Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebookનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો ચિંતા ન કરશો. એન્ડ્રોઈડ, iPhoneમાં આ રીતે જાણો
કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે લોગઈન આઈડી અને પાસવર્ડની જરૂર હોય છે. પરંતુ આજના સમયમાં એટલી બધી એપ્સ થઈ ગઈ છે કે દરેકનો પાસવર્ડ યાદ રાખવો અઘરો બની જાય છે. એમાંય ફોનમાં તો બધી એપ એકવાર લોગ ઈન કર્યા પછી ફરી પાસવર્ડની જરૂર નથી પડતી. આવી સ્થિતિમાં ઘણીવાર પાસવર્ડ ભૂલી જવાય છે. ત્યારે પાસવર્ડ રિસેટ કરવા સિવાય કોઈ ઓપ્શન બચતો નથી.
જો તમે પણ ફેસબૂક અકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમારે પાસવર્ડ રિસેટ કરવાની જરૂર નથી. રિસેટ કર્યા વગર પણ એક એવી ટ્રિક છે, જેની મદદથી તમે પાસવર્ડ જાણી શકો છો. અહીં અમે તમને એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં જ ફેસબુકનો પાસવર્ડ જાણવાની રીત જણાવી રહ્યા છીએ.

એન્ડ્રોઈડમાં આ રીતે જાણો પાસવર્ડ
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો, અને ફેસબુકનો પાસવર્ડ ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે પાસવર્ડ જાણી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનનું સેટિંગ ઓપન કરી લો અને નીચે ગૂગલવાળા ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 2: ગૂગલ પર ક્લિક કર્યા બાદ તમને Manage Your Google Accountનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે સિક્યોરિટી અને તેના પછી પાસવર્ડ મેનેજરનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારી સામે હવે જે જે એપનો પાસવર્ડ સેવ છે તેનું લિસ્ટ આવી જશે. જેમાંથી તમે જે એપનો પાસવર્ડ જાણવા ઈચ્છો છો, તેના પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમને તમારા ફોનનો પિન, પેટર્ન નાખવાનો ઓપ્શન જોવા મળશે. આ એન્ટર કર્યા બાદ વ્યુ આઈકન પર ટેપ કરો અને તમારે જોઈતી એપનો પાસવર્ડ જોવા મળશે.
iOS માટેની ટ્રિક
જો તમે આઈફોન યુઝર છો, અને આઈફોનમાં ફેસબુકનો પાસવર્ડ જાણવા ઈચ્છો છો, તો નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા સેટિંગ્સમાં જાવ અને પાસવર્ડ વાળા ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે પાસકોડ કે પછી ટચ આઈડીનો ઉપયોગ કરીને નેક્સ્ટ પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને એ એપ્સનું લિસ્ટ જોવા મળશે, જેનો પાસવર્ડ સેવ છે. તેમાંથઈ ફેસબુક પર ટેપ કરો.
સ્ટેપ 4: પાસવર્ડ જાણવા માટે વ્યુ આઈકન પર ટેપ કરો.
ધ્યાન રાખો કે અહીં માત્ર એ જ પાસવર્ડ દેખાશે, જે તમે ફોનમાં સેવ કર્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications