Just In
આ ફેક ગુગલ ક્રોમ એપ થી સાવધાન
સાયબર સિક્યુરિટી ફર્મ પ્રાડીઓ ના રિસર્ચર્સ ના જણાવ્યા અનુસાર એક નવો એન્ડ્રોઇડ માલવેર ફેલાય રહ્યો છે, કે જે ગુગલ ક્રોમ એપ ને ઇમ્પરસોનેટ કરે છે અને આ માલવેર ને કારણે અત્યાર સુધીમાં હજારો સ્માર્ટફોન ઈફેક્ટ થઈ ચૂક્યા છે. રિસર્ચર્સ દ્વારા આ માલવેર ને 'સમિશિંગ ટોરજોન કહેવામાં આવી રહ્યું છે.

રિસર્ચના જણાવ્યા અનુસાર આ ફેક ગુગલ એપ મોબાઈલ એટેક કેમપેન નો ભાગ છે જેની અંદર ખોટી એપ ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનની અંદર ઇન્સ્ટોલ કરી અને તમારી ક્રેડિટ કાર્ડની વિગતો ચોરી લેવામાં આવે છે. રિસર્ચર્સ દ્વારા તેમની વેબસાઈટ પર સિક્યોરિટી એલર્ટ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આ માલવેર ની અંદર વિક્ટમ ના ડિવાઇસને ટાર્ગેટ કરી અને ઘણા બધા પીસીન્ગ ના એસએમએસ મોકલવામાં આવે છે. અને અમારા અનુમાન અનુસાર જે ઝડપથી આ માલવેર ફેલાઈ રહ્યો છે તે રીતે અત્યાર સુધીમાં હજારો ડીવાઈઝ તેનાથી અફેક્ટેડ થઈ ચૂક્યા છે. તેવું રિસર્ચર્સ દ્વારા જણાવવા માં આવ્યું હતું.
ફેક ક્રોમ એપ તમારા ફોનની અંદર કઈ રીતે આવે છે
વિક્ટમ ને એક એસએમએસ મોકલવામાં આવે છે જેની અંદર તેમને પેકેજ ની ડિલિવરી માટે કસ્ટમ ફીઝ પે કરવા માટે જણાવવામાં આવે છે. ત્યાર પછી તે લીંક ઉપર ક્લિક કર્યા પછી યૂઝર્સ ને તેમની એપ ને અપડેટ કરવા માટે જણાવવામાં આવે છે. અને તે લોકો દ્વારા જે ગૂગલ ક્રોમ એપને સજેસ્ટ કરવામાં આવે છે તે ખોટી હોય છે. ત્યાર પછી તેઓએ એક થી બે ડોલર તેમના ક્રેડિટ કાર્ડ વડે પે કરવાના આવે છે. અને જ્યારે યુઝર્સ દ્વારા આ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે બીજી તરફ હેકર્સ દ્વારા તેમના ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ ને હેક કરી લેવામાં આવે છે. જેના દ્વારા તેઓ બેંક ફ્રોડ કરી શકે છે.
તમારો ફોન માલવેર સુપર સ્પ્રેડર કઈ રીતે બને છે
આ માલવેર ત્યાં જ અટકતો નથી. એકવાર વીટકમ ના ફોનમાં બનાવટી ક્રોમ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય, પછી તે તેના વિક્ટમ ના ડીવાઈસ પરથી દર અઠવાડિયે 2000 થી વધુ એસએમએસ મોકલે છે રેન્ડમ ફોન નંબર પર જે એક બીજાને અનુસરે છે તેવું લાગે છે. આ રીતે મોબાઈલ એટેક અભિયાનને કરવામાં આવી રહ્યું છે.
રિસર્ચર્સ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે બનાવટી એપ્લિકેશનમાં ઓફિશિયલ ક્રોમ એપ્લિકેશનનો લોગો અને નામ રાખવા માં આવે છે, પરંતુ તેના પેકેજ, સિગ્નેચર અને સંસ્કરણમાં ઓફિશિયલ એપ્લિકેશન જેવું કંઈ નથી. બાબતોને વધુ ખરાબ કરવા માટે, જ્યારે પણ "મોસ્ટ એન્ટિવાયરસ" દૂષિત એપ્લિકેશનને ફ્લેગ કરવા માટે સક્ષમ હોય, ત્યારે નકલી ક્રોમ એપ્લિકેશન ફોનના સંરક્ષણને આગળ વધારવા માટે "નવી સહી સાથે ફરીથી રજૂઆત" કરી શકે છે. અત્યાર સુધી માં રિસર્ચર્સ દ્વારા બે ખોટી ક્રોમ એપ્સ ને શોધવા માં આવેલ છે.
તમે કઈ રીતે બચી શકો છો
રિસર્ચર્સ દ્વારા મોબાઇલ યુઝર્સને એડવાઇસ આપવામાં આવી છે કે જ્યારે કોઇ પણ અજાણ્યા વ્યક્તિ દ્વારા તમારી ક્રેડિટ કાર્ડની વિગતો માગવામાં આવે ત્યારે તેને ક્યારેય પણ આપવી નહીં. અને આ માલવેર ની અંદર હેકર્સ દ્વારા યુઝર્સને ઓફિશિયલ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી બાકીની બધી જ એપ્લિકેશન ને અપડેટ કરવા માટે જણાવવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470