કયા વીડિયોઝ જુઓ છો તમે, Facebook રાખે છે બધો રેકોર્ડ, આ રીતે ડિલીટ કરો હિસ્ટ્રી

By Gizbot Bureau
|

ફેસબુક દુનિયાનું સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેમાં તમને અત્યાધુનિક અને જબરજસ્ત ફીચર્સ મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેસબુકનો વિકાસ વીડિયો પ્લેટફોર્મ તરીકે પણ થયો છે. ફેસબુક પર હવે સંખ્યાબંધ વીડિયોઝ જોવા મળે છે, અને આ વીડિયોઝ સર્ચ પણ કરી શકાય છે. હવે યુઝર્સ ફેસબુક પર લાઈવ વીડિયોઝ સ્ટ્રીમ પણ કરી શકો છો. ફેસબુક પર તમને કૂકિંગથી લઈને સ્પોર્ટ્સ સુધી, હોમ ડેકોરથી લઈને ફિલ્મો સુધીના વીડિયોઝ જોઈ શકો છો. એવો કોઈ પણ ટોપિક નહીં હોય, જેના વીડિયોઝ ફેસબુક પર અવેલેબલ ન હોય. પરંતુ તમે આ પ્લેટફોર્મ પર જેટલા પણ વીડિયોઝ જુઓ છો, ફેસબુક તે બધાનો રેકોર્ડ રાખે છે.

કયા વીડિયોઝ જુઓ છો તમે, Facebook રાખે છે બધો રેકોર્ડ

ફેસબુક પર તમે ભૂતકાળમાં જેટલા વીડિયોઝ જોયા છે, તે બધા જ બીજી વખત જોવામાં ઈઝી રહે તે માટે ફેસબુક તમારી વૉચ હિસ્ટ્રી સેવ કરે છે. જો કે, અહીં સારી વાત એ છે કે તમે તમારી વૉચ હિસ્ટ્રી ડિલીટ પણ કરી શકો છો. તમે ભૂતકાળમાં જોયેલા વીડિયોઝ ઉપરાંત તમે જે વીડિયોઝ ફેસબુક પર લાઈવ સ્ટ્રીમ કર્યા છે, તેનો રેકોર્ડ પણ સરળતાથી સેટિંગ્સમાં જઈને ડિલીટ કરી શકો છો. ચાલો જાણીએ કે એપ અને વેબસાઈટ પર તમે આ કામ કેવી રીતે કરી શકો છો?

Android અને iOSમાં વૉચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે આટલું કરો.

જો તમે મોબાઈલ એપ દ્વારા વૉચ હિસ્ટ્રી ડિલીટ કરવા માગો છો, તો ફેસબુક એપ અપડેટ કરી લો અને પછી નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તો ફેસબુક એપ ફોનમાં ઓપન કરો.

સ્ટેપ 2: હવે ત્રણ લાઈન્સવાળા પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો અને નીચેની તરફ સ્ક્રોલ કર્યા બાદ Settings and Privacy વિકલ્પ પર ટેપ કરો.

સ્ટેપ 3: બાદમાં તમારે Your Facebook Information વિકલ્પ પર જવાનું છે.

સ્ટેપ 4: અહીં Videos You've watched પર ટેપ કરો.

સ્ટેપ 5: હવે સ્ક્રીન પર એ વીડિયોઝનું લિસ્ટ જોવા મળશે, જે તમે પહેલા જોઈ ચૂક્યા છો. તમે જે વીડિયો ઈચ્છો, તે લિસ્ટમાંથી હટાવી શકો છો.

કમ્પ્યુટરમાંથી ફેસબુકની વૉચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે આટલું કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં ફેસબુક ઓપન કરો અને લોગ ઈન કરો.

સ્ટેપ 2: હવે પ્રોફાઈલમાં જઈને Settings and Privacy પર ક્લિક કરી્યા બાદ Your Facebook Information સિલેક્ટ કરો.

સ્ટેપ 3: હવે Activity Logમાં જઈને Videos You've watched પર ક્લિક કરો અને પહેલા જોયેલા વીડિયોઝ તમને સ્ક્રીન પર જોવા મળશે.

સ્ટેપ 4: હવે તમારે Clear All પર ક્લિક કરીને આખી હિસ્ટ્રી એકવારમાં જ ડિલીટ કરી શકો છો. અથવા તો એક એક વીડિયો સિલેક્ટ કરીને પણ હટાવી શકો છો.

Best Mobiles in India

English summary
Facebook watch history deletion steps know how to

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X