Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook પોસ્ટ ડિલીટ થઈ ગઈ? તો આ સિમ્પલ સ્ટેપ્સ સાથે કરો રિકવર
ઈન્સ્ટાગ્રામની જેમ ફેસબુક પણ ખૂબ જાણીતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ ફોટોઝ અને વીડિયોઝ શૅર કરવા માટે, ચેટ કરવા માટે, ટેક્સ્ટ પોસ્ટ શૅર કરવા માટે પણ થાય છે. પરંતુ આ પ્લેટફોર્મ પર એવા ઘણા હિડન ફીચર્સ છે, જેના વિશે દરેક યુઝરને ખાસ માહિતી નથી.
આજના આ આર્ટિકલમાં અમે તમને ફેસબૂકના એવા ફીચર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે ઘણા બધા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફીચરની મદદથી તમે ડિલીટ થઈ ગયેલી પોસ્ટને પાછી મેળવી શકો છો. એટલે કે જો તમારા ફેસબુક પ્રોફાઈલમાં કોઈ પોસ્ટ ભૂલથી ડિલીટ થઈ જાય છે, તો તે રિકવર કરી શકાય છે.

ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કોઈ બીજી પોસ્ટ ડિલીટ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ ભૂલ ભૂલમાં બીજી પોસ્ટ ડિલીટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમે ડિલીટ થયેલી પોસ્ટને ફરી પાછી મેળવી શકો છો. તો ચાલો જાણીએ કે ફેસબુક પર ભૂલથી ડિલીટ થયેલી પોસ્ટને તમે ફરીથી રિકવર કેવી રીતે કરી શકો છો.
ફેસબુક પર પોસ્ટ રિસ્ટોર કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારું ફેસબુક અકાઉન્ટ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ફેસબુકમાં તમારા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: પ્રોફાઈલ આઈકન પર ક્લિક કર્યા બાદ તમને ત્રણ ડોટ્સ દેખાશે, આ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે સેટિંગ્સ એન્ડ પ્રાઈવસી પર ક્લિક કરો.
સ્ટેપ 5: Settings and Privacy ઓપ્શનમાં જઈને એકવાર ફરી સેટિંગ્સ ઓપ્શન પર જાવ.
સ્ટેપ 6: હવે અહીં તમને જુદા જુદા ઘણા ઓપ્શન જોવા મળશે, જેમાં તમારે Your Activity સેક્શન પર જવાનું છે.
સ્ટેપ 7: હવે Activity Log પર ક્લિક કરો.
સ્ટેપ 8: આ સેક્શનમાં તમને એ બધી જ પોસ્ટ દેખાશે, જે તમે તાજેતરમાં જ ડિલીટ કરી છે.
સ્ટેપ 9: હવે ડિલીટ કરેલી પોસ્ટ પર ક્લિક કરશો એટલે તમને બાજુમાં Restoreનું ઓપ્શન દેખાશે.
આ રીતે બધા જ સ્ટેપ્સ ફોલો કરીને તમે ભૂલથી ડિલીટ થયેલી પોસ્ટને સરળતાથી રિસ્ટોર કરી શકો છો. આના માટે તમારે અલગથી કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications