ફેસબુક ટચ-સ્ક્રીન સંચાલિત સ્માર્ટ સ્પીકર લોન્ચ કરી શકે છે

By: Keval Vachharajani

એપ્લિકેશન્સથી મોડ્યુલર ફોન્સ સુધી, તાજેતરમાં જ ફેસબુક ઘણી જુદી જુદી વસ્તુઓ પર તેનો હાથ અજમાવવા ની તૈયારી કરી રહ્યું છે. હવે, ડિગટાઇમ્સ દ્વારા કરાયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશ્યિલ આ મીડિયા જાયન્ટ, સ્માર્ટ સ્પીકર સંચાલિત ટચ-સ્ક્રીન પર કામ કરી રહી છે.

ફેસબુક ટચ-સ્ક્રીન સંચાલિત સ્માર્ટ સ્પીકર લોન્ચ કરી શકે છે

સ્માર્ટ સ્પીકર્સની કામગીરીમાં ફેસબુકનો અચાનક પ્રવેશ ખરેખર આશ્ચર્યજનક નથી. તાજેતરના સમયમાં, એઆઈ-સંચાલિત સ્માર્ટ સ્પીકરો ગ્રાહકોમાં ઘણો રસ ધરાવે છે. હાલમાં, એમેઝોનના ઇકો બજારમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ગૂગલ હોમ ખૂબ પાછળ નથી. આ ઉપરાંત, એપલ તેના પોતાના સ્માર્ટ સ્પીકરને આ વર્ષે પાછળથી હોમપેડ તરીકે રિલીઝ કરી રહ્યું છે.

કથિત ફેસબુક સ્પીકર પર પાછા આવતા, એવું માનવામાં આવે છે કે તે 15 ઇંચની ઇનબિલ્ટ ટચ ડિસ્પ્લે સાથે આવે છે. તેથી વૉઇસ આદેશો સિવાય, ડિસ્પ્લે દ્વારા પણ તેનું સંચાલન કરી શકાય છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે આ લક્ષણ ના કારણે સીપકર કંઈક અલગ અને જુદું લાગશે.

આ ઉપકરણને ફેસબુકની બિલ્ડીંગ 8 દ્વારા તૈયાર કરાય છે અને તાઈવાન સ્થિત પેગેટ્રોન ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. સ્ત્રોત આગળ જણાવે છે કે આપણ ને 2018 ના પ્રથમ ક્વાર્ટરમાં સ્પીકર જોવા મળશે.

તે સિવાય, આગામી સ્માર્ટ સ્પીકર વિશે અમારી પાસે કોઈ માહિતી નથી. આશા છે કે ઉપકરણ વિશે વધુ વિગતો આગામી દિવસોમાં જાણવા મળશે. ઉપરાંત, તમારે ન ભૂલવું કે આ માત્ર એક ટીપ છે, એટલે આમ થોડું મીઠું મરચું ઉમેરી ને જણાવવા માં આવ્યું હોઈ.

માત્ર ફેસબુક જ નહીં, એવી અટકળો છે જે સૂચવે છે કે માઇક્રોસોફ્ટ અને સેમસંગ જેવા અન્ય ટેક કંપનીઓએ પણ તરત જ પોતાના સ્માર્ટ સ્પીકર એકમો રજૂ કરી શકે છે. જો કે, સેમસંગે આ દાવાને ખોટા તરીકે ફગાવી દીધો છે અને જણાવ્યું હતું કે એમેઝોનનું ઇકો વૈશ્વિક બજાર પર પોતાની મોનોપોલી ધરાવે છે.

Read more about:
English summary
The smart speaker developed by Facebook will come with a 15-inch touch panel.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot