Flipkart Big Billion Days Saleમાં આ સ્માર્ટફોન્સ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

Flipkart Big Billion Days Sale હવે ટૂંક સમયમાં જ શરૂ થવાનું છે. કંપનીની આ મેગા સેલ ઈવેન્ટ મોટા ભાગે એમેઝોનના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલની સાથોસાથ જ હોય છે. એમેઝોનનું આ સેલ 10 ઓક્ટોબરના રોજ શરૂ થવાનું છે, અને ઈ કોમર્સ જાયન્ટે પોતાના સેલ દરમિયાન મળવાની ડીલ્સ અને ડિસ્કાઉન્ટની માહિતી જાહેર કરવાની પણ શરૂઆત કરી દીધી છે. પરંતુ, હજી સુધી કંપનીએ આ મામલે પરફેક્ટ કિંમતને લગતી ડિટેઈલ્સ જાહેર નથી કરી. સામે ફ્લિપકાર્ટે પણ પોતાના બિગ બિલિયન સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ પર મળનારા સ્માર્ટ ફોનની યાદી જાહેર કરી છે.

Flipkart Big Billion Days Saleમાં આ સ્માર્ટફોન્સ પર મળશે મોટું

Flipkart Big Billion Days Sale પહેલા ફ્લિપકાર્ટે બનાવેલી માઈક્રોસાઈટ પર એ તમામ સ્માર્ટફોન લિસ્ટ કરવામાં આવ્યા છે, જે અપકમિંગ સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ સાથે સસ્તી કિંમતે મળશે. હાલ તો ફ્લિપકાર્ટે ડિસ્કાઉન્ટ અને ડીલ્સના માત્ર છેલ્લા આંકડાનો ખુલાસો કર્યો છે, પરંતુ જેમ જેમ સેલ નજીક આવશે, તેમ તેમ આ ડિસ્કાઉન્ટ અંગે વધારે ખુલાસા થશે.

આ સ્માર્ટફોન પર મળશે મોટું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટની માઈક્રોસાઈટ મુજબ અપકમિંગ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલ દરમાયન Nothing Phone 1, Samsung Galaxy X Fold 5 અને Galaxy Z Flip 5, Google Pixel 7 અને Oppo Reno 10 Pro 5G પર ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો યુઝર્સ Samsung Galaxy F13 , Moto G32 , Vivo V29e , Poco M5 , Realme 11x 5G , Infinix Hot 30 5G , Redmi Note 12 , Realme 10 Pro 5G અને Moto G14 રેગ્યુલર રિટેઈલ પ્રાઈઝ કરતા ઘણી ઓછી કિંમતે ખરીદી શકાશે.

પહેલીવાર વેચાણ માટે ઉપલબ્ધ થશે આ ફોન

આ હેન્ડસેટ ઉપરાંત કંપનીએ પોતાના લેન્ડિંગ પેજ પર એ સ્માર્ટફોનની યાદી પણ મૂકી છે, જે આ સેલ દરમિયાન પહેલીવાર વેચાણ માટે મૂકાશે. આ લિસ્ટમાં Motorola edge 40 neo, Vivo T2 Pro 5G, Pixel 8, Vivo V29 અને Samsung Galaxy F34 5G સ્માર્ટફોન સામેલ છે.

સેલ પ્રાઈઝ લાઈવ ઓફર

આ સેલ માટે ફ્લિપકાર્ટ સેલ પ્રાઈઝ લાઈવ ઓફરનું પણ પ્રમોશન કરી રહી છે. જેની શરૂઆત 27 સપ્ટેમ્બરના રોજ થશે. ફ્લિપકાર્ટના કહેવા પ્રમાણે યુઝર્સ સેલ શરૂ થવાના કેટલાક દિવસ પહેલા પણ સેલ પ્રાઈઝ પર એટલે કે સેલ દરમિયાન મળવાના ડિસ્કાઉન્ટ સાથે સેલ પહેલા જ કેટલીક પ્રોડક્ટ્સને ખરીદી શક્શે.

Flipkart એ તાજેતરમાં જ પોતાની માઈક્રોસાઈટ પર તારીખોની સાથે 10 સ્માર્ટફોન બ્રાન્ડનું લિસ્ટ જાહેર કર્યું છે. ઈ કોમર્સ પ્લેટફોર્મના કહેવા પ્રમાણે આ દરેક સ્માર્ટફોન બ્રાન્ડ્ઝના ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તે તારીખ પ્રમાણે જાહેર કરવામાં આવશે. જો કે, હજી સુધી ફ્લિપકાર્ટે બિગ બિલિયન સેલની તારીખો જાહેર નથી કરી. પરંતુ માઈક્રોસાઈટ મુજબ ઓપ્પોના સ્માર્ટફોનની ડીલ્સ જાહેર થવાની તારીખ 8 ઓક્ટોબર આપવામાં આવી છે. એટલે આ તારીખની આસપાસ જ સેલ શરૂ થવાની શક્યતા છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days sale know the list of smartphone which will get discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X