Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Billion Days Sale 2023માં મળશે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત
Flipkart Big Billion Days Sale 2023 હવે થોડા જ દિવસો બાદ શરૂ થવાનું છે. કંપનીએ હાલ તો Flipkart Big Billion Days Sale 2023ની ડેટ્સ જાહેર નથી કરી. પરંતુ આ ઈ કોમર્સ વેબસાઈટ પર સેલ લાઈવ થતા પહેલા આ સેલ માટેની ખાસ માઈક્રોસાઈટ લાઈવ થઈ ચૂકી છે. આ માઈક્રોસાઈટ પરથી ફ્લિપકાર્ટ ફેસ્ટિવ સેલ અંગેની ઘણી માહિતી સ્પષ્ટ થઈ છે. આ સેલ દરમિયાન યુઝ્સને Apple, OnePlus, Samsung Xiaomi અને iQOO જેવી બ્રાન્ડ્ઝની પ્રોડક્ટ્સ પર બમ્પર ડીલ્સ તેમજ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળવાની છે. એપલ આઈફોન 15 લોન્ચ થયા બાદ હાલ બધાની નજર એપલ પ્રોડક્ટ પર જ છે. એટલે Flipkart Big Billion Days Sale 2023 દરમિયાન એપલ આઈફોન 14 સિરીઝના મોડલ્સ સસ્તામાં ખરીદી શકાશે. ચાલો Flipkart Big Billion Days Sale 2023 અંગેની વધુ માહિતી જાણી લઈએ.

Flipkart Big Billion Days Sale 2023ને લગતી માઈક્રોસાઈટ લાઈવ થઈ ચૂકી છે. પરંતુ હજી સુધી આ માઈક્રોસાઈટ પર પણ તારીખ જાહેર કરવામાં નથી આવી. પરંતુ તેના પરથી આ સેલ દરમિયાન મળનારી ઓફર્સનો અંદાજ આવી શકે છે. ફ્લિપકાર્ટના આ ફેસ્ટિવ સેલ દરમિયાન Vivo, Samsung અને Motorola જેવી બ્રાન્ડઝની 6 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે.
સ્માર્ટફોન્સની વાત કરીએ તો Motorola Edge 50 Neo, Vivo T2 Pro અને Samsung Galaxy S21 FE 2023 Edition તો આ માઈક્રો સાઈટ પર ઓફિશિયલ લિસ્ટ પણ થઈ ચૂક્યા છે. મોટોરોલાનો આ ફોન 21 સપ્ટેમ્બરે હજી ભારતમાં લોન્ચ થયો છે, જેનું વેચાણ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. તો Vivo T2 Pro ભારતમાં 22 સપ્ટેમ્બરે લોન્ચ થયો છે.
આ ઉપરાંત Flipkart Big Billion Days Sale 2023 દરમિયાન કેશબેક ઓફર્સ, એક્સચેન્જ ઓફર્સ અને નો કોસ્ટ ઈએમઆઈનો પણ ઓપ્શન મળશે. મનાઈ રહ્યું છે કે આગામી દિવસોમાં ફ્લિપકાર્ટ આ સેલ અંગે બીજી કેટલીક માહિતી પણ જાહેર કરશે.
The Zero Hour Offer
ફ્લિપકાર્ટના ફેસ્ટિવ સિઝન સેલ દરમિયાન The Zero Hour Offer મળશે. આ ઓફર અંતર્ગત સાંજે 8 વાગે પ્રોડક્ટ્સ પર ટોપ ઓફર્સ રિવીલ કરવામાં આવશે. આ ઉપરાંત તમે કેટલાક રિવોર્ડ્ઝ પણ મેળવી શકો છો. માઈક્રોસાઈટ મુજબ રોજ સાંજે 7 વાગ્યે શોપિંગ દરમિયાન યુઝર્સ ફ્રી ફોન પણ સિલેક્ટ કરી શકે છે.
Flipkart Price Lock
તાજેતરમાં જ Flipkart Price Lock ફીચર અંગે ખુલાસો થયો છે. આ ફીચર અંતર્ગત યુઝર્સ પોતાની પસંદગીની ઓફર્સ લૉક કરી શકે છે. આ મુજબ ઓફર પૂરી થયા બાદ પણ યુઝર્સ આ પ્રોડક્ટ તે જ કિંમત પર ખરીદી શક્શે. જો કે યુઝર્સે આ માટે યુઝર્સે એક નાની અમાઉન્ટ આપીને ઓફર લૉક કરવી પડશે.
Flipkart Big Billion Days Sale 2023ની તારીખ લીક
Flipkart Big Billion Days Sale 2023ની ડેટ્સ હજી ફાઈનલ નથી થઈ. પરંતુ કેટલાક રિપોર્ટસ મુજબ આ સેલ 3 ઓક્ટોબરથી શરૂ થઈને 10 ઓક્ટોબર સુધી ચાલશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications