FASTag ના KYCની સમયમર્યાદા લંબાવાઈ, આ રીતે ઓનલાઈન કરો KYC

By Gizbot Bureau
|

ફાસ્ટેગ યુઝર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. જો અત્યાર સુધી તમે Fastagનું કેવાયસી નથી કર્યું, તો હવે તમારી પાસે હજી સમય છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI એ ફાસ્ટેગ કેવાયસી કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. હવે યુઝર્સ 29 ફેબ્રુઆરી 2024 સુધી ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ કરી શક્શે. આ સમય મર્યાદા 31 જાન્યુઆરી 2024 સુધી રાખવામાં આવી હતી. પરંતુ તે વધારી દેવાઈ છે. જો તમે 29 ફેબ્રુઆરી સુધીમાં તમારા ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ નહીં કરો તો 1 માર્ચથી તમારો ફાસ્ટેગ ડિએક્ટિવેટ થઈ જશે. આવી સ્થિતિમાં તમારે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે.

FASTag ના KYCની સમયમર્યાદા લંબાવાઈ, આ રીતે ઓનલાઈન કરો KYC

તમારા ફાસ્ટેગમાં કેવાયસી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: ફાસ્ટેગમાં કેવાયસી કરવા માટે સૌથી પહેલા તમારે https://fastag.ihmcl.com વેબસાઈટ પર લોગઈન કરવાનું છે.

સ્ટેપ 2: હવે અહીં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગ ઈન કરો.

સ્ટેપ 3: જો તમને પાસવર્ડ યાદ નથી તો ગેટ ઓટીપી પર ક્લિક કરો અને ઓટીપી ઈન્સર્ટ કરો.

સ્ટેપ 4: હવે ડેશબોર્ડ મેન્યુમાં માય પ્રોફાઈલ સેક્શન પર જાવ, અહીં તમને તમારું કેવાયસી સ્ટેટસ જોવા મળશે.

સ્ટેપ 5: જો તમે કેવાયસી અપડેટ નથી કર્યું તો હવે KYC પર ક્લિક કરો અને અહીં તમારી કસ્ટમર ટાઈપ પસંદ કરો.

સ્ટેપ 6: હવે આઈડી પ્રૂફ અને એરેસ પ્રૂફ સબમિટ કરીને જરૂરી ડિટેઈલ્સ ભરો.

સ્ટેપ 7: સાથે જ તમારો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરો. હવે ડિક્લેરેશન પર ટિક કરો અને સબમિટ કરી દો.

આટલું કરતા જ તમારા ફાસ્ટેગનું કેવાયસી થઈ જશે. જો કે, આ પ્રક્રિયા કર્યા બાદ તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શખો છો.

ફાસ્ટેગનું સ્ટેટસ ચેક કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા fastag.ihmcl.com પર જઈને લોગઈન કરો.

સ્ટેપ 2: હવે વેબ પેજ ખૂલ્યા બાદ વેબસાઈટની ઉપરની તરફ જમણી બાજુ લોગઈનનું બટન હશે.

સ્ટેપ 3: અહીં લોગ ઈન કરવા માટે તમારે રજિસ્ટર મોબાઈલ નંબર ઈન્સર્ટ કરવો પડશે, જેના પર તમને ઓટીપી મળશે.

સ્ટેપ 4 : લોગ ઈન કર્યા બાદ હવે ડેશબોર્ડ પર માય પ્રોફાઈલ સેક્શન પર ક્લિક કરો.

સ્ટેપ 5: માય પ્રોફાઈલ સેક્શનમાં તમને ફાસ્ટેગનું કેવાયસી સ્ટેટસ અને રજિસ્ટ્રેશન પ્રોસેસ દરમિયાન તમે સબમિટ કરેલી માહિતી જોવા મળશે.

સ્ટેપ 6: તમે તમારી બેન્કની વેબસાઈટ દ્વારા પણ આ સ્ટેટસ ચેક કરી શકો છો.

FAStag KYC માટે આ દસ્તાવેજ જરૂરી છે.

1. વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ

2. આઈડી પ્રૂફ

3. એડ્રેસ પ્રૂફ

4. પાસપોર્ટ સાઈઝ ફોટો

5. આઈડી અને અડ્રેસ પ્રૂફ માટે પાસપોર્ટ, વોટિંગ આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા પાન કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

Best Mobiles in India

English summary
Fastag kyc how to do and what is last date

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X