Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Starlinkની ભારતમાં થઈ રહી છે ખૂબ ચર્ચા, જાણો કેવી રીતે કરે છે કામ
ભારતીય માર્કેટમાં હાલ સ્ટારલિંકની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સ્ટારલિંક એક સેટેલાઈટ સર્વિસ આપતી કંપની છે, જેની માલિકી એલન મસ્કની છે. જો કે હજી પણ ઘણા એવા લોકો છે, જેને સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ વિશે ખૂબ ઓછી માહિતી છે. ઘણાબધા લોકોને એ ખ્યાલ નહીં હોય કે આ સર્વિસ કેવી રીતે કામ કરે છે. આ આર્ટિકલમાં અમે તમને એ સમજાવીશું કે આ બ્રાન્ડ શું છે અને કેવી રીતે કામ કરે છે.

સ્ટારલિંક શું છે અને કેવી રીતે કામ કરે છે?
સ્ટારલિંક લોઅર અર્થ ઓર્બિટમાં હજારો નાના સેટેલાઈટ્સના ગ્રુપ દ્વારા ઈન્ટરનેટ સર્વિસ આપે છે. ટ્રેડિશનલ બ્રોડબેન્ડ સેવાના બદલે સ્ટારલિંક કેબલ કે પછી મોટા સેટેલાઈટ્સ પર આધારિત નથી. પરંતુ તેના બદલે સ્ટારલિંક સેટેલાઈટ્સ વચ્ચે કમ્યુનિકેશન માટે લેઝરનો ઉપયોગ કરે છે, જેનાથી ગ્રાઉન્ડ સ્ટેશન પરનો આધાર ઓછો થઈ જાય છે અને લો લેન્ટસી તેમજ હાઈ સ્પીડ મળે છે.
સ્પેસએક્સ કથિત રીતે વધતી માંગને પૂરી કરવા માટે, કનેક્ટિવિટી અને સ્પીડ વધારવા માટે પોતાના સેટેલાઈટ નેટવર્કને 42000 યુનિટ્સ સુધી એક્સપાન્ડ કરવાની તૈયારી કરી રહ્યું છે.
સ્ટારલિંક સર્વિસ વાપરવાની શરૂઆત કેવી રીતે કરવી?
ગાઈડન્સ મેળવવા માટે સ્ટારલિંક એપનો ઉપયોગ કરવાનો છે અને તેને ઈન્સ્ટોલ કરવા માટે તમારે પ્રોફેશનલ વ્યક્તિની મદદની જરૂર પડશે. પરંતુ તેની પહેલા એ ચેક કરવું પડશે, કે તમારા વિસ્તારમાં સ્ટારલિંકની સર્વિસ અવેલેબલ છે કે નહીં.
કેમ સ્ટારલિંક બીજા પ્રોવાઈડર કરતા વધારે સારું?
સ્ટારલિંક અંતરિયાળ વિસ્તારોમાં પણ પોતાની સર્વિસ આપી શકે છે, જેને કારણે તે બીજા પ્રોવાઈડર કરતા જુદુ પડે છે. ખાસ કરીને જ્યાં ટ્રેડિશનલ ઈન્ટરનેટ છે જ નહીં કે ધીમું છે, ત્યાં સ્ટારલિંક કારગત નીવડે છે. જો કે સ્ટારલિંક ફાઈબર ઓપ્ટિક સ્પીડની બરાબરી નથી કરી શક્તું. પરંતુ સ્ટારલિંક સેટેલાઈટ કવરેજ અને લોકેશનના આધારે કેટલાક વિસ્તારોમાં 150 Mbpsથી લઈને 264 Mbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ આપી શકે છે.
આ સર્વિસ એવા યુઝર્સ માટે ખાસ છે, જે ઓછા સર્વિસવાળા એરિયા જેમ કે ગામડા, અંતરિયાળ વિસ્તાર, જંગલ કે રણમાં છે. રિમોટ વર્કર્સ, ટ્રાવેલર્સ ટ્રેકર્સ માટે આ સર્વિસ ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
સબસ્ક્રિપ્શન બેનિફિટ્સ
સ્ટારલિંક કોઈ પણ લોંગ ટર્મ કોન્ટ્રાક્ટની અનમેચ્ડ ફ્લેક્સિબિલિટી આપવાનો દાવો કરે છે. જે લોકો તેમની સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરે છે, તે જરૂર પ્રમાણે પ્લાન પોઝ કરી શકે છે, જરૂર પ્રમાણે શરૂ કરી શકે છે અને સ્વિચ પણ કરી શકે છે. આ ઉપરાંત કંપની 30 દિવસની ફ્રી ટ્રાયલ અને ફૂલ રિફંડ પોલિસી રિસ્ક ફ્રી એક્સપિરિયન્સ આપે છે. હાલ સ્ટારલિંક માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં જ અવેલેબલ છે. ભારતમાં તેના રેગ્યુલેટરી અપ્રૂવલ્સ હજી પેન્ડિંગ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications