Flipkart Big Diwali Sale: 30,000થી ઓછી કિંમતના ફોન પર છે અધધધ ડિસ્કાઉન્ટ

|

હાલ તહેવારની સિઝન ચાલી રહી છે, ત્યારે ઈ કોમર્સ પ્લેટફોર્મ આ તહેવારોનો લાભ લેવા માટે એક પછી એક સેલ ચલાવી રહ્યા છે. ફ્લિપકાર્ટ પર પણ બિગ દિવાલી સેલ ચાલી રહ્યું છે. આ સેલ દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે કોઈ બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, પરંતુ તમારું બજેટ 30,000 કરતા ઓછું છે, તો ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ દરમિયાન તમને સ્માર્ટ ફોન ખરીદવાની ઉત્તમ તક છે. આ સેલ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ અને કોટક બેન્કના કાર્ડથી ખીદી કરવા પર 10 ટકા ઈનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ જો તમે નથિંગ, સેમસંગ, ઓપ્પો વગેરે ફોન ખરીદવા ઈચ્છો છો, તો ઈ ટેઈલર જુદી જુદી ઓફર્સ પણ આપી રહ્યું છે.

Flipkart Big Diwali Sale: 30,000થી ઓછી કિંમતના ફોન પર છે અધધધ ડિસ્કાઉન

Oppo F21s Proની કિંમત અને ફીચર્સ

Oppo F21s Pro હાલ ફ્લિપકાર્ટ બિગ દિવાલી સેલ દરમિયાન 24,999 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ સ્માર્ટ ફોનમાં 15 મેગાપિક્સલનો ફ્રન્ટ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ઓપ્પોના આ સ્માર્ટ ફોનમાં 4,500 mAh બેટરી છે. જ્યારે પાછળની તરફ 64 મેગાપિક્સલ ક્વોડ કેમેરા છે, જેમાં 64 મેગાપિક્સલ, 2 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના સેન્સર મૂકવામાં આવ્યા છે.

Realme GT 2ની કિંમત અને ફીચર્સ

ફ્લિપકાર્ટ દિવાલી સેલ દરમિયાન રિયલમી જીટી 2 26,999 રૂપિયાની કિંમતે મળી રહ્યો છે. આ સ્માર્ટ ફોનમાં 6.62 ઈંચની ફુલ HD+AMOLED ડિસ્પ્લે છે, અને આ સ્માર્ટ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર પર કામ કરે છે. બેટરીની વાત કરીએ તો તેમાં 5000 mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે 65 Wનું ચાર્જર આ ફોનને માત્ર 33 મિનિટમાં 0થી 100 ટકા સુધી ચાર્જ કરી શકે છે.

Google Pixel 6Aની કિંમત અને સ્પેસિફિકેશન્સ

જો તમને ગૂગલનો આ સ્માર્ટ ફોન ખરીદવાની ઈચ્છા હોય તો ફ્લિપકાર્ટ પર બિગ દિવાલી સેલ દરમિયાન આ ફોનની કિંમત માત્ર 27,699 રૂપિયા છે. આ સ્માર્ટ ફોનમાં કંપનીની પોતાની ટેન્સર ચીપસેટ છે. ફોનની સ્ટોરેજ કેપેસિટી 128 જીબી છે, જ્યારે ફોન 8 મેગાપિક્સલ કેમેરા ફ્રન્ટ સાઈડ સેલ્ફી માટે મૂકવામાં આવ્યો છે. જ્યારે રિયરમાં ડ્યુઅલ 12 મેગાપિક્સલ કેમેરા સેન્સર મળશે.

Motorola Edge 20 Proની કિંમત અને સ્પેસિફિકેશન્સ

Motorola Edge 20 Proની ફ્લિપકાર્ટ સેલ દરમિયાન કિંમત 28,749 રૂપિયા છે. સેલ બાદ આ ફોન આટલો સસ્તો મળી રહ્યો છે. આ ફોનમાં રિયર સાઈટ 108 MP + 16 MP + 8 MP કેમેરા સેન્સર્સ મૂકવામાં આવ્યા છે. જ્યારે ફ્રન્ટ સાઈટ સેલ્ફી માટે 32 મેગાપિક્સલ કેમેરા મૂકવામાં આવ્યો છે.

Samsung Galaxy S22+ની કિંમત અને ફીચર્સ

ફ્લિપકાર્ટ સેલ દરમિયાન સસ્તા ફોનની યાદીમાં Samsung Galaxy S22+ પણ એક સારો વિકલ્પ છે. જો કે, તેની કિંમત 30 હજરા કરતા વધારે છે. બેન્ક ઓફર્સનું ડિસ્કાઉન્ટ ગણીને પણ આ ફોન સેલ દરમિયાન 57,000 રૂપિયાની કિંમતે મળી રહ્યો છે.
Word Count: 419

Best Mobiles in India

English summary
Flipkart Big Diwali Sale Check Amazing Discounts Offers on Smartphones Under 30000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X