ફેસબૂક ફોર્ગેટ પાસવૉર્ડ માટે એક નવી સર્વિસ લઈને આવ્યું છે.

થોડા દિવસ પહેલા જ ફેસબૂક ઘ્વારા સિક્યોરિટી કી ફીચર લોન્ચ કરવામાં આવ્યું. હવે આ સોશ્યિલ મીડિયા જાયન્ટ ઓછી મુસીબતમાં ફોર્ગેટ પાસવૉર્ડ માટે આગળ વધી રહ્યું છે.

By Anuj Prajapati
|

થોડા દિવસ પહેલા જ ફેસબૂક ઘ્વારા સિક્યોરિટી કી ફીચર લોન્ચ કરવામાં આવ્યું. હવે આ સોશ્યિલ મીડિયા જાયન્ટ ઓછી મુસીબતમાં ફોર્ગેટ પાસવૉર્ડ માટે આગળ વધી રહ્યું છે. કંપની ઘ્વારા એક નવી સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. જે ગીતહબ યુઝરને પાસવૉર્ડ ભૂલ્યા પછી પણ તેમનું એકાઉન્ટ એક્સેસ કરવામાં મદદ કરશે.

ફેસબૂક ફોર્ગેટ પાસવૉર્ડ માટે એક નવી સર્વિસ લઈને આવ્યું છે.

ગીતહબ એક ઈન્ટરનેટ હોસ્ટિંગ સર્વિસ છે. જે ડિસ્ટ્રિબ્યુટેડ વર્ઝન કંટ્રોલ અને સોર્સ કોડ મેનેજમેન્ટ જેવી સુવિધા આપે છે. જે તમને ઍક્સેસ કંટ્રોલ અને ઘણા કોલોબ્રેશન ફીચર જેવા કે બગ ટ્રેકિંગ, ફીચર રિકવેસ્ટ, ટાસ્ક મેનેજમેન્ટ જેવી સુવિધા આપે છે.

સર્વિસ વિશે જાહેરાત કરવામાં આવે તો ફેસબૂક સિક્યોરિટી એન્જીનીયર બ્રાડ હિલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને કંઈક એવું જોઈતું હતું જેનાથી તેઓ ઍક્સેસ રિકવર કરી શકે, આઇડેન્ટિટી નો ઉપયોગ કરે અને સર્વિસ જેના પર તમે ભરોષો કરી શકો. આ પ્રોસેસ સરળ, સિક્યોર હોવી જરૂરી છે.

હવે તમારા ફેસબૂક ન્યુઝફીડ પર ટાઇમલી સ્ટોરી જોવા મળશે

આ નવી સર્વિસ શુ કરી શકે છે. તેના માટે બ્રાડ હિલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુઝરે આ મેથડ પહેલાથી જ રિકવરી ટોકન તેના ફેસબૂક એકાઉન્ટમાં સેવ કરીને સેટઅપ કરી શકે છે. આ રિકવરી ટોકન એન્ક્રીપટ કરેલી હોય છે. જેના કારણે ફેસબૂક તમારી પર્સનલ માહિતી જોઈ નહીં શકે. જો તમારે જોઈ દિવસ તમારું ગીતહબ એકાઉન્ટ રિકવર કરવું હોય તો તમે ફેસબૂક ઘ્વારા રીઔર્થન્ટિક કરી શકો છો અને તેઓ તમને તમારા ગીતહબ એકાઉન્ટ પર ટોકન મોકલી આપશે.

ફેસબૂક તમારા પર્સનલ ડેટા ગીતહબ સાથે શેર નહીં કરે. ફેસબૂક હાલમાં ગીતહબ સાથે કરેલા આ કોલોબ્રેશન ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે. ફેસબૂક ઘ્વારા યુઝરને સિક્યોરિટી કમ્યુનિટી અને બગ બાંઉન્ટી પ્રોગ્રામ ઘ્વારા લોકોનો પ્રતિભાવ લઇ રહી છે.

બીજી બાજુ ફેસબૂક ઘ્વારા પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં તેઓ બીજી વેબસાઈટનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકે. ફેસબૂક સિક્યોરિટી, એકાઉન્ટ રિકવરી માટે કેટલીક નવી સર્વિસ લેવા માટે પણ તૈયાર છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Facebook is now improving account security with delegated recovery services.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X