Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Twitterની જેમ Facebook પર બ્લૂ ટિક માટે ચૂકવવી પડશે ફીઝ
Facebookના સીઈઓ અને કો ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે ટ્વિટરની જેમ જ બ્લૂ ટિક વેરિફિકેશન માટે સબસ્ક્રીપ્શન વસુલવાની જાહેરાત કરી છે. માર્ક ઝુકરબર્ગે આ સર્વિસનું નામ Meta Verified આપ્યું છે. યુઝર હવે પોતાના મેટા પ્રોફાઈલ એટલે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે આ બ્લૂ ટિક વેરિફિકેશન સર્વિસ લઈ શકે છે. આ સર્વિસ હાલ પૂરતી વેબ અને iOS ડિવાઈસિઝ માટે રોલઆઉટ કરવામાં આવી છે. ગત વર્ષે એટલે કે 2022માં માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે પણ બ્લૂ ટિક વેરિફિકેશન માટે મંથલી સબસ્ક્રીપ્શન સર્વિસ શરૂ કરી છે, જે ભારત સહિત ઘણા દેશમાં રોલઆઉટ કરી દેવામાં આવી છે.

માર્ક ઝુકરબર્ગે એલન મસ્કના નક્શેકદમ પર ચાલતા મેટા પ્રોફાઈલ્સ માટે બ્લૂ ટિક વેરિફિકેશનની શરૂઆત કરી છે. ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. ઝુકરબર્ગે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે,’અમે મેટા વેરિફાઈડ સબસ્ક્રીપ્શન સર્વિસની શરૂઆત કરી રહ્યા છીએ. આ માટે યુઝરે પોતાના અકાઉન્ટને ગવર્મેન્ટ આઈડી પ્રૂફ આપીને બ્લૂ બેજ અથવા ટિક લઈ શકે છે.’ ટ્વિટરની જેમ જ આ સર્વિસ વેરિફાઈડ બ્લૂ બેજ માટે શરૂ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ રેવન્યુ જનરેટ કરી શકાય.
મેટા કેટલો લેશે વેરિફિકેશન ચાર્જ?
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે મેટા વેરિફાઈડ કંપનીની બધી જ સર્વિસ માટે હશે. આ માટે યુઝર્સે વેબ વર્ઝનમાં 11.99 ડૉલર એટલે કે 992 રૂપિયા પ્રતિ માસ અને iOS ડિવાઈસિઝ પર 14.99 ડૉલર એટલે કે લગભગ 1,240 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે. આ સર્વિસને હાલ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે શરૂ કરવામાં આવી છે. આગામી મહિનાઓમાં કંપની અન્ય દેશોમાં પણ આ સર્વિસને રોલઆઉટ કરવાની છે.
માર્ક ઝુકરબર્ગે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે મેટા પોતાના રેવન્યૂ સોર્સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. હજી સુધી મેટાના પ્લેટફોર્મ્સ મુખ્યત્વે ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ દ્વારા જ ઈન્કમ જનરેટ કરી રહ્યું છે. વર્ષ 2022માં ગ્લોબલ ઈકોનોમિક સ્લોડાઉનને કારણે મેટાને જબરજસ્ત નુક્સાન થયું છે. જેને કારણે કંપની કમાણી કરવાના અન્ય સ્રોત શોધવા પર કામ કરી રહી છે.
Twitter Blueનો ચાર્જ
આ પહેલા ડિસેમ્બર 2022માં ટ્વિટરના નવા બોસ એલન મસ્કે ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શન સર્વિસની જાહેરાત કરી હતી. આ સબસ્ક્રીપ્શન સર્વિસનો ઉપયોગ કરનાર યુઝર્સને ટ્વિટરના ઘણા ફીચર્સ વાપરવા મળશે, જે ફ્રી યુઝરને નથી મળતા. જેમ કે ટ્વિટર બ્લૂ સબસ્ક્રીપ્શન યુઝ કરનાર યુઝર્સને એડિટ ટ્વિટ, લાંબા વીડિયો પોસ્ટ કરવા, બૂકમાર્ક ઓર્ગેનાઈઝ કરવા, એપ આઈકન કસ્ટમાઈઝેશન વગેરે ફીચર સામેલ છે. ભારતમાં ટ્વિટર બ્લૂ સર્વિસ ચાલુ મહિનાની 8 તારીખથી શરૂ થઈ છે. આ માટે વેબ યુઝર્સે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે મોબાઈલ યુઝર્સે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડે છે. એલન મસ્કે કરેલી આ શરૂઆત ધીરે ધીરે હવે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અપનાવી રહ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications