સ્ટેટસ અપડેટ માટે વોઇસ ક્લિપ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે ફેસબુક

By Kalpesh Kandoriya
|

સોશિયલ મીડિયા ઝાયન્ટ ફેસબુક સતત પોતાના યૂઝર્સને આકર્ષવા માટે નવા નવા ફેરફારો કરી રહ્યું છે. હવે ફેસબુક વધુ એક ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે જેનાથી યૂઝર્સે સ્ટેટસ લખવા માટે એક શબ્દ પણ ટાઇપ કરવાની જરૂર નહીં પડે. અત્યારે એડ વોઇસ ક્લિપના ઓપ્શનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

સ્ટેટસ અપડેટ માટે વોઇસ ક્લિપ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે ફેસબુક

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ આકર્ષિત બનાવવા માટે ફેસબુક ટૂંક સમયમાં જ નવા ફિચરનો પરિચય કરાવશે. ફેસબુક દ્વારા રજૂ કરવામા આવેલ નવું ફિચર "Add Voice Clip"નું ભારતમાં ટેસ્ટિંગ થઇ રહ્યું છે. માહિતી મુજબ યૂઝર ફેસબુક પર લોગઇન કરશે એટલે અપડેટ કંપોઝર મેન્યુમાં આ ફિચર જોવા મળશે જ્યાંથી તેઓ શોર્ટ ઓડિયો ક્લિપ રેકોર્ડ કરીને સ્ટેટસ તરીકે અપડેટ કરી શકશે.

જો કે ફેસબુક અત્યારે માત્ર આ ફિચરનું ટેસ્ટિંગ કરતું હોવાથી વોઇસ ક્લિપ ફિચર એડ કરવાનો ઓપ્શન અમુક લોકોને જ મળ્યો છે. ટેકક્રંચમાં ફેસબુકના સ્પોકપર્સને કહ્યું હતું કે તેઓ લોકોને તેમના મિત્રો અને પરિવાર સાથે ફેસબુક દ્વારા કનેક્ટ કરી શકે તે માટે સતત કામ કરતા હોય છે.

આ ફિચર વધુ રસપ્રદ જણાઇ રહ્યું છે અને યૂઝરને પ્લેટફોર્મ દ્વારા નવી અનુભવ કરાવી શકે છે. સ્ટેટસ ટાઇપ કરતા કે પછી વીડિયો રેકોર્ડ કરીને તેને અપલોડ કરવા કરતાં ઓડિયો સ્ટેટસ વધુ સહેલું રહેશે. આ નવા ફિચર દ્વારા લોકો વધુ ઓડિયો શેર કરે તે માટે લોકોને મદદ કરવાનો ફેસબુકનો લક્ષ્ય છે.

ભારતમાં આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં યૂઝરને નોન-નેટિવ લેંગ્વેજ કિબોર્ડ સાથે ડીલ કરવી પડે છે. મોટા ભાગલા લોકો ભારતીય ભાષામાં મોબાઇલમાં ટાઇપ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે ઑડિયો ક્લિપ સ્ટેટસ અપડેટ ઓપ્શનથી લોકોને આસાની થઇ જશે.

ટેક ક્રન્ચ મુજબ સ્ટેટસ અપડેટ કમ્પોઝર મેન્યુમાં એડ વોઇસ ક્લિપ ઓપ્શન સિલેક્ટ કરીને યૂઝર વોઇસ રેકોર્ડ કરી શકશે, ફોટો, સ્ટેટસ, વીડિયો વગેરે અપડેટ કરવાનો ઓપ્શન હોય છે ત્યાં જ ઓડિયો ક્લિપનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

હવે દરેક એન્ડ્રોઇડ યુઝર માટે ગૂગલ લેન્સ ઉપલબ્ધ

એક વખત વોઇસ ટેબ પર ક્લિક કર્યા બાદ યૂઝરને એક વેવફોર્મ જોવા મળશે જ્યાંથી તેઓ એકેય પ્રકારની મર્યાદા વિના ઑડિયો રેકોર્ડ કરી શકશે. યૂઝરને ઓડિયો ક્લિપનું પ્રિવ્યુ સાંભળી શકશે, જો કે આ ઓડિયો ક્લિપ એડિટ નહીં કરી શકાય. જે બાદ યૂઝર્સ આ ઓડિયો ક્લિપને શેર કરી શકશે જ્યાં પ્લે બટન પર ક્લિક કરીને તેના મિત્રો અને પરિજનો રેકોર્ડ કરેલો ઓડિયો સાંભલી શકશે.

જો કે અત્યારે આ ફિચરનું ટેસ્ટિંગ થતું હોવાથી હજુ સ્પષ્ટ નથી થયું કે સત્તાવાર રીતે આ ફિચર ભારત કે વિશ્વમાં અન્ય યૂઝર માટે ઉપલબ્ધ થઇ શકશે કે નહીં.

દરમિયાન સોશિયલ મીડિયા ઝાયન્ટ વોઇસ ઇનેબલ ફિચરને લઇને વધુ સિરિયસ થઇ રહ્યું છે, આ ફિચર ફિઓના અને અલોહા નામના સ્માર્ટ હોમ સ્પિકરમાં કામ કરે છે અને તે જુલાઇમાં લૉન્ચ થાય તેવી શક્યતા છે. ફેસબુક બિલ્ડિંગ 8 હાર્ડવેર લેબ દ્વારા બનાવવામાં આવેલું ઓલોહા ફિઓના કરતાં વધુ સોફેસ્ટિકેટેડ હોવાનું નોંધવામાં આવ્યું છે.

ડિઝિટાઇમ્સના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અલોહ મોડેલને તેમની સત્તાવાર વેબસાઇટ પરથી માર્કેટમાં મુકવામાં આવશે જે વોઇસ કમાન્ડનો ઉપયોગ કરશે પણ સાથે જ ડિવાઇઝના ફ્રન્ટ પર આવેલા વાઇડ એન્ગલ લેન્સથી ફેસિયલ રિકોગ્નેશન દ્વારા યૂઝરની ઓળખ મેળવશે અને પછી જ ફિસબુક એક્સેસ કરવા દેવામાં આવશે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook is testing a new feature called "Add Voice Clip" that appears in its status update composer menu that allows users to record a short audio snippet to use as a status update. The new feature was first spotted by an Indian user and the social media giant is testing "Voice Clips" as a status update option with a small percentage of users in the country.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more