Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Store ખુલી ગયો ભારતમાં, આ કારણોથી છે ખાસ
iPhoneની નિર્માતા કંપની અને સૌથી પોપ્યુલર ટેક બ્રાન્ડ એપલે ભારતમાં પોતાનો પહેલો રિટેઈલ સ્ટોર ખોલ્યો છે. આ સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સમાં જીયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં Apple BKC નામથી ખોલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ભારતમાં પોતાની કંપનીના પહેલા રિટેઈલ સ્ટોરના ઉદઘાટનમાં ખાસ એપલના સીઈઓ ટિમ કૂક પણ હાજર રહ્યા હતા. તેમણે પોતાના હાથેથી દરવાજો ખોલીને જાતે કસ્ટમર્સનું સ્વાગત કર્યું હતું.

કહેવાઈ રહ્યું છે કે એપલનો ભારતમાં પહેલો રિટેઈલ સ્ટોર બીજા બધા સ્માર્ટફોન સ્ટોરથી ખૂબ જ અલગ છે. આ એપલ સ્ટોર ભારતીય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમને જુદા જુદા રાજ્યોની કારીગરીનો નમૂનો જોવા મળે છે. ચાલો, જાણીએ ભારતના પહેલા એપલ સ્ટોર કઈ કઈ બાબતોમાં ખાસ છે?
1. સૌથી ખાસ વાત તો એ છે કે ભારતમાં એપલનો આ પહેલો રિટેઈલ સ્ટોર છે, જે કંપનીના 25 વર્ષ પૂરા થવાના મહત્વના અવસરે ખોલવામાં આવ્યો છે. કંપનીની 25મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈના બીકેસી વિસ્તારમાં રિલાયન્સ જીયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં આ સ્ટોર ખોલવામાં આવ્યો છે. જે બાદ 20 એપ્રિલે દિલ્હીના સાકેતમાં પણ કંપની પોતાનો બીજો સ્ટોર ખોલવા જઈ રહી છે.
2. ભારતમાં એપલનું આ રિટેઈલ આઉટલેટ ખાસ ભારતીયકરણ માટે ધ્યાનમાં રાખવા જેવું છે. મુંબઈના સ્ટોરને કાળા અને પીળા રંગમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે મુંબઈના આઈકોન સમાન કાલી-પીલી ટેક્સી પરથી પ્રેરિત છે.
3. આ સ્ટોરની છતમાં 1000 ટાઈલ્સ લગાવવામાં આવી છે, જે પ્રત્યેક ટાઈલ લાકડીના 408 ટુકડા જોડીને બનાવવામાં આવી છે, જેમાંથી કુલ 13 મોડ્લુય બને છે. સ્ટોરમાં આવનાર ભાગ્યે જ કોઈ કસ્ટમરનું ધ્યાન આના પર ગયા વગર રહી શકે. આ સ્ટોરમાં કાચ અને સ્ટીલની બનેલી સીડી છે, જે કસ્ટમર્સને પહેલા માળે લઈ જાય છે.
4. એપલ બીકેસી સ્ટોરના સંચાલન માટે ખાસ સૌર ઉર્જાનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ સ્ટોર ચલાવવા માટે ડીઝલ-પેટ્રોલનો ઉપયોગ નથી થઈ રહ્યો. એટલે કે આ સ્ટોર બિલકુલ કાર્બન ન્યૂટ્રલ છે, જે 100 ટકા નવીનીકરણ ઉર્જા પર આધારિત છે.
5. અહીં પથ્થરની બે દિવાલો પણ બનાવવામાં આવી છે, જેના પથ્થર ખાસ રાજસ્થાનથી લાવવામાં આવ્યા છે. આ સ્ટોર 20,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે, જેનું પ્રતિ માસ ભાડું 42 લાખ રૂપિયા છે. જેમાં દર વર્ષે 15 ટકાનો વધારો થશે.
6. એપલે આ સ્ટોરમાં 100 કર્મચારીઓની ટીમ તૈનાત કરી છે, જે 18 ભારતીય ભાષાઓમાં વાત કરી શકે છે. એટલે કે ભારતના દરેક વિસ્તારમાં રહેતા લોકો માટે અહીં શોપિંગ કરવું સરળ બનશે.
7. ભારતીય કસ્ટમર્સ આ સ્ટોરમાં એપલની AI સર્વિસ એપલ જીનિયસ સાથે પણ વાતચીત કરી શક્શે. અત્યાર સુધી આ સુવિધા વિદેશના એપલ સ્ટોરમાં જ મળતી હતી. એપલ જીનિયસ સાથે વાત કરીને કસ્ટમર્સ એપલની કોઈ પણ પ્રોડક્ટ વિશે માહિતી મેળવી શકે છે.
8. એપલના આ સ્ટોરમાંથી યુઝર્સ કંપનીની બધી જ પ્રોડક્ટ્સ ખરીદી શકે છે, સાથે જ પોતાના જૂના આઈફોન, મેક, આઈપેડને એક્સચેન્જ પણ કરાવી શકે છે.
9. એપલનો દાવો છે કે આ સ્ટોર ભારતમાં નવી રોજગારી ઉભી કરી રહ્યો છે. આ સ્ટોર સીધી રીતે ભારતમાં 2,500 લોકોને રોજગારી આપે છે, સાથે જ એપ ઈકોસિસ્ટમ દ્વારા 10 લાખ નોકરીઓનું નિર્માણ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications