Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebookથી કમાવું હવે બન્યું સરળ, Metaએ મોનેટાઈઝેશન પ્રોગ્રામમાં કર્યા ફેરફાર
Metaએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookના મોનેટાઈઝેશન પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કર્યા છે. અત્યાર સુધી કંપની ત્રણ જુદા જુદા ક્રિએટર મોનેટાઈઝેશન પ્રોગ્રામ ચલાવતી હતી. હવે કંપની આ ત્રણેય મોનેટાઈઝેશન પ્રોગ્રામને મર્જ કરવા જઈ રહી છે. કંપનીના આ નવા નિર્ણયનો ફાયદો ક્રિએટર્સને થશે, જે સરળતાથી ફેસબુકથી કમાણી કરી શક્શે.

ત્રણ રીતે કરી શકાય છે કમાણી
હાલ તો ફેસબુક પર ક્રિએટર્સ ત્રણ રીતે કમાણી કરી શકે છે. આ ત્રણ રીતમાં ઈન સ્ટ્રીમ એડ, રીલ એડ અને બોનસ પર્ફોમન્સનો સમાવેશ થાય છે. ત્રણેય રીતની જુદી જુદી રિક્વાયરમેન્ટ છે, સાઈન અપ પ્રોસેસ છે. નવા મોનેટાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત હવે ક્રિએટર્સે એક જ જગ્યાએ સાઈન અપ કરવાનું રહેશે.
ક્રિએટર્સ નથી કરી રહ્યા પૂરતી કમાણી
Metaએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે કંપનીએ ગત વર્ષે પોતાના પ્લેટફોર્મ પર ક્રિએટર્સને રીલ, વીડિયો, ટેક્સ્ટ અને ફોટો પોસ્ટ માટે લગભગ 2 બિલિયન ડૉલરની ચૂકવણી કરી છે. કંપનીનું એ પણ માનવું છે કે ક્રિએટર્સ પ્લેટફોર્મ પરથી પૂરેપૂરી ક્ષમતાથી કમાણી નથી કરી રહ્યા. માત્ર એક તૃતિયાંશ ક્રિએટર્સ જ એકથી વધુ મોનેટાઈઝેશન પ્રોગ્રામનો ફાયદો મેળવી રહ્યા છે.
શું બદલાયું?
નવી મોનેટાઈઝેશન પોલિસી પણ જૂના પ્રોગ્રામની જેમ જ કામ કરશે. તેમાં હવે પર્ફોમન્સ આધારિત પેઆઉટ મોડેલ લવાયું છે. જેને કારણે ક્રિએટર્સ પોતાની રીલ, લોંગ વીડિયોઝ, ફોટો અને ટેક્સ્ટ પોસ્ટ દ્વારા પહેલાની જેમ જ કમાણી કરી શક્શે. સાથે જ મેટા તમામ ક્રિએટર્સને એક ઈનસાઈડ ટેબનું એક્સેસ પણ આપશે, જેનાથી તેઓ અલગ અલગ કન્ટેન્ટ ફોર્મેટ અને પોસ્ટથી થયેલી અર્નિંગને સરળતાથી ટ્રેક કરી શક્શે.
નવા મોનેટાઈઝેશન પ્રોગ્રામ માટે કેવી રીતે અપ્લાય કરશો?
Metaનું નવું મોનેટાઈઝેશન ફીચર હાલ હજી બીટા મોડ પર છે. મેટાએ લગભગ 10 લાખ ક્રિએટર્સ સાથે આ નવા પ્રોગ્રામને ટેસ્ટ કરી રહ્યું છે. શક્ય છે કે આગામી વર્ષ એટલે કે 2025 સુધીમાં બધા જ યુઝર્સ માટે આ પ્રોગ્રામ રોલઆઉટ કરી દેવાશે. બીટા ટેસ્ટિંગ આ જ અઠવાડિયાથી શરૂ થયું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications