Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આવી ગયો 28,000 mAhની જબરજસ્ત બેટરી ધરાવતો ફોન, એકવાર ચાર્જ કરો 90 દિવસ વાપરો
ફોનનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે, કે તેને વારંવાર ચાર્જ કરવો પડે છે. જો તમારે પણ ફોનને વારંવાર ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવી હોય, તો તમારા માટે માર્કેટમાં એક જબરજસ્ત ફોન આવી ચૂક્યો છે. ટેક બ્રાન્ડ Energizer દ્વારા એક એવો ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, જે એક વખતના ચાર્જિંગમાં 90 દિવસ સુધીની બેટરી બેકઅપ આપે છે.
આ ઉપરાંત પણ ફોનમાં ઘણી એવી ખૂબી છે, જે ફોનને ખાસ બનાવે છે. ચાલો જાણીએ કે ફોનની કિંમત કેટલી છે અને તેના સ્પેસિફિકેશન્સ શું છે.

Energizer કંપનીનો P28K ફોન વારંવાર ચાર્જિંગ કરવાની સમસ્યાનો અંત લાવી દેશે. આ ફોનમાં 28,000 mAhની જંબો બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આટલી મોટી બેટરીને કારણે આ પોન એક જ ચાર્જમાં 94 દિવસ સુધી એટલે કે ત્રણ મહિના સુધી સ્ટેન્ડબાય બેકઅપ આપી શકે છે. આ ઉપરાંત આ ફોન સિંગલ ચાર્જમાં 122 કલાકનો ટૉકટાઈમ આપી શકે છે.
Energizer P28Kના સ્પેસિફિકેસન્સ
- આ અનોખા ફોનમાં 6.78 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે મળે છે.
- પર્ફોમન્સ માટે આ ફોનમાં Energizer P28K મીડિયાટેક હીલિયો જી99 ચિપસેટ આપવામાં આવી છે. જે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.
- બેક પેનલમાં 60 મેગાપિક્સલની સાથે 2 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.
- પાણી અને ધૂળ માટે આ ફોનને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે.
Energizer P28Kની કિંમત
આ ફોનની કિંમતની વાત કરીએ તો તેને 249.99 યુરોમાં લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે ભારતીય રૂપિયામાં તેની કિંમત 22,488 હજાર રૂપિયા થવા જાય છે. તમને એ પણ જણાવી દઈએ કે આ કંપની પોતાના ફોન ભારતમાં નથી વેચતી, એટલે ભારતમાં આ પોન લોન્ચ થવાની શક્યતા નહિવત્ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications