ફેસબુક મેસસૅન્જર ના ચેટબોટ દ્વારા કોવીડ 19 ની માહિતી આપવા માં આવશે

By Gizbot Bureau
|

પોતાના યુઝર્સ ને કોરોના વાઇરસ ને લગતી સાચી માહિતી આપી શકાય તેના માટે ફેસબુક મેસેન્જર ની અંદર નવું ચેટબોટ શરૂ કરવા માં આવ્યું છે. અને આ પ્રકાર નું એક ચેટબોટ ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપ પર પહેલા થી જ ચાલી રહ્યું છે. અને આ ચેટબોટ માટે ફેસબુક દ્વારા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમેલી વેલ્ફેર અને માય ગોવર્ન્મેન્ટ સાથે ભાગીદારી કરી છે જેથી તેમને સાચી માહિતી મળી શકે.

ફેસબુક મેસસૅન્જર ના ચેટબોટ દ્વારા કોવીડ 19 ની માહિતી આપવા માં આવશે

અને પોતાના સ્ટેટમેન્ટ ની અંદર ફેસબુક ઇન્ડિયા ના વાઇસ પ્રેસિડન્ટ અને મેનેજીંગ ડાઈરેકટર અજિત મોહન દ્વારા જણાવવા માં આવ્યું તું કે, આજ ના આ સમય ની અંદર બધા જ લોકો દ્વારા પોતાના મિત્રો અને પરિવાર જનો સાથે કનેક્ટેડ રહેવા માટે અમારી ઘણી બધી એપ્સ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે, અને તેથી અમારી એ જવાબદારી બને છે કે અમે લોકો સુધી કોરોના વાઇરસ ને લગતી સાચી અને સમસર માહિતી પહોચાડીયે અને સરકાર ના પણ અલગ અલગ વિભાગ ની અંદર કામ આવી શકીયે. અને દેશ ના દરેક પગલાં ની અંદર અમે દેશ ને કામ આવી શક્યે તેનો પૃઓ પુરે પૂરો પ્રયાસ કરવા માં આવશે.

ફેસબુક દારા જણાવવા માં આવ્યું હતું કે આ ચેટબોટ ની અંદર અંગ્રેજી અને હિન્દી બંને ભાષા નો સપોર્ટ આપવા માં આવ્યો છે, જેની અંદર યુઝર્સ દ્વારા સવાલ પૂછવા માં આવી શકે છે અને ત્યાર બાદ તમને સાચી માહિતી વિડિઓ, ટેક્સ્ટ અથવા ઇન્ફો ગ્રાફિક ના સ્વરૂપ માં સાચી માહિતી આપવા માં આવશે. તો ફેસબુક ના કોરોના વાઇરસ ના આ ચેટબોટ ની અંદર બીજી કઈ વસ્તુ આપવા માં આવે છે અને તેનો ઉપીયોગ કઈ રીતે કરવો તેના વિષે નીચે વાંચો.

કોર્ન વાઇરસ માટે આ ચેટબોટ નો ઉપીયોગ કઈ રીતે કરવો?

યુઝર્સ પોતાના સ્માર્ટફોન ની અંદર ફેસબુક મેસેન્જર ઓપન કરી શકે છે અથવા ડેસ્કટોપ પર ફેસબુક મેસેન્જર ઓપન કરી શકે છે અને ત્યાર બાદ તેની અંદર માય ગવર્નમેન્ટ હબ માટે સર્ચ કરી શકે છે. અને આ ચેટબોટ માટે ની કઈંક https://www.messenger.com/t/MyGovIndia છે. અને આ ચેટબોટ ને ઓપન કર્યા પછી તમારે ગેટ સ્ટ્રેટેડ પર ક્લિક કરવા નું રહશે.

ત્યાર પછી તે ચેટબોટ ની અંદર યુઝર્સ ને સૌથી પહેલા તેઓ કઈ ભાષા ને પસન્દ કરવા માંગે છે તેના વિષે પૂછવા માં આવશે. અને તેની અંદર બે વિકલ્પ આપવા માં આવૅ છે જેની અંદર હિન્દી અને એંગ્રેજી નો સમાવેશ કરવા માં આવે છે. અને તમે જયારે આ ચેટબોટ ની અંદર આગળ વધશો ત્યારે તમને આ મેસેજ બતાવવા માં આવશે. આ ભારત સરકાર નું કોરોના વાઇરસ માટે અવેરનેસ વધારવા માટે અને તમને અને તમારા પરિવાર ને સુરક્ષિત રાખવા માટે તૈયાર કરવા માં આવેલ ચેટબોટ છે.

અને કોઈ પણ પ્રકાર ની ઇમરજન્સી માટે 011-23978046 પર સમ્પર્ક કરો અથવા 1075 ટોલ ફ્રી નંબર પર કોલ કરો. અથવા ncov2019@gov.in પર ઇમેઇલ પણ કરી શકો છો. ત્યાર પછી તેની નીચે વિકલ્પ આપવા માં આવ્યા હોઈ છે કે કોરોના વાઇરસ ને લગતી ક્યાં પ્રકાર ની માહિતી તમે મેળવવા માંગો છો.

તમે ક્યાં પ્રશ્નો પૂછી શકો છો?

આ ચેટબોટ ની અંદર પેહલા થી જ અમુક પ્રશ્નો ને નક્કી કરી ને રાખવા માં આવ્યા છે જેની અંદર ઘણા બધા વિકલ્પો આપવા માં આવ્યા છે જેની અંદર ભારત ની અંદર કોરોના વાઇરસ ને લગતી લેટેસ્ટ અપડેટ શું છે, કઈ જગ્યા પર થી મદદ મળી શકે છે. રાજ્ય ને લાગતું સ્ટેટ્સ શું છે અને દરેક રાજ્ય નું ચેટબોટ શું છે. કામરૂપ આવી શકે તેવા એલર્ટ, ડોકટરો દ્વારા આપવા માં આવેલ પ્રોફેશનલ સલાહ. અને ત્યાર પછી કોરોના વાઇરસ ને લગતી માહિતી તેના સિમ્પટમ શું છે અને તેના રિસ્ક ને કઈ રીતે ઘટાડી શકાય છે. અને આ બધા જ વિકલ્પ ની નીચે એક્સલપોર નો વિકલ્પ આપવા માં આવે છે જેના પર ક્લિક કરી એ તમે વધુ માહિતી મેં;વી શકો છો.

દા.ત. જયારે તમે કઈ જગ્યા પર થી મદદ મેળવવી તેના પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ 24 કલ્લાક ચાલતા કન્ટ્રોલ રમ નું લિસ્ટ રજૂ કરવા માં આવશે. અને સાથે સાથે ફોન નંબર પણ આપવા માં આવશે +91-11-23978046 અને સાથે સાથે ટોલ ફ્રી નંબર પણ આપવા માં આવશે કે જે 1075 છે. અને તેની અંદર વોટ્સએપ પર શેર કરવા માટે લિંક પણ આપવા માં આવી છે. અને દરેક રાજ્ય ના હેલ્પલાઇન નંબર માટે ડોક્યુમેન્ટ માટે ની લિંક પણ આપવા માં આવે છે. ભારત ની અંદર રહેતા વ્યક્તિ માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ની વિગતો પણ આપવા માં આવે છે.

અને જો તમે ડોક્ટર્સ દ્વારા પ્રોફેશનલ સલાહ ના વિકલ્પ પર ક્લિક કરશો તો તેની અંદર મિનિસ્ટ્રી દ્વારા અમુક વિડિઓઝ બનાવવા માં આવ્યા છે અને તેની જ યુટ્યુબ પર ની લિંક તમને આપવા માં આવશે.

અને આ ચેટબોટ ની અંદર અમુક ઇન્ફોગ્રાફિક પણ બતાવવા માં આવૅ છે કે જે ખોટી માહિતી ને તોડે છે.

અને જો કોરોના વાઇરસ ના સિમ્પટમ ની વાત કરવા માં આવે તો તેની અંદર ઘણા બધા વાઇરસ આવેલા હોઈ છે અને તેના સિમ્પટમ ની અંદર તાવ, શ્વાસ લેવા માં તકલીફ, કફ, ચેટ ટાઈટ થવી, રનિંગ નોઝ, હેડેક, મજા ન આવવી, ન્યુમોનિયા, અને કિડની ફેલીઅર છે.

અને માત્ર આ સિમ્પટમ પર થી તે નક્કી કરવાયુ અઘરું છે કે તમારે ક્યારે ડોક્ટર ની મુલાકાત લેવી જોઈએ તો તમારે ક્યાં સન્જોગો ની અંદર ડોક્ટર ની મુલાકાત લેવી જોઈએ તેના વિષે નીચે જાણો.

મેસેન્જર ના ચેટબોટ ની અંદર ટેલિગ્રામ અને વોટ્સએપ ની અંદર ના ચેટબોટ ની લિંક પણ આપવા માં આવે છે. અને જે લોકો કોરોના વાઇરસ માટે ની માહિતી ગોતી રહ્યા હોઈ તો તેવા સન્જોગો જી અંદર તેઓ એ આ પ્રકાર ના ચેટબોટ નો ઉપીયોગ કરવો જોઈએ જેથી તેમને સાચી માહિતી મળી શકે. અને તેની અંદર એક લિમિટેશન અત્યારે એ છે કે તેની અંદર માત્ર હિન્દી અને એંગ્રેજી ભાષા નો સપોર્ટ જ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Messenger Chatbot To Share COVID-19 Details.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X