Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Saving Days 23 જુલાઈથી થશે શરૂ, આ વસ્તુઓ પર મળશે ડિસ્કાઉન્ટ
એમેઝોનના પ્રાઈમ ડે સેલની સાથે હવે Flipkart Big Saving Daysની તારીખ પણ સામે આવી ચૂકી છે. બંને સેલ એક જ દિવસે શરૂ થઈ રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે Flipkart Big Saving Daysની સમયમર્યાદા વધારે છે. Flipkart Big Saving Days 23 જુલાઈથી શરૂ થઈને 27 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન યુઝર્સ સ્માર્ટફોન, ગેજેટ્સ, સ્માર્ટ ટીવી, હોમ અપ્લાયન્સિસ સહિતની ઢગલાબંધ વસ્તુઓ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. સેલ પ્રિવ્યુ મુજબ ગ્રાહકોને મોટોરોલા, ઓપ્પો, એપલ સહિતની કંપનીઓના સ્માર્ટફોન પર આકર્ષક ઓફર મળવાની છે.

Flipkart Big Saving Day સેલ
પ્રિવ્યુ પરથી મળેલી માહિતી મુજબ Flipkart Big Saving Daysમાં ગ્રાહકોને હેડફોન્સ, સ્પીકર્સ સહિતની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. તો ટેબ્લેટ, કી બોર્ડ, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તમને જાણીને ખુશી થશે કે સ્માર્ટ ટીવી અને હોમ અપ્લાયન્સિસની વસ્તુઓ પર પણ Flipkart Big Saving Day સેલમાં 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવાની છે.
જો કે આ તો હજી શરૂઆત છે. ફ્લીપકાર્ડ 12 વાગે, 8 વાગે અને 4 વાગે ક્રેઝી ડીલ્સ નામથી લિમિટેડ ટાઈમ ઓફર પણ આપશે. આખા દિવસના સેલ ઉપરાંત આ ઓફરમાં અલગથી વધુ ડિસ્કાઉટ મળી શક્શે. તો રોજ બપોરે બે વાગે અર્લી બર્ડ સ્પેશિયલ રાખવામાં આવશે. આ અર્લી બર્ડ 19 જુલાઈથી શરૂ થશે. ફ્લીપકાર્ટની આ ઓફર્સમાં તમને જુદી જુદી પ્રોડક્ટ સૌથી ઓછી કિંમતે મળી શક્શે. આ બધી જ ડીલ્સ 12 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે યોજાશે.
હજી ફ્લીપકાર્ટે પોતાના બેન્ક પાર્ટનર્સને લગતી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર્સ અને EMI ઓફર્સની જાહેરાત નથી કરી. આગામી દિવસોમાં તેના ડિસ્કાઉન્ટ પણ જાહેર થઈ શકે છે.
ફ્લીપકાર્ટના આ સેલની સાથે જ એમેઝોનનું પ્રાઈમ ડે સેલ પણ શરૂ થવાનું છે, જો કે એમેઝોનનું પ્રાઈમ ડે સેલ 23 તારીખે શરૂ થઈને 24 તારીખે પુરુ થઈ જશે. ફ્લીપકાર્ટની જેમ જ એમેઝોન પણ કૂપન્સની સાથે મોબાઈલ ફોન્સ, ટીવી સહિત જુદા જુદા ગેજેટ્સ જેવી વસ્તુઓ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે.
એમેઝોન અને ફ્લીપકાર્ટના આ સેલ દરમિયાન Tecno Spark 9, iQOO Neo 6 Maverick Orange, Oppo Reno 8 Series, Redmi K50I અને બીજા ઘણા ફોન ગ્રાહકો સૌપ્રથમ વખત ખરીદી શક્શે. Redmi K50i ભારતમાં 20 તારીખે લોન્ચ થવાનો છે. એટલે કે માત્ર આ સેલ દરમિયાન જ ગ્રાહકો આ ફોન્સ ખરીદી શક્શે.
તો જો તમે પણ સ્માર્ટ ટીવી, સ્માર્ટ ફોન, ગેજેટ્સ કે પછી કોઈ હોમ અપ્લાયન્સિસ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બસ થોડાક જ દિવસ રાહ જોઈ લો. એમેઝોન અને ફ્લીપકાર્ટની આ ગળાકાપ હરિફાઈમાં તમારું બજેટ સચવાઈ શકે છે. તમને ગમતી વસ્તુઓ તમે તમારા બજેટમાં કે પછી મોટી બચત સાથે ઘરે લાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications