બ્રાન્ડના સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, આર. ઓ. પ્રિન્ટર, મિક્સર પર પણ જબરજસ્ત ઓફર્સ મળવાની છે.

સ્માર્ટફોન અને હોમ અપ્લાયન્સિસ ઉપરાંત લેપટોપ, બ્લૂટૂથ સ્પીકર્સ, ઈયરબડ્ઝ અને ટેબ્લેટ જેવી પ્રોડક્ટ્સ પર પણ 80 ટકા સુધીની છૂટ મળશે.

ફ્લિપરકાર્ટે અત્યારે આપેલી માહિતી પ્રમાણે આ સેલ દરમિયાન Motorola Edge 50 Pro 5G માત્ર 29,999 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમત 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની છે. તો મોટોરોલાના અન્ય ફોન Moto Edge 50 Fusion 20,999 રૂપિયામાં, Moto G64 5G માત્ર 12,999 રૂપિયામાં, Moto G04s માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકાશે.

Google Pixelના આ ફોન્સ પર મળશે ડિસ્કાઉન્ટ

આ સેલ દરમિયાન Google Pixel 8 ઓફર્સ બાદ 47,999 રૂપિયામાં મળશે. હાલ આ ફોન 61,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે સેલ દરમિયાન 14 હજાર રૂપિયાનો ફાયદો થશે.

Best Mobiles in India

English summary
Flipkart goat sale discount on Motorola apple vivo phones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X