Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Saving Day Sale ટૂંક સમયમાં થશે શરૂ, મળસે 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
જો તમે નવો સ્માર્ટ ફોન કે પછી ટીવી ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો થોડા દિવસ રાહ જોવી તમારા માટે ફાયદાકારક બની શકે છે. એમેઝોન બાદ ફ્લીપકાર્ટે પણ પોતાના નવા સેલની જાહેરાત કરી દીધી છે. ફ્લીપકાર્ટે પોતાના બિગ સેવિંગ ડેઝ સેલની જાહેરાત કરી છે. આ સેલમાં તમને જુદી જુદી પ્રોડક્ટ્સ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લીપકાર્ટે આ સેલનું ટીઝર પોતાના સત્તાવાર પેજ પર લાઈવ કર્યું છે. જો કે, તેમાં તમને થોડીક જ ઓફર્સની માહિતી મળશે.

જો કે, કંપનીએ પોતાના સેલ અંગે જાહેરાત કરી છે, પરંતુ Flipkart Big Saving Day Saleની તારીખ જાહેર નથી કરી. આ સેલમાં તમને ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત બેન્ક ઓફર, એક્સચેન્જ ઓફર સહિત બીજી ઘણી ડીલ્સ મળશે. જો કે, ફ્લીપકાર્ટે હજી સુધી સેલમાં કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેનો ખુલાસો નથી કર્યો.
આ બેન્કના કાર્ડ્ઝ પર મળશે ડિસ્કાઉન્ટ
Flipkart Big Saving Day Sale દરમિયાન બેન્ક ઓફર અંતર્ગત 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ ICICI અને KOTAK બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર મળશે. આ ડિસ્કાઉન્ટનો લાભ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને EMI ટ્રાંઝેક્શન પર મળશે. ચાલો જાણીએ Flipkart Big Saving Day Sale વિશેની ખાસ વાતો.
જાણો કઈ પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે.
Flipkart Big Saving Day Sale દરમિયાન સ્માર્ટ ફોન પર કઈ કઈ ઓફર હશે, તે જાહેર નથી કર્યું. જો કે ટીઝરમાં Oppo, Vivo, Apple અને બીજી બ્રાંડ્ઝના ફોન દર્શાવવામાં આવ્યા છે. આ તમામ બ્રાંડ્ઝના ફોન તમે Flipkart Big Saving Day Sale દરમિયાન ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શક્શો.
તો ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની વાત કરીએ તો તેમાં પણ ફ્લીપકાર્ટ પર સેલ દરમિયાન 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. હેડફોન અને સ્પીકર્સ તમે 70 ટકા જેટલી ડિસ્કાઉન્ટેડ કિંમતે ખરીદી શક્શો.
માત્ર 49 રૂપિયામાં મળશે મોબાઈલ એક્સેસરીઝ
તો ટોપ મોબાઈલ એક્સેસરીઝ તમને 49 રૂપિયાની કિંમતથી મળી જશે. જ્યારે ટેબ્લેટ પર 45 ટકા ડિસ્કાઉન્ટ મળસે. પ્રિન્ટર, મોનિટર જેવી બીજી આઈટમ્સ પર 70 ટકા સુધીના વળતરનો લાભ ગ્રાહકો લઈ શક્શે.
ઓવન અને એસી પણ મળશે સસ્તા
Flipkart Big Saving Day Sale દરમિયાન ટીવી અને બીજા અપ્લાયન્સીસ પર 75 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે. તો 55 ટકા ડિસ્કાઉન્ટ પર ગ્રાહકો એસીની ખરીદી કરી શક્શે. તો માઈક્રોવેવ ઓવન પર 45 ટકા અને ફ્રીજ પર 60 ટકાની છૂટ મળશે.
આ પ્રોડક્ટ્સ પર મળશે 80 ટકા ડિસ્કાઉન્ટ
જો તમે ફ્લીપકાર્ટ ઓરિજિનલ પ્રોડક્ટ્સ ખરીદશો તો તેના પર 80 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ફેશન પ્રોડક્ટ્સ પર 50થી 80 ટકાના ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકો લઈ શક્શે. જ્યારે હોમ અને કિચન અપ્લાયન્સીસની વસ્તુઓની કિંમત 49 રૂપિયાથી શરૂ થશે, અને ફર્નિચર પણ 80 ટકા ડિસ્કાઉન્ટ પર મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications