Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Phoneની મદદથી શોધો Hidden Camera, હોટેલમાં જઈને જરૂર કરો આ કામ
જો તમે ક્યાંય ફરવા જઈ રહ્યા છો, અથવા કોઈ નવા શહેરમાં હોટેલમાં રોકાઈ રહ્યા છો, તો સાવચેત રહેજો. અત્યાર સુધીમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં હોટેલમાં રોકાયેલા લોકોની અંગત પળના વીડિયો હિડન કેમેરાથી બનાવી લેવાયા હોય અને તેની જાસૂસી થઈ હોય. આવા કિસ્સામાં બ્લેકમેઈલિંગ પણ થતું હોય છે. સારી વાત એ છે કે તમે તમારા સ્માર્ટફોન દ્વારા સરળતાથી હિડન કેમેરા શોધી શકો છો. જાણીએ કેવી રીતે.

લેટેસ્ટ સ્માર્ટફોનમાં ઘણા કેમેરા લેન્સ અને સેન્સર લગાવાયેલા હોય છે, જેની મદદથી તમે હિડન કેમેરાને શોધી શકો છો. હોટેલ્સમાં સ્મોક ડિટેક્ટર્સથી લઈને એર પ્યોરિફાયર્સ અને એસી ફ્લેપ્સથી લઈને કોઈ ગ્લાસ અથવા મિરરની પાછળ હિડન કેમેરા લગાવાયેલા હોય છે. એટલે હોટેલમાં જાવ ત્યારે પહેલા આખા રૂમને બરાબર ચેક કરી લો અને પછી સમજવાની કોશિશ કરો કે કયા કયા ઉપકરણ રૂમમાં ન હોય તો પણ ચાલી શકે તેમ હતું. આ ઉપરાંત નીચે આપેલી ટ્રિક્સનો ઉપયોગ કરો.
સ્માર્ટફોનના કેમેરાની મદદ લો
મોટા ભાગે સ્પાય કેમેરા અથવા હિડન કેમેરા ઈન્ફ્રારેડનો ઉપયોગ કરે છે, સ્માર્ટફોનનો કેમેરા આ લાઈટને જોઈ શકે છે. એટલે રૂમમાં જઈને તમારા ફોનનો કેમેરા ઓન કરો અને દરેક શંકાસ્પદ જગ્યા અથવા વસ્તુ પર પોઈન્ટ કરીને જુઓ કે કોઈ લાઈટ બ્લિંક કરે છે કે નહીં.
ફોનની ફ્લેશલાઈટની મદદ લો
પહેલા રૂમની બધી જ લાઈટ્સ બંધ કરી દો અને પછી ફોનની ફ્લેશ અથવા ટોર્સ ઓન કરો. હવે રૂમમાં બધી બાજુ ફ્લેશલાઈટ ફેરવીને ચેક કરો, જો ક્યાંય કેમેરાનો લેન્સ હશે, તો લાઈટનું રિફ્લેક્શન જોવા મળશે. જો તમે ફોનના કેમેરા પર પણ ફ્લેગ ઓન કરશો, તો તમને સમજાઈ જશે કે તે કેટલી ઝડપથી બ્લૂ રંગની આજુબાજુ ચમકતું દેખાય છે.
WiFi નેટવર્ક સર્ચ કરો
જો તમારા રૂમમાં કોઈ હિડન કેમેરા છે અને તે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે, તો એક્ટિવ નેટવર્કની જાણ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરી શકાય છે. તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર જઈને Fing જેવી એપ્સ ડાઉનલોડ કરી શકો છો. આ એપ તમારી આજુબાજુ રહેલા કેમેરાની માહિતી તમને કેમેરા આઈકન દર્શાવીને આપે છે.
RF ડિટેક્ટર એક્સેસરીની મદદ લો
હિડન કેમેરા વિશે જાવા માટે વધારાના હાર્ડવેર તરીકે તમે RF ડિટેક્ટરનો ઉપયોગ કરી શકો છો. આ ડિટેક્ટર કેમેરામાંથી નીકળતી રેડિયો ફ્રિકવન્સીને શોધીને એલાર્મ આપે છે અથવા તો એલર્ટ કરી દે છે. આ RF ડિટેક્ટરને ફોનના યુએસબી ટાઈપ સી પોર્ટમાં લગાવીને ઉપયોગ કરી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications