Flipkart Big Diwali Saleમાં iPhone 13, Google Pixel 6Aના ભાવમાં અધધધ ઘટાડો

By Gizbot Bureau
|

Flipkart Big Diwali સેલની શરૂઆત થઈ ચૂકી છે, અને આ સેલ 23 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન ગ્રાહકોને જુદી જુદી પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ખાસ કરીને સ્માર્ટફોન્સ, લેપટોપ, ઈયરબડ્ઝ, સ્માર્ટ વૉચ અને કિચન અપ્લાયન્સિસ ખૂબ જ સસ્તા મળી રહ્યા છે. આ સેલ દરમિયાન iPhone 13 50 હજાર કરતા પણ ઓછી કિંમતમાં મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ દરમિયાન iPhone 13 59,999 રૂપિયામાં મળી રહ્યો છે. જો તમે આ સેલ દરમિયાન એક્સચેન્જ ઓફરનો પણ લાભ લો તો તમને 16,900 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે. જેને કારણે સ્માર્ટ ફોનની કિંમત 43,090 રૂપિયા જેટલી થઈ જાય છે.

Flipkart Big Diwali Saleમાં iPhone 13, Google Pixel 6Aના ભાવમાં અધધધ ઘ

Flipkart આ બિગ દિવાળી સેલ દરમિયાન Google Pixel 6a પર પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ફ્લિપકાર્ટના બિગ દિવાળી સેલ દરમિયાન ગૂગલનો આ સ્માર્ટ ફોન 17,999 રૂપિયામાં ખીદી શકો છો. ઈ કોમર્સ જાયન્ટ આ સ્માર્ટ ફોન પર 16,900 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉટ પણ આપી રહી છે.

ફ્લિપકાર્ટ દિવાળી નિમિત્તે યોજાઈ રહેલા આ સેલ દરમિયાન રિયલમી, પોકો, સેમસંગ, વીવો, ઓપ્પો, એપલ, શાઓમી, મોટોરોલા, ગૂગલ, ઈન્ફિનિક્સ, માઈક્રોમેક્સ અને લાવાના સ્માર્ટફોન પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. બિગ દિવાલી સેલ દરમિયાન ઈ ટેઈલર કંપની બેન્ક ઓફર તરીકે 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પમ આપશે. જો ગ્રાહકો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ દ્વારા ખરીદી કરશે, તો આ 10 ટકાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. આ ઉપરાંત પેટીએમ વોલેટ કે યુપીઆઈથી ખરીદી કરવા પર 10 ટકા કેશબેક પણ મળશે.

Apple iPhone 13 Specifications

iPhone 13ની સ્ક્રીન સાઈઝ તેના અગાઉના આઈફોન્સ જેવી જ છે. આઈફોન 13ની સાઈઝ આઈફોન 12ની સ્ક્રીન સાઈઝ જેટલી 6.1 ઈંચની છે. જો કેમેરાની વાત કરીએ તો આઈફોન 13માં 12 મેગાપિક્સલનો વાઈડ અને અલ્ટ્રાવાઈડ લેન્સ કેમેરા મળે છે. 2021ના આ સ્માર્ટફોનમાં તેના અગાઉના આઈફોન્સ કરતા વધારે મોટા સેન્સર છે, સાથે જ તેમાં ડાયાગોનલ કેમેરા લેન્સ સેટઅપ છે.

Google Pixel 6Aના સ્પેસિફિકેશન્સ

Google Pixel 6Aમાં 6.14 ઈંચની OLED fullHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઈઝ ગૂગલ ટેન્સર ચીપસેટ પર કામ કરે છે, અને તેમાં 12 મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા સેટઅપ મૂકવામાં આવ્યો છે. જ્યારે ગૂગલના સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મૂકવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 4,410 mAhની બેટરી મળે છે. પરંતુ ગૂગલ પણ એપલની જેમ પોતાના આ સ્માર્ટફોન સાથે ચાર્જિંગ ડોક પ્રોવાઈડ નથી કરતું.

તો ફ્લિપકાર્ટના બિગ દિવાળી સેલ દરમિયાન તમે આ બે સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનના લિસ્ટમાં સમાવિષ્ટ એવા આઈફોન 13 અને ગૂગલ પિક્સલ 6એને સસ્તા ભાવે ખરીદી શકો છો. જો તમને બ્રાન્ડેડ સ્માર્ટફોન વાપરવાનો શોખ છે, તો આ સેલ તમારા માટે ઉત્તમ તક છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale Goes Live Apple iPhone 13 Google Pixel 6a on Heavy Discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X