Just In
ફેસબુક દ્વારા હવે નામ બદલી ને મેટા શા માટે કરવા માં આવ્યું તેના વિષે માર્ક ઝકરબર્ગ દ્વારા શું જણાવવા માં આવ્યુ
માર્ક ઝકરબર્ગ દ્વારા ફેસબુક ની સાથે છેલ્લા અમુક વર્ષો ની અંદર ઘણું બધું કરવા માં આવી રહ્યું છે અને તેમણે ફેસબુક ના નામ ને પણ બદલી નાખવા માં આવેલ છે. હવે ફેસબુક નું નામ મેટા કરી દેવા માં આવ્યું છે અને તેમની બધી જ સર્વિસીસ જેવી કે ફેસબુક, ઇન્ડસ્ટગ્રામ, મેસેન્જર અને ઓક્યુંલ્સ ને આ નામ ની અંદર ચલાવવા માં આવશે. મેટા નામ સાંભળવા માં ખુબ જ કુલ લાગે છે અને આ નવા નામ થી માર્ક ઝકરબર્ગ તેની કંપની ને મળી રહેલા નેગેટિવ ન્યુઝ થી પણ બચાવી શકે છે. જોકે માર્ક ઝકરબર્ગ દ્વારા જણાવવા માં આવ્યું છે કે શા માટે નામ ને બદલાવ માં આવ્યું છે.

ધ વર્જ સાથે ના એક ઇન્ટરવ્યૂ ની અંદર ઝકરબર્ગ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે કંપની ની અંદર છેલ્લા અમુક સમય થી જે બદલાવ થઇ રહ્યા છે તેને રેકોગ્નાઈઝ કરવા માટે આ નામ એ બદલવા માં આવેલ છે. માર્ક ઝકરબર્ગ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે અમે એક ફેસબુક કંપની પહેલા માંથી હવે એક મેટાવર્સ કંપની પ્રથમ તરફ વધી રહ્યા છીએ.
મેટા નામ મેટાવર્સ સર્વિસીસ પર થી રાખવા માં આવેલ છે
માર્ક ઝકરબર્ગ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, મને લાગે છે કે કંપનીની બ્રાન્ડમાં પણ સોશિયલ મીડિયા એપમાંથી એકની બ્રાન્ડ હોવા અંગે ઘણી મૂંઝવણ અને અણઘડતા હતી. મને લાગે છે કે લોકો માટે એવી કંપની સાથે સંબંધ રાખવા માટે તે મદદરૂપ છે જે કોઈપણ ચોક્કસ ઉત્પાદન સાથેના સંબંધથી અલગ હોય, જે તે બધાને એક રીતે બદલી શકે.
તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, હું જયારે પણ એવું વિચારું કે આ શિફ્ટ કરવા માટે નો સૌથી સારો સમય કયો છે, ત્યારે એવો જ વિચાર આવે છે કે તમને ખબર પડે કે તમારે તે કરવું જ છે પછી બને તેટલું જલ્દી કરવું એ જ સૌથી સારો વિકલ્પ છે. અને તેના કારણે જ અમે આ રસ્તા પર આગળ વધી રહ્યા છીએ. અમે આના વિષે ઘણા લાંબા સમય થી વિચારી રહ્યા છીએ. મેં આ વર્ષ ની શરૂઆત માં આ પ્રોજેક્ટ ને ફોર્મલી કાઢી નાખેલ હતો, પરંતુ છેલ્લા ઘણા સમય થી અમારા કંપની ની અંદર આ ડિબેટ ચાલી રહી છે કે શું આપણે આ કરવું જોઈએ કે નહિ.
તેમણે તે પણ સ્પષ્ટ કર્યું હતું કે આ પગલા નો હેતુ એવો પણ નથી કે જેની અંદર અત્યારે કંપની ને મળી રહેલા નેગેટિવ ધ્યાન થી બચી શકાય. તેના વિષે તેમણે જણાવ્યું હતું કે, મને ખબર છે કે ઘણા બધા લોકો આ નામ બદલવા નું કારણ નેગેટિવ અટેન્શીન થી બચવા નું આપી રહ્યા છે, પરંતુ તે વાત સંપૂર્ણ રીતે ખોટી છે અને કોઈ પણ નવી બ્રાન્ડ ને આ પ્રકારે ઈન્ટ્રોડ્યુસ પણ ન કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે મેટાવર્સ ને બનવવા પાછળ તેનો હેતુ ડિજિટલ મેટાવર્સ બનાવવાનો છે જ્યાં તેની તમામ સેવાઓ લોકોને ડિજિટલ વિશ્વમાં સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં મદદ કરશે.અને મેટા ના મેટાવર્સ ની અંદર ફેસબુક, વોટ્સએપ, મેસેન્જર, અને ઇન્સ્ટાગ્રામ જેવી સર્વિસ ખુબ જ અગત્ય નો ભાગ ભજવશે.
જે રીતે ગુગલ દ્વારા તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ને અલગ રાખવા માં આવેલ છે જેની અંદર બધી જ ગુગલ ની સર્વિસ ને શામેલ કરવા માં આવેલ છે આ પગલાં ને પણ કંઈક તે જ રીતે લેવા માં આવેલ છે. જોકે ગુગલ દ્વારા જયારે તેની પેરેન્ટ કંપની ને અલગ કરવા માં આવી હતી ત્યારે તેની અંદર ગુગલ ના ફાઉન્ડર્સ નીકળી ગયા હતા જયારે મેટા અને તેની બધી જ સર્વિસ નું સંચાલન માર્ક ઝકરબર્ગ દ્વારા જ કરવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470