અંતે વોટ્સએપ નું વિડિઓ કોલીંગ ફીચર લાઈવ થયું છે

By: Hitesh Vasavada

જ્યાર થી વોટ્સએપે પોતાના નવા ફીચર્સ એન્ડ્રોઇડ બેટા વર્ઝન પર બહાર પાડવા નું ચાલુ કર્યું છે ત્યાર થી એક અફવા ફરે રાખે છે કે સૌથી વધુ પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ માં એક ખુબ જ મોટું ફીચર થોડા સમય મા જોડાઈ જશે.

અંતે વોટ્સએપ નું વિડિઓ કોલીંગ ફીચર લાઈવ થયું છે

થોડા સમય થી એવી વાતો બહાર ફરતી થઈ છે કે ફેસબૂકે ખરીદેલુ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે ટૂંક સમય મા વિડિઓ કોલલિંગ ફીચર બહાર પડશે. અને તે અંતે આવી ગયું છે.

થોડાક સમય પેહલા જ કંપની એ આ ફીચર ને લાઈવ કર્યું છે. બધા ની ધારણાઓ ની વિરુદ્ધ આ ફીચર એન્ડ્રોઇડ કે ios યુઝર્સ માટે નહિ પણ વિન્ડોઝ ના બીટા વર્ઝન માટે જ આ ફીચર અત્યાર પૂરતું લાઈવ કરવા મા આવ્યું છે.

અંતે વોટ્સએપ નું વિડિઓ કોલીંગ ફીચર લાઈવ થયું છે

આ ફીચર સૌથી પેહલા તો સ્પેનિશ વેબસાઈટ onewindows.es ના ધ્યાન માં આવ્યું હતું, તેલોકો ના રિપોર્ટ મુજબ અમુક બીટા ટેસ્ટર્સ ને પોતાના વિન્ડોઝ ફોન માં વિડિઓ કોલલિંગ નું ફીચર બતાવતા હતા, તેમાં જયારે યુઝર વિડિઓ કોલલિંગ ના ઓપ્શન પર ટચ કરતા હતા તેમને 2 ઓપ્શન આપવા મા આવતા હતા કે તમારે વોઇસ કોલ કરવો છે કે વિડિઓ કોલ.

અંતે વોટ્સએપ નું વિડિઓ કોલીંગ ફીચર લાઈવ થયું છે

અહેવાલ અનુસાર, એપ દ્વારા યુઝર ને મ્યૂટ બટન પણ આપવા માં આવે છે. અને બસ બીજ બધા જ વિડિઓ કોલિંગ એપ ની જેમ જ આમા પણ તમે ફ્રન્ટ કેમેરા ને બદલી અને બેક કેમેરા કરી શકો છો. કોલ હિસ્ટ્રી લિસ્ટ માં પણ થોડો સુધારો કરવા મા આવ્યો છે તેમાં હવે વોઇસ અને વિડિઓ બંને કોલ્સ બતાવે છે.

અને જુના વોઇસ કોલિંગ વિન્ડો ની જેમ જ તમે વિડિઓ કોલલિંગ નું પણ શોર્ટકટ બનાવી શકો છો અને કોઈ પણ કોન્ટેક્ટ ને સીધો વિડિઓ કોલ પણ કરી શકો છો.English summary
After a long wait WhatsApp has started testing video calling for beta users using the Windows smartphones.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot