Flipkart Big Diwali સેલની ડીલ્સનો હજી મળશે લાભ, જાણો ઓફર્સ-ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

આમ તો ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ રવિવારે જ સમાપ્ત થઈ ચૂક્યુ છે, પરંતુ જો તમે આ સેલનો લાભ ન લીધો હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. ઈ કોમર્સ જાયન્ટ કંપનીએ દિવાળી સેલ હજી લંબાવવાની જાહેરાત કરી છે. ઈ-ટેઈલર કંપનીએ પોતાનું દિવાળી સેલ 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

Flipkart Big Diwali સેલની ડીલ્સનો હજી મળશે લાભ, જાણો ઓફર્સ-ડિસ્કાઉન્ટ

આ એક્સટેન્ડેડ દિવાળી સેલ દરમિયાન એસબીઆઈ કાર્ડથી ખરીદી કરવા પર અને હપ્તેથી ખરીદી કરવા પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ વખતના સેલ માટે ફ્લિપકાર્ટે પેટીએમ વૉલેટ અને યુપીઆઈ એપ્સ સાથે પાર્ટનરશિપ કરી છે. ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ અપ્લાયન્સિસ પર 75 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

આ બધી જ ઓફર્સની વચ્ચે સૌથી આકર્ષક ઓફ રએ છે કે ફ્લિપકાર્ટે Google Pixel 7 અને Google Pixel 7 Pro માત્ર 49,999 રૂપિયામાં મળશે. આ ડીલ મંગળવારે બપોરે 12 વાગ્યાથી લાઈવ થવાની છે. જો ગ્રાહકો આ બંને સ્માર્ટફોન ખરીદવા માટે SBI ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા હપ્તેથી ખરીદી કરશો તો વધારાનું રૂપિયા 15,000નું ડિસ્કાઉન્ટ પણ મળશે.

હાલ Google Pixel 7નું 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળું વર્ઝન ભારતીય માર્કેટમાં રૂપિયા 59,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ સ્માર્ટફોન સ્નૉ, ઓબ્સિડિયન અને લેમગ્રાસ કલર્સમાં ઉપલબ્ધ છે.

તો Google Pixel 7 Proનું 12 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ ભારતીય માર્કેટમાં રૂપિયા 84,999 રૂપિયાની કિંમતે મળે છે. સ્માર્ટફોનનું આ મોડેલ હેઝલ, સ્નો અ ઓબ્સિડીયન કલર્સમાં ઉપલબ્ધ છે. આ બંને ડિવાઈસ મંગળવારથી ફ્લિપકાર્ટ સેલ દરમિયાન વેચાણ માટે મૂકાશે.

Google Pixel 7ના સ્પેસિફિકેશન્સ

ડ્યુઅલ સિમ (નેનો + e-SIM) ટેક્નોલોજી ધરાવતો Google Pixel 7 એન્ડ્રોઈડ 13 આઉટ ઓફ ધી બોક્સ સિસ્ટમ પર કામ કરે છે. જેમાં 6.32 ઈંચની ફૂલ એચડી+ (2400*1080 pixels) OLED ડિસ્પ્લે છે, જે 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ડિવાઈસમાં ઓક્ટા કોર ટેન્સર જીટુ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેને 8 જીબી રેમ સપોર્ટ કરે છે.

Google Pixel 7માં ડ્યુઅલર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 50 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 12 મેગાપિક્સલના સેકન્ડરી સેન્સરની સાથે અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. તો સેલ્ફી માટે આ લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટ ફોનમાં 10.8 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. પિક્સલ 7માં કંપનીએ નવું સિનેમેટિક બ્લર ફીચર અનાઉન્સ કર્યું છે, જે વીડિયોઝમાં બેકગ્રાઉન્ડને બ્લર કરીને સુંદર વીડિયો આપે છે.

Google Pixel 7માં 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજની સુવિધા છે. તો કનેક્ટિવિટી માટે આ ડિવાઈસમાં 5G, 5G LTE, Wi-Fi 6E, બ્લૂટુથ 5.2, GOS, NFC અને USB type C port આપવામાં આવ્યો છે.

પિક્સલ 7 ફાસ્ટ વાયર્ટ ચાર્જિંગની સાથે સાથે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે. જો યુઝર્સ ગૂગલના એક્સ્ટ્રીમ બેટરી સેવર મોડનો ઉપયોગ કરે તો આ ડિવાઈસ એક જ વખતના ચાર્જિંગમાં સતત 72 કલાક સુધીની બેટરી લાઈફ ધરાવે છે.

Google Pixel 7 Proના સ્પેસિફિકેશન્સ

ગૂગલ પિક્સલ 7 પ્રો એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, જેને ટેન્સર જીટુ ચીપસેટ સપોર્ટ કરે છે. આ ફોનમાં 12 જીબી રેમ છે. તો સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ક્વોડ એચડી LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે.

કેમેરાની વાત કરીએ તો પિક્સલ 7 પ્રોમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ મળશે. આ ફોનમાં 48 મેગાપિક્સલ ટેલિફોટો લેન્સ છે, જે 30X સુપર રિઝોલ્યુશન ઝૂમ અને 5X ઓપ્ટિકલ ઝૂમ ધરાવે છે. તો સેલ્ફી માટે ફોનમાં 10.8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

ગૂગલના આ નવા ફોનમાં 256 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ મૂકવામાં આવ્યું છે. તો કનેક્ટિવિટી માટે આ ડિવાઈસમાં 5G, 5G LTE, Wi-Fi 6E, બ્લૂટુથ 5.2, GOS, NFC અને USB type C port આપવામાં આવ્યો છે.

પિક્સલ 7 ફાસ્ટ વાયર્ટ ચાર્જિંગની સાથે સાથે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે. જો યુઝર્સ ગૂગલના એક્સ્ટ્રીમ બેટરી સેવર મોડનો ઉપયોગ કરે તો આ ડિવાઈસ એક જ વખતના ચાર્જિંગમાં સતત 72 કલાક સુધીની બેટરી લાઈફ ધરાવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Flipkart Big Diwali deals are back know offers and discounts

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X