Vine Appને પાછી લાવવા ઈચ્છે છે એલન મસ્ક, જાણો કેવી છે એપ?

By Gizbot Bureau
|

ટ્વિટરના નવા માલિક એલન મસ્ક પાસે ટ્વિટરને ફરી પુનર્જિવીત કરવા માટે અને એપને આર્થિક રીતે વધારે સદ્ધર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ તૈયાર છે. સૌથી પહેલા તો એલન મસ્કે બ્લૂ ટિક માટે ચાર્જ વસુલવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી ટ્વિટરને સારી એવી કમાણી થશે.

Vine Appને પાછી લાવવા ઈચ્છે છે એલન મસ્ક, જાણો કેવી છે એપ?

હવે મળતી માહિતી પ્રમાણે ટ્વિટર વાઈન એપને પાછળી લાવવા પર પણ વિચાર કરી રહ્યું છે. ટ્વિટરે વાઈનને 2012માં ખરીદી હતી, પરંતુ 2016માં કંપનીએ પોતાની આ સર્વિસ બંધ કરી દીધી હતી. હજી સુધી તો વાઈન એપને ફરી રોલાઉટ કરવા માટેની તારીખ અંગે ખુલાસો નથી થયો, પરંતુ એલન મસ્ક આ વાઈન એપ દ્વારા ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા જાયન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને હરિફાઈ આપવાનું લક્ષ્ય સેવી રહ્યા છે.

શું છે Vine App?

Vine એક સ્માર્ટફોન એપ હતી, જેમાં યુઝર 6 સેકન્ડ લાંબી વીડિયો ક્લિપ બનાવી શક્તા હતા. આ એપની સ્થાપના જૂન, 2012માં થઈ હતી અને ટ્વિટરે તે જ વર્ષના ઓક્ટોબર મહિનામાં આ એપ ખરીદી લીધી હતી. આ એપ યુવાન યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ એપ શરૂઆતમાં MMA ફાઈટર લોગન પૉલ, ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અમાન્ડ સેર્ની અને સિંગર શૉન મેન્ડેસ જેવા ફેમસ સેલેબ્સ યુઝ કરતા હતા.

2012ની શરૂઆતમાં વાઈન લોકપ્રિય થવાના કારણોમાંથી એક કારણ હતું કે સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા લોન્ચ થયા હતા. જેના દ્વારા યુઝર્સ પોતાની જાતનો જ વીડિયો બનાવી શક્તા હતા. આ એપનો ઈન્ટરફેસ પણ ખૂબ જ સરળ હતો. જેને કારણે યુઝર્સ એક નિયત સમય મર્યાદામાં કન્ટેન્ટ બનાવી શક્તા હતા. આ જ વાતને કારણે એપ લોકપ્રિય થઈ હતી.

કેમ બંધ થઈ વાઈન એપ

સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સની ગળાકાપ હરિફાઈ અને મેનેજમેન્ટ ક્ષેત્રેની સમસ્યાઓની વાઈન એપ પર અસર પડી હતી. ટૂંકા ગાળામાં ટ્વિટરના વરિષ્ઠ અધિકારીઓ બદલાવાને કારણે કંપનીની પોલિસી બદલાઈ રહી. એમાંય 2014માં વાઈન એપના કો-ફાઉન્ડર ડોમ ડૉફમેને પણ પોતાના સ્ટાર્ટ અપ માટે વાઈન એપ છોડી દીધી હતી.

નિષ્ણાતોનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામે આપેલા લાંબા વીડિયો કોન્ટેન્ટ બનાવવાની સુવિધાને કારણે વાઈન પોતાના યુઝર્સને જાળવી ન શકી. જ્યારે વાઈને પોતાના પ્લેટફોર્મ પર વીડિયોની સમય મર્યાદા વધારવાની શરૂઆત કરી, ત્યાં સુધીમાં તો મોડુ થઈ ચૂક્યુ હતું. પરિણામે ઓક્ટોબર 2016માં ટ્વિટરે પોતાની આ સર્વિસ પર પડદો પાડી દીધો.

મસ્ક કેમ Vine ફરી શરૂ કરી રહ્યા છે?

જો વાઈન ફરીવાર અસરકારક સાબિત થાય તો ટ્વિટરને પોતાના કેટલાક વફાદાર યુઝર્સ પાછા મળી શકે છે. જેટલા વધારે યુઝર એનો અર્થ છે કે જાહેરાતો માટે વધારે રીચ. જેને કારણે એલન મસ્ક વધારે કમાણી કરી શખી છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ મસ્કે ટ્વિટરના એન્જિનિયર્સને વાઈન રિબૂટ પર કામ કરવા માટે કહ્યું છે, અને એપ 2022ના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Elon Musk Can Revive Wine To Make Twitter More Exiting

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X