Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Twitterની મદદથી હવે થશે ડૉલરમાં ‘ડબલ’ કમાણી, મસ્કની જાહેરાત
જો તમે પણ ટ્વિટરનો ઉપયોગ કરો છો, તો તમારા માટે સારા સમાચાર છે. ટ્વિટરે હવે યુઝર્સને પ્રોફાઈલ પેજ વ્યુઝના હિસાબે પણ પૈસા મળશે. આ વાતની જાહેરાત ખુદ ટ્વિટરના માલિક એલન મસ્કે કરી છે. આ પહેલા ટ્વિટરે વેરિફાઈડ ક્રિએટર્સ માટે એડ્ઝ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જે મુજબ ટ્વિટર પોતાના પેઈડ યુઝ્સને જાહેરાતના બદલે પૈસા આપશે. હવે યુઝર્સ પ્રોફાઈલ પેજ વ્યુઝના હિસાબે પણ એડ રેવન્યુનો હિસ્સો મેળવી શક્શે.

ક્રિએટર્સને હવે ટ્વિટર કરાવશે ડબલ કમાણી
એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યું છે કે હવે યુઝર્સ તેમની પ્રોફાઈલ પર આવતા વ્યુઝને આધારે પ્રોફિટનો હિસ્સો મેળવી શક્શે, જેને કારણે પેઆઉટ ડબલ થઈ જશે. પરંતુ પ્રોફાઈલ પેજ વ્યુઝ કાઉન્ટ માત્ર વેરિફાઈડ યુઝર્સના જ ગણવામાં આવશે.
જો કે, તમને જણાવી દઈએ કે લોકપ્રિય માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના આ ફીચરનો ફાયદો એ જ ક્રિએટર્સ લઈ શક્શે, જેમણે ટ્વિટર બ્લૂનું સબસ્ક્રિપ્શન લીધું છે.
આ પહેલા કરી હતી એડ્ઝ રેવન્યુ પ્રોગ્રામની જાહેરાત
ટ્વિટર આ પહેલા પોતાના ક્રિએટર્સને તેમના પોસ્ટના રિપ્લાયમાં આવેલી એડ્ઝની રેવન્યુ શૅર કરવાની પણ જાહેરાત કરી ચૂક્યુ છે.
ટ્વિટરનો એડ્ઝ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામ
રેવન્યુ શેરિંગ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ક્રિએટર્સે ટ્વિટર બ્લૂનું સબસ્ક્રિપ્શન લેવું પડશે, અથવા તો સત્તાવાર રીતે વેરિફાઈડ થવું પડશે. આ ઉપરાંત ક્રિએટરે છેલ્લા ત્રણ મહિનામાં કરેલી દરેક પોસ્ટ પર ઓછામાં ઓછી 50 લાખ ઈમ્પ્રેશન્સ હોવી જરૂરી છે. સાથે જ ક્રિએટર્સ પાસે સ્ટ્રાઈપ પેમેન્ટ અકાઉન્ટ હોવું પણ જરૂરી છે.
આ એડ્ઝ રેવન્યુ પ્રોગ્રામ માટે અરજી કરનાર યુઝર્સે એક અઘરી હ્રુમન વેરિફિકેશન પ્રોસેસ પણ સફળતાપૂર્વક પાસ કરવી પડશે. આ પ્રોસેસ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે એવા ક્રિએટર્સ જે માપદંડોને પૂર્ણ કરે છે, અને ટ્વિટરની ઈકો સિસ્ટમમાં સકારાત્મક યોગદાન આપે છે, તેવા યોગ્ય ક્રિએટર્સ જ રેવન્યુ શેરિંગ પ્રોગ્રામનો ભાગ બની શકે છે.
10,000 ડૉલર્સ સુધીની થઈ શક્શે કમાણી
ઘણા હાઈ પ્રોફાઈલ યુઝર્સે તેમને ટ્વિટર દ્વારા થયેલી કમાણી અંગે માહિતી શૅર કરી છે, જેમાંથી કેટલાક હજારથી 10 હજાર ડૉલરની કમાણી સુધઈનો દાવો કર્યો છે. આ ગિફ્ટ યુઝર્સના ટ્વિટના જવાબમાં દર્શાવવામાં આવેલી જાહેરાતો પર આધારિત છે. એલન મસ્કના કહેવા પ્રમાણે ક્રિએટર્સને સૌથી પહેલા પૈસા ચૂકવવા માટે કંપની 5 મિલિયન ડૉલર ફાળવી રહી છે, જે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થશે. મસ્કે ગત મહિને જ કહ્યું હતું કે ટ્વિટર પોતાના ક્રિએટર્સના ટ્વિટના જવાબમાં દેખાતી એડ્ઝ માટે ચૂકવણી કરવાની શરૂ કરશે.
Threads આપી રહ્યું છે ટક્કર
ઉલ્લેખનીય છે કે માર્ક ઝકરબર્ગની કંપની મેટાએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ થ્રેડ્ઝ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મને ટ્વિટરના વિક્લ્પ તરીકે જોવાઈ રહ્યું છે. લોન્ચ થયા બાદ થ્રેડ્ઝ સૌથી ઝડપથી યુઝ થનાર એપ બની ચૂકી છે. કારણ કે લોન્ચના પહેલા 5 દિવસમાં જ થ્રેડ્ઝના 100 મિલિયન કરતા વધારે યુઝર્સ રજિસ્ટર્ડ થયા છે.
આ ઉપરાંત લોન્ચ થયાના એક સપ્તાહમાં જ થ્રેડ્ઝે 10 કરોડ સાઈન અપનો આંકડો પાર કર્યો છે. થ્રેડ્ઝની પોપ્યુલારિટીને જોતા લાગી રહ્યું છે કે ટ્વિટર યુઝર્સ અને ક્રિએટર્સને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યું છે. એટલે યુઝર્સને પૈસા આપીને આકર્ષવા માટે એડ્ઝ રેવન્યુ પ્રોગ્રામની શરૂઆત કરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications