Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Billion Days Saleમાં મળશે 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ, જુઓ લિસ્ટ
Flipkart Big Billion Days Saleની જાહેરાત થઈ ચૂકી છે. Flipkart Big Billion Days Sale 2022માં મોટા ભાગની વસ્ત્તુઓ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ સેલ દરમિયાન Realme, Poco, Vivo, Samsung સહિતના સ્માર્ટ ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત સ્માર્ટ ટીવી પર પણ 80 ટકા વળતર મળી શકે છે. મોબાઈલ અને ટીવી સહિત લેપટોપ જેવી બીજી પણ સંખ્યાબંધ ઈલેક્ટ્રોનિટ આઈટમ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. Flipkart Big Billion Days Saleની તારીખની જાહેર કરતા પહેલા કંપનીએ કઈ પ્રોડક્ટ અને કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેની કેટલીક માહિતી જાહેર કરી છે.

iPhone પર પણ મળશે ડિસ્કાઉન્ટ
Flipkart Big Billion Days Saleના આ સેલ દરમિયાન iPhoneના જુદા જુદા મોડેલ્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળવાનું છે. સાથે જ ઈલેક્ટ્રોનિક સામાન અને એક્સેસરીઝ ખરીદવા પર 80 ટકા જેટલું મસમોટું ડિસ્કાઉન્ટ અવેલેબલ થશે. Flipkart Big Billion Days Sale ટૂંક સમયમાં જ શરૂ થશે. પરંતુ તેની સત્તાવાર તારીખ જાણવા માટે થોડી રાહ જોવી પડશે. કંપનીએ આ સેલ માટે માઈક્રો સાઈટ પણ ક્રિએટ કરી છે. જેમા કેટલાક પ્રોડક્ટ્સ જેમ કે ઈલેક્ટ્રોનિક્સ, એક્સેસરીઝ અને ટીવી મોટા ડિસ્કાઉન્ટ પર મળશે.
આ બેન્ક દ્વારા ખરીદી પર વધારાનું ડિસ્કાઉન્ટ
Flipkart Big Billion Days Sale સેલ માટે ફ્લીપકાર્ટે એક્સિસ બેન્ક અને ICICI બેન્ક સાથે ભાગીદારી કરી છે. જેના કારણે યુઝર્સને આ બેન્કના કાર્ડ દ્વારા ખરીદવા પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ગ્રાહકોને કેશબેકની ઓફર આપવા માટે કંપનીએ પેટીએમ સાથે પણ પાર્ટનરશિપ કર્યું છે.
મળશે અનલિમિટેડ કેશબેક
ફ્લીપકાર્ટે આપેલી માહિતી પ્રમાણે જો તમે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશો, તો તમને અનલિમિટેડ કેશબેક મળશે. Flipkart Big Billion Days Sale દરમિયાન યુઝર્સ ફ્લિપકાર્ટ પે લેટર દ્વારા ઈન્સ્ટન્ટ ક્રેડિટ અને EMI ઓફર પણ મળશે.
લેપટોપ્સ પર મળશે 40 ટકા ડિસ્કાઉન્ટ
આ સેલ દરમિયાન એક્સેસરીઝ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. જેમ કે સ્માર્ટફોન ગાર્ડ માત્ર 99 રૂપિયાની કિંમતે ખરીદી શકાશે. તો ગેમિંગ લેપટોપ્સ 40 ટકા સસ્તા મળશે. જ્યારે જુદી જુદી ઈલેક્ટ્રોનિક આઈટમ્સ 74 ટકા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે.
ડિરેક્ટ ડિસ્કાઉન્ટ ઉપરાંત મળશે આ ડીલ્સ
Flipkart Big Billion Days Sale દરમિયાન રોજ 12, 8 અને 4 વાગે ક્રેઝી ડીલ્સ મળશે. આ ઉપરાંત રશ અવર્સમાં અર્લી બર્ડ સ્પેશિયલ આઈટમ્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. તો કંપની આ વખતે ટિકટોક ડીલ્સ પણ આપવાની છે. જેમાં દર કલાકે એક બાદ એક નવી ડીલ્સ સૌથી ઓછી કિંમતે મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications