Just In
બેન્ક એપનો પાસવર્ડ હેકર્સને આપી રહી છે આ એપ્સ, તરત કરો ડિલીટ
આખું વિશ્વ હવે ડિજિટલ થઈ ચૂક્યુ છે. દરેક જરૂરી કામ આંગળીના ટેરવે હથેળીમાં રાખેલા મોબાઈલ દ્વારા થઈ જાય છે. ખાસ કરીને બેન્કિંગના કામ માટે જે ધક્કા ખાવા પડતા હતા, તેમાંથી રાહત મળી છે. બેન્કિંગ એપ્સ દ્વારા હવે બેન્કને લગતા દરેક કામ મોબાઈલ દ્વારા થઈ ગયા છે. સ્માર્ટ ફોન વાપરતા લગભગ દરેક યુઝરના મોબાઈલમાં બેન્કિંગ એપ હોય જ છે. પરંતુ તમારા મોબાઈલમાં કેટલીક એપ્સ તમારી આવી બેન્કિંગ એપ્સની અંગત માહિતી હેકર્સ સુધી પહોંચાડી રહ્યા છે.

ફાઈલ મેનેજરના નામે લોકોના ફોનમાંથી ડેટા ચોરતી કેટલીક એન્ડ્રોઈડ એપ્સનો ખુલાસો થયો છે. આ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પણ છે. આ એપ્સ યુઝર્સને શાર્કબોટ ટ્રોજન વાઈરસથી પરેશાન કરી રહ્યા છે. હેકર્સે ચાલાકીથી આવી એપ્સમાં શાર્કબોટ ટ્રોજન વાઈરસનો ઉપયોગ કર્યો છે. આ દરેક વાઈરસ એપ્સમાં ઈન્સ્ટોલેશન વખતે ટ્રોજન નથી થતો.
ગૂગલ પ્લે સ્ટોર પર એપ સબમિટ કરતા સમયે આવી એપ્સમાં કોઈ ટ્રોજન વાઈરસ નહોતો, પરંતુ બાદમાં હેકર્સ એપ્સને રિમોટ સોર્સ કરીને તેમાં વાઈરસ ફીડ કરી રહ્યા છે. આ ટ્રોજન એપ્સ ફાઈલ મેનેજર છે, એટલે જ્યારે તમે ફોનમાં એપ ઈન્સ્ટોલ કરો ત્યારે તે તમારી પાસે કેટલીક પરમિશન માંગે તો યુઝર્સને શંકા નથી જતી. આ એપ્સ તમારી પાસેથી પરમિશન લઈને શાર્કબોટ માલવેર તમારા ફોનમાં લોડ કરે છે.
કેવી રીતે કામ કરે છે શાર્કબોટ માલવેર?
શાર્કબોટ માલવેરની વાત કરીએ તો આ એક ખતરનાક ટ્રોજન વાઈરસ છે. આ વાઈરસ યુઝર્સની બેન્કિંગ ડિટેઈલ્સ ચોરી લે છે. આ માલવેર એવી રીતે કામ કરે છે કે તમારા ફોનમાં નકલી બેન્કિંગ લોગ ઈન ફોર્મ્સ એકદમ અસલની જેમ જ પ્રોમ્પ્ટ થશે.
જ્યારે યુઝર્સ આ નકલી ફોર્મ્સમાં પોતાનો ડેટા એન્ટર કરે છે, ત્યારે ટ્રોજન આ માહિતી કોપી કરી લે છે અને હેકર્સને મોકલી આપે છે. હેકર્સ તમારા આઈડી પાસવર્ડ દ્વારા તમારી બેન્કિંગ એપમાં લોગ ઈન કરીને તમારું ખાતું સફાચટ કરી સકે છે. આ માલવેર ઘણીવાર ગૂગલ પ્લે સ્ટોર પર દેખાઈ ચૂક્યો છે, અને સતત અપડેટ કરી રહ્યો છે.
ઘણીવાર અપડેટ થયા બાદ આવી એપ્સ રિપોર્ટ પણ થઈ છે. હાલ તો ગૂગલે પ્લે સ્ટોર પરથી આવી એપ્સ રિમૂવ કરી લીધી છે, પરંતુ કેટલાક યુઝર્સના સ્માર્ટફોનમાં હજી પણ આવી એપ્સ છે, જે તમારી બેન્કિંગ ડિટેઈલ્સ ચોરી લે છે.
તાત્કાલિક ડિલીટ કરો આ એપ્સ
આવી એક એપનું નામ છે X-File Manager, જેને Victor Soft Ice LLC એ ડેવલપ કરી છે. આ એપ 10 હજારથી વધુ વખત ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે. જો કે, હવે ગૂગલ દ્વારા આ એપ પોતાના પ્લેટફોર્મ પરથી રિમૂવ કરી દીધી છે. જો તમારા સ્માર્ટફોનમાં આ એપ છે, તો તાત્કાલિક અનઈન્સ્ટોલ કરો.
બીજી એક શંકાસ્પદ એપનું નામ છે File Voyager, જે Julia Soft Io LLC દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ એપ પણ 5 હજાર કરતા વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
તો Lite Cleaner M નામની એક એપ પણ શાર્કબોટ ટ્રોજન સાથે સ્પોટ થઈ છે. ગૂગલ પ્લે સ્ટોરે રિપોર્ટ મળ્યા બાદ આ એપ્સ હટાવી દીધી છે. જો તમારા સ્માર્ટફોન્સમાં આવી એપ્સ હોય તો તમારે તાત્કાલિક ડિલીટ કરવી જોઈએ, નહીં તો તમારા બેન્ક ખાતા ગમે ત્યારે ખાલી થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470