Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કોઈ હૅક નહીં કરી શકે તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ, બસ આટલું કરો
આજકાલ દરેક બીજો વ્યક્તિ જુદા જુદા સોશિયલ મીડિયા અકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવાને કારણે હવે હેકર્સ પણ એક્ટિવ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ યુઝરને ખ્યાલ પણ ન આવે એ રીતે તેમનું અકાઉન્ટ હેક થઈ જાય છે. હેકર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટ યુઝરનું અકાઉન્ટ હેક કરી લે છે, પછી યુઝર પાસેથી પૈસા માગે છે. એટલે જો તમે પણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમારે આ બધા જ પ્લેટફોર્મ પર રહેલા અકાઉન્ટની સિક્યોરિટીને લઈને સાવચેત રહેવું જોઈએ. એક રિપોર્ટ મુજબ ભારતમાં 2023 સુધીમાં 53 લાખ જેટલા અકાઉન્ટ હૅક થયા છે. જો તમે કેટલાક મુદ્દાનું ધ્યાન રાખશો, તો તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થવાથી બચી શકે છે.
તમારે બધા જ સોશિયલ મીડિયા અકાઉન્ટ સમયાંતરે ચેક કરતા રહેવું જોઈએ. ઘણીવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ ફોન ઉપરાંત અન્ય ડિવાઈસમાં પણ આપણે વાપરતા હોઈએ છીએ. જ્યારે તમે જુદા જુદા ડિવાઈસમાં સોશિયલ મીડિયા અકાઉન્ટ લોગ ઈન કરો, તો લોગ આઉટ કરવાનું ભૂલી જાવ છો. એટલે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમારું અકાઉન્ટ ક્યાં ક્યાં ઓપન છે? અમે તમને જે ટ્રિક જણાવી રહ્યા છીએ, તેનાથી તમે એ પણ જાણી શક્શો કે તમારું અકાઉન્ટ ક્યાં ક્યાં લોગ ઈન છે.

તમારું અકાઉન્ટ ક્યાં ક્યાં લોગ ઈન છે, તે ચેક કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.
સ્ટેપ 2: હવે બોટમ રાઈટ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે ટોપ રાઈટ કોર્નર પર દેખાતા ત્રણ લાઈનવાળા મેન્યુ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે Account Centre પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે Password and Security પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે Where You’re Logged In પર ટેપ કરો.
સ્ટેપ 7: હવે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડીની નીચે તમારું અકાઉન્ટ જે જે ડિવાઈસમાં ખુલ્લુ છે, તે તમામ ડિવાઈસનું લિસ્ટ જોવા મળશે.
સ્ટેપ 8: તમારે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 9: તમે કઈ તારીખે ક્યાં ક્યાં લોગ ઈન કર્યું છે, તે બધી જ ડિટેઈલ્સ આ લિસ્ટમાં દેખાશે.
સ્ટેપ 10: હવે Select Devices to Log Out પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 11: તમે બધા જ ડિવઆઈસ એક એક સિલેક્ટ કરીને લોગ આઉટ કરી શકો છો.
આટલું કરવાથી જ તમારું અકાઉન્ટ માત્ર કરંટ ડિવાઈસમાં જ લોગ ઈન રહેશે.
ધ્યાન રાખો કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંને મેટાના જ એપ છે, એટલે આ સેટિંગ એક જ એપમાં બંને એપ માટે કામ કરે છે. તમે ઈન્સ્ટાગ્રામથી જ ફેસબુકની સિક્યોરિટીનું પણ ધ્યાન રાખી શકે છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications