iPhone 15 Flipkart પરથી માત્ર 69,999માં ખરીદો, આ છે ઓફર

By Gizbot Bureau
|

જો તમે ગત વર્ષે લોન્ચ થયેલો લેટેસ્ટ આઈફોન 15 ખરીદવા ઈચ્છો છો, તો ફ્લિપકાર્ટ પર આ ફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નવા વર્ષે મળી રહેલા ડિસ્કાઉન્ટમાં ફ્લિપકાર્ટ પર iPhone 15 ખૂબ ઓછી કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ પર આ ફોન ખરીદવા માટે બેન્ક ઓફર્સ પણ અવેલેબલ છે. ચાલો, જાણીએ કે કેવી રીતે તમે લેટેસ્ટ આઈફોન માત્ર 69,999 રૂપિયામાં ખરીદી શકો છો.

iPhone 15 Flipkart પરથી માત્ર 69,999માં ખરીદો, આ છે ઓફર

બેન્ક ડિસ્કાઉન્ટ છે આટલું

ફ્લિપકાર્ટ પર આઈફોન 15ના બધા સ્ટોરેજ વેરિયંટ પર ફ્લેટ 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેને કારણે 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત ઘટીને માત્ર 73,999 રૂપિયા થઈ જાય છે. હવે જો તમારી પાસે Flipkart HDFC બેન્ક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છે, તો તમે બીજું 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જે બાદ આઈફોન 15ની કિંમત ઘટીને માત્ર 69,999 રૂપિયા થઈ જાય છે.

સરળ હપતે પણ ખીદી શકો છો iPhone 15

iPhone 15 તમે 6 મહિનાના સરળ હપતે પણ ખરીદી શકો છો. જેમાં 6 મહિના માટે 11,684 રૂપિયાનો માસિક હપતો આવશે. આ ઉપરાંત HDFC બેન્કના કાર્ડ દ્વારા મળતા ડિસ્કાઉન્ટનો લાભ હપતાથી ખરીદવા પર પણ મળી શકે છે.

સાથે યુઝર્સ iPhone 15 Plus પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ ડિવાઈસને ફ્લિપકાર્ટ પર 82,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. HDFC બેન્કની ઓફર અંતર્ગત iPhone 15 Plusનું 128 જીબી મોડેલ ફ્લિપકાર્ટ પર 79,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે.

જો કે ફ્લિપકાર્ટ પર iPhone 15 Pro અને iPhone 15 Pro Max પર કોઈ ખાસ ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યું. પરંતુ યુઝર્સ અહીં પણ HDFC બેન્ક ઓફરનો યુઝ કરી શકે છે, જે બાદ પ્રો મોડેલ તમે 1,28,99- રૂપિયા અને પ્રો મેક્સ મોડેલ 1,53,990 રૂપિયામાં મેળવી શકો છો.

iPhone 15ની ખાસિયત

iPhone 15ના લોન્ચિંગ સમયે તેની કિંમત 79,990 રૂપિયા રાખવામાં આવી હતી. આ ડિવાઈસ સામાન્ય રીતે એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતના ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ પર 77,990 રૂપિયામાં મળી રહ્યો છે.

iPhone 15માં iPhone 14 કરતા ઘણા ફીચર્સ એડવાન્સ છે. જેમ કે iPhone 15માં ડાયનેમિક આઈલેન્ડ મળે છે. તો ચાર્જિંગ પોર્ટમાં USB-C ટાઈપ પોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ફોન 6.1 ઈંચની XDR OLED સ્ક્રીન ધરાવે છે. iPhone 15 એપલની એ16 બાયોનિક ચિપસેટ પર કામ કરે છે. આ ફોનમાં 12 મેગાપિક્સલના અલ્ટ્રાવાઈ લેન્સની સાતે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ ફોનમાં 3349 mAhની બેટરી છે, જે 20 વૉટના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
Exclusive Discounts on iPhone 15 at Flipkart – Limited Time Offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X