Flipkart Big Billion days saleમાં Nothing Phone (1), Pixel 7 પર મળશે ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા લોકો માટે હાલ સારો સમય છે, ખાસ કરીને એવા વ્યક્તિઓ માટે જે Nothing Phone (1) અને Pixel 7 ખરીદવાની રાહ જોઈ રહ્યા છે. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલ બસ હવે શરૂ થવાનું છે. આ સેલમાં બે સૌથી વધુ લોકપ્રિય સ્માર્ટફોન્સ Nothing Phone (1) અને Pixel 7 પર શાનદાર ડિસ્કાઉન્ટ મળવાનું છે. ચાલો જાણીએ કે બંને ડિવાઈસ પર ડિસ્કાઉન્ટ કેટલું મળી રહ્યું છે, અને આ ફોન કેટલા સસ્તા થયા છે.

Flipkart Big Billion days saleમાં Nothing Phone (1), Pixel 7

Nothing Phone (1)ની કિંમત 23,999 રૂપિયાથી શરૂ થશે.

ગત વર્ષે જ્યારે Nothing Phone (1) લોન્ચ થયો ત્યારે આ સ્માર્ટફોને ટેક વર્લ્ડમાં ખૂબ જ ચર્ચા જગાવી હતી. કર્લ પેઈની લીડરશિપમાં શરૂ થનાર આ સ્ટાર્ટ અપ, નથિંગ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો આ ફોન યુઝર્સને એક યુનિક એક્સપીરિયન્સ પ્રોવાઈડ કરે છે. આકર્ષક ડિઝાઈન અને ટોપ લેવલના ફીચર્સ ધરાવતો આઉટ ઓફ ધી બોક્સ ગ્લિક ઈન્ટરફેસ સાથેનો Nothing Phone (1)ને વિશ્વભરમાં ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Nothing Phone (1) ભારતમાં જુલાઈ 2022માં 32,999 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો. એક મહિના બાદ ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો વધારો થયો હતો. જોકે આગામી દિવસોમાં Flipkart Big Billion Days Sale દરમિયાન Nothing Phone (1) પર સારું એવું ડિસ્કાઉન્ટ મળવાનું છે. ફ્લિપકાર્ટ પર જાહેર થયેલા બેનર મુજબ Nothing Phone (1)ની કિંમત 23,999 રૂપિયાથી શરૂ થશે. જેનો અર્થ થાય છે કે, આ ફ્લેગશિપ સ્માર્ટફોન મૂળ કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ખીદી શકાશે. જો તમે Nothing Phone (1) ખરીદવાની રાહ જોઈ રહ્યા છો, તો આ સૌથી બેસ્ટ ટાઈમ છે.

Google Pixel 7ની કિંમત શરૂ થશે 36,999 રૂપિયાથી

ગૂગલની પિક્સલ સિરીઝના ફોન પોતાની શાનદાર કેમેરા કેપેસિટી અને ગૂગલની સર્વિસના કોલોબ્રેશન માટે જાણીતો છે. ઉલ્લેખનીય છે કે ગૂગલનો પિક્સલ 7 ફ્લેગશિપ ફોન છે. પોતાની આકર્ષક વિશેષતાઓ અને અદ્યતન કેમેરા સિસ્ટમથી સજ્જ આ ફોન ફોટોગ્રાફીના શોખીનો અને એન્ડ્રોઈડ લવર્સ માટે સૌથી પહેલી પસંદ છે.

ગૂગલ પિક્સલ 7ના ભારતમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત લોન્ચ સમયે 59,999 રૂપિયાની કિંમતે લોન્ચ થયો હતો. પરંતુ અપકમિંગ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલમાં પિક્સલ 7ની કિંમતમાં સારો એવો ઘટાડો જોવા મળવાની શક્યતા છે. ફ્લિપકાર્ટના માર્કેટિંગ બેનર મુજબ પિક્સલ 7 36,999 રૂપિયાની કિંમતે મળશે. ઉલ્લેખનીય છે કે આ ભાવ અત્યાર સુધીનો સૌથી ઓછો ભાવ છે. એટલે કે તમે તમારા બેન્ક બેલેન્સ પર ભાર આપ્યા વગર જ હાઈ એન્ડ ગૂગલ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે છે. જો તમે ફોટોગ્રાફી, પ્રોડક્ટિવિટીમાં રસ ધરાવો છો, અને એન્ડ્રોઈડ ફોન યુઝ કરવા માંગો છો તો ગૂગલનો પિક્સલ 7 બેસ્ટ ઓપ્શન છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion days sale is giving huge discount on Nothing Phone (1) Pixel 7

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X