Just In
Fliipkart Big Billion Days Saleમાં iPhone 13 પર મળશે 49,900નું ડિસ્કાઉન્ટ
Flipkart Big Billion Days Saleની શરૂઆત 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે, જેમાં જુદી જુદી પ્રોડક્ટ્સ પર મોટી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળશે. લગભગ એક સપ્તાહ સુધી ચાલનારા આ સેલ દરમિયાન ફ્લિપકાર્ટ કઈ કઈ ઓફર્સ આપવાની છે, તે અંગે કંપનીએ ટીઝર પણ જાહેર કરી દીધું છે. આ સેલ દરમિયાન Nothing Phone (1), Google Pixel 6a જેવા સ્માર્ટ ફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળવાનું છે. ખાસ કરીને iPhone 13ની કિંમત જાણીને તો યુઝર્સ ખૂબ જ ખુશ થઈ જશે.

આટલી હશે સેલ દરમિયાન iPhone 13ની કિંમત
Flipkart Big Billion Days Sale 23 સપ્ટેમ્બરથી શરૂ થઈને 30 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન iPhone 13 અત્યાર સુધીની સૌથી સસ્તી કિંમતે મળશે. iPhone 14 લોન્ચ થયા બાદ એપલે iPhone 13ની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન ગત વર્ષે જ રિલીઝ કરાયો હતો. આ ઉપરાંત Flipkart Big Billion Days Saleમાં iPhone 13 પર બીજું પણ વધારે ડિસ્કાઉન્ટ મળશે.
કંપનીએ કર્યો કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો
એપલની વેબસાઈટ પર iPhone 13નું 128 જીબી વેરયિંટ 69,900 રૂપિયાની કિંમતે અવેલેબલ છે. એટલે કે કંપનીએ આ ફોનની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ફ્લિપકાર્ટે જાહેર કરેલી માહિતી મુજબ આ વેરિયંટ Flipkart Big Billion Days Sale દરમિયાન 49,900ની કિંમતે મળશે.
શું છે iPhone 14 અને iPhone 13 વચ્ચેનો ફરક
iPhone 13માં 60Hz 6.1 ઈંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં ફ્રંટ સાઈડ 12 મેગાપિક્સલ કેમેરા માટે વાઈડ નૉચ અને ફેસ આઈડી સેન્સર આપવામાં આવ્યું છે. આ વેરિયંટ A15 બાયોનિક ચીપ પર કામ કરે છે. તો પાછળની બાજું 12 મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે નવા લોન્ચ થયેલા iPhone 14 જે 79,900ની કિંમતે મળે છે, તેમાં પણ આ જ ડિસ્પ્લે અને પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને ડિવાઈસ વચ્ચે ફરક માત્ર એ છે કે નવા ડિવાઈસમાં એક વધારાનું જીપીયુ આપવામાં આવ્યું છે. સાથે જ iPhone 14ની બેટરી કેપેસિટી થોડી વધારે છે, જ્યારે કેમેરામાં વધારે મોટું સેન્સર ઓટોફોકસના નવા ફીચર સાથે આપવામાં આવ્યું છે. સરવાળે વાત એ છે કે Flipkart Big Billion Days Saleમાં iPhone 13 જે 49,900ની કિંમતે મળે છે, તે ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક ઓફર છે.
એક્સચેન્જ ઓફરનું પણ મળશે ડિસ્કાઉન્ટ
વધારામાં ફ્લીપકાર્ટ Big Billion Days Saleમાં એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. જેના દ્વારા તમારો જૂનો સ્માર્ટ ફોન આપીને iPhone 13 ખરીદી શકો છો. આ એક્સચેન્જ ઓફર દ્વારા 19,900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. આ એક્સચેન્જ ઓફરનું ડિસ્કાઉન્ટ જુદા જુદા ફોનના મોડેલ્સ, તેમની કંડીશન પર આધાર રાખે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470