Electricity Bill Scam: આ SMS આવે તો ચેતજો, લાઈટબિલના નામે છેતરાઈ જશો

By Gizbot Bureau
|

દુનિયા ડિજિટલ બની રહી છે, ત્યારે હવે છેતરપિંડી કરનારા તત્વો પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર નવી નવી રીતો અપનાવી રહ્યા છે. લોકોને છેતરવા માટે આવા ફ્રોડસ્ટર્સ રોજ નવા નવા રસ્તા શોધી લાવે છે. તાજેતરમાં આવું જ એક લાઈટબિલ સ્કેમ સામે આવ્યું છે. જેમાં તમારી ઈલેક્ટ્રિસિટી કાપી નાખવાનો ડર બતાવીને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવે છે. ફ્રોડસ્ટર્સ આ માટે SMS કે પછી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

Electricity Bill Scam: આ SMS આવે તો ચેતજો, લાઈટબિલના નામે છેતરાઈ જશો

શું છે ઈલેક્ટ્રિસિટી બિલ સ્કેમ?

સામાન્ય રીતે ઉનાળામાં વિજળીની માંગ જબરજસ્ત વધી જાય છે. ખાસ કરીને એસીનો ઉપયોગ વધે છે. ફ્રોડસ્ટર્સ બરાબર આ જ મુદ્દાનો ઉપયોગ કરીને લોકોને જુદી જુદી રીતે લલચાવીને કે ડરાવીને પૈસા પડાવી રહ્યા છે. ફ્રોડસ્ટર્સ આ માટે તમને ખોટા બિલ દર્શાવીને પૈસા ભરવાનું જણાવે છે. અને જો તમે પૈસા ભરો તો તે આવા ઓનલાઈન લૂંટેરાઓના ખાતામાં જમા થઈ જાય છે.

આ માટે સ્કેમર્સ તમને એક એવો SMS મોકલે છે, જેમાં લખવામાં આવે છે, કે જો તમે તાત્કાલિક બિલ ન ભર્યું તો તમારુ વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. આ વાતને સાચી લાગે તેવી દર્શાવવા માટે તેઓ SMS આવ્યાના બીજા દિવસની અથવા તો કેટલાક કલાકો બાદની ડેડલાઈન આપે છે. જો તમે ટ્વિટર પર Electricity Bill Scam સર્ચ કરશો તો આવા મેસેજિસના ઢગલાબંધ ઉદાહરણો મળશે.

ફ્રોડસ્ટર્સ તમને છેતરવા માટે તમે આ SMS ઓથેન્ટિક છે કે નહીં તે ચકાસી શકો તે માટે એક ખોટો નંબર પણ મોકલે છે. તો કેટલાક કિસ્સામાં જો તમે સમયસર લાઈટબિલ ભરશો તો તમને સારી એવી રકમનું ડિસ્કાઉન્ટ મળશે, તેવી લાલચ આપીને પણ છેતરપિંડી આચરવામાં આવે છે.

Electricity Bill Scam કરનારાને આ રીતે ઓળખો

વીજ બિલના નામે પૈસા પડાવનાર લોકો જો તમને કોલ કે મેસેજ કરશે, તો તેઓ ખોટી ખોટી ઉતાવળ દર્શાવે છે. તેઓ તમને તાત્કાલિક બિલ ભરવા આદેશ આપતા હોય તેવી રીતે વાત કરે છે. વાત કરતી વખતે તેઓ લોકલ ઈલેક્ટ્રિસિટી પ્રોવાઈડર તરફથઈ બોલતા હોવાનું જણાવે છે. સાથે જ તમારું છેલ્લું બિલ પણ ન ભરાયું હોવાની વાત કરીને તમને ડરાવે છે. જો તમે બિલ નહીં બરો તો તમારું વીજ કનેક્શન કાપી નાખવાનું કહીને તમને ડરાવે છે.

બસ આટલું ધ્યાન રાખો, અને ફસાવાથી બચો.

પહેલી સ્થિતિ

તેઓ ફોન કરીને તમારું વીજ કનેક્શન કાપી નાખવાની વાત કરી તમને ડરાવશે.

બીજી સ્થિતિ

તમારા બિલ અંગેની બધી જ ડિટેઈલ્સ તેમની પાસે નહીં હોય, એટલે તેઓ કોઈ પણ અમાઉન્ટ બોલીને વાત કરશે.

ત્રીજી સ્થિતિ

તેઓ વારંવાર તમને ઓનલાઈન બિલ ભરવા માટે માગ કરશે. આ માટે તેઓ તમને UPI, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરવાનું કહેશે.

આવા કિસ્સામાં મોટા ભાગના એવા લોકો શિકાર બને છે, જેમને ઈન્ટરનેટ વાપરતા ખાસ નથી આવડતું, જેઓ પ્રોઢાવસ્થામાં છે.

આવો ફોન કે મેસેજ આ તો શું કરશો?

જો કોઈ વ્યક્તિ તમને SMS કરીને વીજ કનેક્શન કાપી નાખવાની વાત કરે છે, તો આવા મેસેજ ઈગ્નોર કરો. જો આવા ઓનલાઈન ફ્રોડસ્ટર્સ તમને ફોન કરીને બિલ બાકી છે, વીજ કનેક્શન કાપવાની ધમકી આપે છે, તો તેમની વાતોમાં ન આવો. આ માટે તમે તમારા વીજળી પ્રોવાઈડરની ઓફિસમાં સંપર્ક કરીને વાતને કન્ફર્મ કરી શકો છો. તમે જ્યાં બિલ ભરો છો, તે સ્થળ પર જઈને પણ તમે તમારું બિલિંગ સ્ટેટસ ચકાસી શકો છો.

સાવધાન રહો. ફ્રોડથી બચો.

Best Mobiles in India

Read more about:
English summary
Electricity Bill Scam In India: What Is It And How To Stay Safe From Fruadsters?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X