Free Internet: હાઈસ્પીડ ઈન્ટરનેટ વાપરો સાવ મફત, આ કંપની લાવી ઓફર

By Gizbot Bureau
|

એક સમય હતો જ્યારે મોબાઈલ નવા નવા હતા, એટલા મોંઘા હતા કે ખાસ પ્રચલિત નહોતા. પરંતુ ટેક્નોલોજી ક્ષેત્રે આવેલી ક્રાંતિ એવી સ્થિતિ લાવી કે આજે જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ ન હોય તો નવા લાગે. તેના પછી આવેલા ઈન્ટરનેટ અને ખાસ કરીને 4G ઈન્ટરનેટે પણ એવી જ ક્રાંતિ કરી. આજે બાળકો હોય કે વડીલો બધા જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્ટરનેટ વગર નાના નાના કામ પણ થઈ શક્તા નથી. સાથે જ કોરોનાકાળમાં તો ઘરમાં વાઈ ફાઈ લગાવવાનું ચલણ પણ વધ્યું છે. હાલ માર્કેટમાં ઘણી કંપનીઓ ઈન્ટરનેટ સર્વિસ આપી રહી છે. એરટેલ, જીયો, BSNL સિવાય પણ કેટલીક કંપનીઓ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે.

Free Internet: હાઈસ્પીડ ઈન્ટરનેટ વાપરો સાવ મફત, આ કંપની લાવી ઓફર

આવી જ એક કંપની છે એક્સિટેલ બ્રોડબેન્ડ. Excitel Broadband ગ્રાહકો માટે એક જબરજસ્ત સર્વિસ લઈને આવી છે. જે અંતર્ગત ગ્રાહકોને ફ્રીમાં અનલિમિટેડ ઈન્ટરનેટ વાપરવા મળશે. ચાલો જાણીએ કંપની કઈ એવી બમ્પર સ્કીમ લાવી છે, જે ગ્રાહકોને આકર્ષી રહી છે.

માત્ર 4 કલાકમાં સમસ્યાનું સમાધાન

એક્સીટેલ બ્રોડબેન્ડ પોતાના ગ્રાહકોની કોઈ પણ સમસ્યાનું સમાધાન માત્ર 4 કલાકમાં જ કરવાનો દાવો કરી રહી છે. પોતાની ટર્મ્સ એન્ડ કંડીશન્સમાં કંપનીએ લખ્યું છે કે જો 4 કલાકમાં ગ્રાહકની ફરિયાદનો ઉકેલ 4 કલાકમાં ન લાવી શકે તો ગ્રાહકોને એક દિવસ માટે હાઈસ્પીડ ઈન્ટરનેટ સાવ મફતમાં મળશે. આ માટે કંપની ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ નહીં વસુલે.

24 કલાક માટે મફત ઈન્ટરનેટ

કંપનીએ પોતાની પોલિસીમાં કહ્યું છે કે તેઓ પોતાના યુઝર્સને 24 કલાક માટે ફ્રી ઈન્ટરનેટ સર્વિસ આપશે. પરંતુ કંપની પોતાના ગ્રાહકોની સમસ્યાનું સમાધાન સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી જ કરશે. જો તમે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધીમાં ફરિયાદ કરશો, તો કંપની તેનો ઉકેલ 4 કલાકમાં લાવી દેશે. અને જો કંપની આવું ન કરી શકે, તો જ 24 કલાક માટે ફ્રીમાં ઈન્ટરનેટ વાપરવા મળશે.

એક્સિટેલના બ્રોડબેન્ડ પ્લાન પણ છે આકર્ષક

ઉલ્લેખનીય છે કે એક્સીટેલની આ આકર્ષક ઓફર ઉપરાંત તેના બ્રોડબેન્ડ પ્લાન પણ જબરજસ્ત છે. કેટલાક કિસ્સામાં તો એક્સીટેલના આ બ્રોડબેન્ડ પ્લાન બાકીની કંપનીઓને જબરજસ્ત હરિફાઈ આપી રહ્યા છે. ઈન્ટરનેટની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ્સની સર્વિસ પણ એક્સીટેલ ખૂબ જ વ્યાજબી ભાવે પોતાની સર્વિસ આપી રહી છે. એક્સીટેલની ગણના ભારતની સૌથી સારી ઈન્ટરનેટ સર્વિસ આપતી કંપનીઓમાં થાય છે. જેનું સૌથી મોટું કારણ એક્સિટેલ દ્વારા અપાતી ઈન્ટરનેટની સ્પીડ છે.

જો કે સૌથી વિચિત્ર વાત એ છે કે એક્સીટેલની એક પણ સેવા ગુજરાતના એક પણ શહેરોમાં ઉપલબ્ધ નથી. હાલ કંપની ભારતના ગણતરીના શહેરોમાં જ પોતાની સેવા આપી રહી છે. એક્સીટેલના પ્લાન ભારતના દિલ્હી NCR, હૈદરાબાદ, જયપુર, બેંગ્લોર, મુંબઈ, લખનઉ, કાનપુર, પટના, મેરઠ, બરેલી, પ્રયાગરાજ, ઝાંસી, વિશાખાપટ્ટનમ, ગુંટુર, વિજયવાડા, ઉન્નાવ, વારાણસી, ગોરખપુર, નિઝામાબાદ જેવા શહેરોમાં પોતાની સેવા આપી રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Excitel broadband introduces free internet offer for users

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X