Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઘરે બેઠા રિપેર કરો તમારા Earbuds, આ સ્ટેપ્સ ફોલો કરશો તો સુધરશે સાઉન્ડ ક્વોલિટી
આજકાલ મોટાભાગના લોકો ઈયરબડ્ઝથી વાત કરતા હોય છે કે પછી ગીતો સાંભળતા હોય છે. પરંતુ લાંબા સમય સુધી ઈયરબડ્ઝ વાપર્યા બાદ એવું લાગવા લાગે છે કે એકમાં ઓછો અને એકમાં વધારે અવાજ આવે છે. આવી પરિસ્થિતિમાં ઘણીવાર માણસ ચીડાઈ જાય છે, અને ઈયરબડ્ઝ બદલવાનું વિચારે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બેઠા જ તમારા ઈયરબડ્ઝની સાઉન્ડ ક્વોલિટીને રિપેર કરી શકો છો, આના માટે તમારે સર્વિસ સેન્ટર પર જવાની પણ જરૂર નથી. ચાલો જાણીએ કે તમે કેવી રીતે સર્વિસ સેન્ટર પર ગયા વગર તમારા ઈયરબડ્ઝને રિપેર કરી શકો છો.
બંને ઈયરબડ્ઝમાં એક સરખો અવાજ આવે એના માટે આટલું કરો
બંને ઈયરબડ્ઝમાં એક સરખો અવાજ આવે તેના માટે તમારે ફોનમાં માત્ર એક સેટિંગ ઓન કરવાનું છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોન સેટિંગ્સમાં જાવ.
સ્ટેપ 2: સેટિંગ્સમાં ગયા બાદ તમને એક્સેસિબિલિટીનો ઓપ્શન મળશે.
સ્ટેપ 3: એક્સેસિબિલિટી ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને સાઉન્ડ એન્હાન્સમેન્ટ ઓપ્શન દેખાશે.
સ્ટેપ 4: એન્હાન્સમેન્ટ ઓપ્શનમાં કનેક્ટ ઓડિયોને મિડલમાં સેટ કરો.
સ્ટેપ 5: આમ કરવાથી બંને ઈયરબડ્ઝમાં એક સરખો અવાજ સંભળાશે.
ઈયરબડ્ઝના સાઉન્ડ ક્વોલિટી પરફોક્ટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
જો તમે પણ ઈયરબડ્ઝની સાઉન્ડ ક્વોલિટી સરખી કરવા ઈચ્છો છો, તો તમારે નીચે આપેલા સ્ટેપ્સ અને ટિપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: ઈયરબડ્ઝની સાઉન્ડ ક્વોલિટી સારી કરવા માટે સૌથી પહેલા તમારા ગૂગલ પ્લે પર તમારે એક એપ ઈન્સ્ટોલ કરવાની છે.
સ્ટેપ 2: ગૂગલ પ્લે સ્ટોર પર જઈને Wavelet Headphone Specific EQ એપ ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 3: Wavelet Headphone Specific EQ એપ ડાઉનલોડ કર્યા બાદ તમને ઈયરબડ્ઝની સાઉન્ડ ક્વોલિટીમાં તરત જ ફરક જોવા મળશે.
સ્ટેપ 4: હવે તમારા ફોનમાં આ એપ ઓપન કરો અને તેમાં લેગેસી મોડ ઓન કરો.
સ્ટેપ 5: આ ઉપરાંત Auto EQ અને ગ્રાફિક ઈક્વિલાઈઝર ઓપ્શન પણ ટર્ન ઓન કરો.
આટલું કરવાથી તમારા ઈયરબડ્ઝમાં અવાજ ઓછો વધુ થવાની સમસ્યા કે પછી ખરાબ સાઉન્ડ ક્વોલિટીની સમસ્યાનો ઉકેલ આવી જશે. સાથે જ તમારા નવા ઈયરબડ્ઝ ખરીદવાનો ખર્ચો પણ બચી જશે અને તમે આનંદથી કોલિંગ કરી શક્શો ગીતો સાંભળી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications