iPhone 14 પર Flipkart સેલમાં મળશે અધધ ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

By Gizbot Bureau
|

Flipkart Big Billion Days Sale 2023 શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. આ સેલ દરમિયાન આઈફોનના શોખીનોને મજાની ગિફ્ટ મળવાની છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ યુઝર એવા હશે, જે Apple iPhone યુઝ કરવા નથી ઈચ્છતા. પરંતુ એપલની મોંઘી કિંમતના કારણે દરેક માટે આ ફોન ખરીદવો શક્ય નથી.

પરંતુ જો તમારા માટે પણ આઈફોન બજેટની બહાર છે, તેમ છતાંય તમને આ ફોન ખરીદવાની તીવ્ર ઈચ્છા છે, તો Flipkart Big Billion Days Sale તમારા માટે એક સારી તક લઈને આવ્યું છે. હવે ફ્લિપકાર્ટ પરથી આઈફોન 50 હજારથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. 8 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલમાં આઈફોન 50 હજારથી પણ ઓછી કિંમતે મળશે. તો ચાલો, તમને આ ઓફર વિશે ડિટેઈલ્સમાં માહિતી આપી દઈએ.

iPhone 14 પર Flipkart સેલમાં મળશે અધધ ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

iPhone 14 પર ફ્લિપકાર્ટની ઓફર

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે Flipkart Big Billion days sale 8 ઓક્ટોબરથી શરૂ થવાનું છે, અને 15 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન કંપની iPhone 14 પર જબરજસ્ત ડીલ આપી રહી છે. આ ડીલ અંતર્ગત ગ્રાહકોને આઈફોન 14 પર લગભગ 20,000 કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ સાથે જ iPhone 14ની કિંમત 50 હજાર રૂપિયા કરતા પણ ઓછી થઈ જાય છે.

જો કે હજી સુધી ફ્લિપકાર્ટે iPhone 14ની કિંમત અંગે ખુલાસો નથી કર્યો. આમ તો આઈફોન 14ની માર્કેટ પ્રાઈઝ 69,900 રૂપિયા છે. પરંતુ કંપનીએ એક ગ્રાફિકમાં iPhone 14ને રૂપિયા 4X,XX9 કિંમત લખીને ટીઝર જાહેર કર્યું છે. જેના પરથી અંદાજ બાંધી શકાય છે કે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલ દરમિયાન આ ફોનની કિંમત રૂપિયા 49,999 રૂપિયા હોઈ શકે છે. જો કે આ કિંમત iPhone 14ના બેઝ મોડેલની હોઈ શકે છે, જે 128 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ ડિસ્કાઉન્ટમાં બેન્ક ઓફર્સ પણ સામેલ હશે. પરંતુ લીક્સની વાત માનીએ તો iPhone 14ની સાથે સાથે iPhone 14 Plus પણ 60 હજાર કરતા ઓછી કિંમતમાં મળી શકે છે.

iPhone 14ના સ્પેસિફિકેશન્સ

એપલ આઈફોન 14 પાતળા બેઝલ્સ સાથે 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે ધરાવે છે, જે યુઝરને એક શાનદાર એક્સપીરિયન્સ આપે છે. તેની પીક બ્રાઈટનેસ 1200 નીટ્સ સુધીની છે. આ ડિસ્પ્લે HDR કન્ટેન્ટને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે તેમાં ફેસ આઈડી સેન્સર પણ આપવામાં આવ્યું છે. iPhone 14માં 12 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ મળે છે. કંપનીએ iPhone 14ના લોન્ચ સમયે દાવો કર્યો હતો કે ફોનના કેમેરા આઈફોનના તેના જૂના મોડલ્સ કરતા વધારે સારો છે. જેના દ્વારા યુઝર્સ સરળતાથી શાનદાર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે iPhone 14 iOS પ્રી ઈન્સ્ટોલ સાથે આવે છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion days sale is selling iPhone under 50000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X