ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ વૈશ્વિક આઉટેજ

By Gizbot Bureau
|

એવું લાગી રહ્યું છે કે ફેસબુક ની માલિકી વાળા બધા જ ઓનલાઈન સર્વિસીસ પ્લેટફોર્મ પર કોઈ ટેકનિકલ સમસ્યાઓ આવી ગઈ છે કેમ કે તેમની સર્વિસ જેવીકે facebook whatsapp instagram અને મેસેન્જર પર કોઈપણ ફોટો કે વીડિયો ડાઉનલોડ કે અપલોડ નથી થઈ રહ્યા.

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ વૈશ્વિક આઉટેજ

અને આ સમસ્યા માત્ર ભારતની અંદર જ નહીં પરંતુ આખા વિશ્વની અંદર જોવા મળી હતી કેમકે ઘણા બધા વૈશ્વિક પબ્લિકેશન દ્વારા પણ આ સમસ્યા વિશે માહિતી આપવામાં આવી હતી. અને ફેસબુક કે ટ્વિટર ની મદદ લઇ અને જણાવ્યું હતું કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર કોઈ ટેકનિકલ સમસ્યાઓ આવી રહી છે.

ફેસબુકે ટ્વિટ ની અંદર જણાવ્યું હતું કે

ફેસબુકે ટ્વિટ ની અંદર જણાવ્યું હતું કે

અમને ખબર છે કે ઘણા બધા યુઝર્સ અને અમારા પ્લેટફોર્મ પર ફોટોસ વિડીયોસ અને ફાઇલ્સને અપલોડ કરવા અને ડાઉનલોડ કરવા ની અંદર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે તેના બદલ માફી માંગીએ છીએ અને અમે આ સમસ્યાનો બને તેટલું ઝડપી નિકાલ નીકળે તેના માટે કામ કરી રહ્યા છીએ.

ત્યાર બાદ ટ્વિટર પર ફેસબુક ફ્રેન્ડ થવા માંડ્યું હતું

ત્યાર બાદ ટ્વિટર પર ફેસબુક ફ્રેન્ડ થવા માંડ્યું હતું

અને આ ઘટના બાદ યુઝર્સે પોતાના આ અનુભવને ટ્વિટર પર અમુક હેશટેગ ની મદદથી જણાવવાનું શરૂ કરી દીધું હતું. અને પેરેન્ટ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપ ઈશ્યૂ આવ્યો તેના બે કલાકની અંદર અમને તેના વિશે જાણ થઈ ગઈ હતી અને તેઓની બધી સર્વિસ ચારથી છ કલાક માટે સરખી રીતે કામ કરી શકતી ન હતી તેઓ ટ્વિટર પર એક યુઝર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અંતે તે સમસ્યાને સરખી કરવામાં આવી

અંતે તે સમસ્યાને સરખી કરવામાં આવી

લગભગ સવારે પાંચ વાગ્યે ફેસબુક દ્વારા એક નવું ટ્વિટ કરવામાં આવ્યું હતું જેની અંદર તેઓએ જણાવ્યું હતું કે જે તે ટેકનિકલ સમસ્યાને હલ કરી નાખવામાં આવી છે અને હવે યુઝર્સ આ અમારા પ્લેટફોર્મ અને પહેલાની જેમ જ કોઈ તકલીફ વિના ઉપયોગ કરી શકશે.

 અમે આ સમસ્યા વિશે શું વિચારીએ છીએ

અમે આ સમસ્યા વિશે શું વિચારીએ છીએ

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ આ ત્રણ એવા પ્લેટફોર્મ છે કે જેનો ઉપયોગ આખા વિશ્વની અંદર સૌથી વધુ કરવામાં આવે છે અને આ ત્રણેય સર્વિસ ને facebook ની માલિકી ની અંદર આવે છે. અને છેલ્લા અમુક વર્ષો ની અંદર અમુક વખત આ પ્લેટફોર્મ ની અંદર આ પ્રકારના ટેકનિકલ સમસ્યાઓ આવી છે. પરંતુ આટલા લાંબા સમય માટે આ બધી જ એપ્સ પ્રથમ વખત બંધ રહી હતી. કે જે ફેસબુક જેવા મોટા કોર્પોરેટ માટે એક ખૂબ જ મોટી સમસ્યા અનેક ખૂબ જ ખરાબ વાત સાબિત થઈ શકે છે.

જોકે આ સમસ્યા શેના લીધે સર્જાઇ હતી તેના વિશે ફેસબુક દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી પરંતુ તેવું લાગી રહ્યું છે કે ડેટા સેન્ટર ને લઇ અને ત્રણેય પ્લેટફોર્મ પર કોઈ સમસ્યા જોવામાં આવી હતી. આ બાબત વિશે આગળ શું માહિતી મળે છે તેના વિશે જાણતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Best Mobiles in India

English summary
Facebook, WhatsApp, and Instagram faced a major outage across the globe, where, users failed to download images and upload new images and new for almost four to five hours on both phones and computers.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X