આ ગુગલ એપ ને ડાઉનલોડ કરી અને રૂ. 9000 કમાવ

|

ગૂગલે એક કેશ રિવર્ડ પ્રોગ્રામ કે જેમાં એક એપ લોન્ચ કરવા માં આવી છે તેને ઇન્ડિયા ની અંદર લોન્ચ કરેલ છે.

આ ગુગલ એપ ને ડાઉનલોડ કરી અને રૂ. 9000 કમાવ

ભારતીલ લોકો માત્ર ગુગલ ડ્યુઓ એપ ને ઇન્સ્ટોલ કરી અને રૂ. 9000 કમાઈ શકે છે. અને તેમણે પોતાના મિત્રો ને આ એપ રીકમૅન્ડ કરવી પડશે.

અને આ પ્રોગ્રામ સાથે કૈક ટર્મ્સ અને કન્ડિશન પણ જોડવા માં આવી છે.

તેના વિષે જાણવા માટે નીચે વાંચો.

ગુગલ ડ્યુઓ એપ રીવોર્ડ પ્રોગ્રામ: રૂ. 9000 કમાવ

ગુગલ ડ્યુઓ રીવોર્ડ પ્રોગ્રામ કે જેને શરૂઆત માં ફિલિપાઇન્સ માં લોન્ચ કરવા માં આવેલ હતો હવે તે જ પ્રોગ્રામ ને ઇન્ડિયા માં પણ લોન્ચ કરવા માં આવેલ છે.

પ્રક્રિયા ખુબ જ સરળ છે.

તમારા સ્માર્ટફોન પર ગુગલ ડ્યુઓ એપ ને ઇન્સ્ટોલ કરો

પ્રથમ કોલ કરો

અને ગુગલ તમારા એકાઉન્ટ ની અંદર સીધું કેશ રીવોર્ડ નાખી દેશે

અને આ કેશ રીવોર્ડ ની સાથે તેમાં ડેટા રીવોર્ડ પણ આપવા માં આવશે.

તમે તમારા મિત્રો ને આ એપ નો ઉપીયોગ કરવા માટે રીફર કરી શકો છો. અને એક વખત તેઓ એ તેનો ઉપીયોગ કરી અને પોતાનો પ્રથમ કોલ કરશે એટલે તમને ડેટા રીવોર્ડ અથવા કેશ રીવોર્ડ આપવા માં આવશે, અમુક રિપોર્ટ્સ ના જણાવ્યા અનુસાર તમને અને તમારા મિત્ર બંને ને રૂ. 1000 નું સ્ક્રેચ કાર્ડ આપવા માં આવશે.

આ ઓફર માટે ટર્મ્સ અને કન્ડિશન

આ કેશ રીવોર્ડ ઓફર અત્યારે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. અને જો તમે એક એપલ યુઝર્સ હો અને તમે તમારા કોઈ એન્ડ્રોઇડ યુઝર્સ ને રીફર કરો છો, તો જ તમારા એન્ડ્રોઇડ મિત્ર ને રીવોર્ડ આપવા માં આવશે.

અને આ વસ્તુ માટે એપ માટે તમારો ફોન નંબર નવો હોવો જોઈએ, અને તે નંબર પહેલા ગુગલ ડ્યુઓ ને ઇન્સ્ટોલ કરવા માટે વાપરવા માં ન આવેલો હોવો જોઈએ. અને રિફરલ બોનસ મેળવવા માટે તમારા મિત્ર નો નંબર પણ નવો જ હોવો જોઈએ.

અને કેશ રિવોર્ડ્સ મેળવવા માટે તમારે ગુગલ ની UPI સેવા ગુગલ પે એપ ને ઇન્સ્ટોલ કરવી પડશે. અને આના પર થી ગુગલ બંને ગુગલ ડ્યુઓ અને ગુગલ પે બંને એપ ને પ્રમોટ કરી રહી છે.

તામિલનાડુ ના રહેવાશીઓ આ ઓફર માટે એલિજિબલ નથી. કેમ કે તમિલનાડુ પુરસ્કાર યોજના (પ્રતિબંધ) કાયદો 1979 ત્યાં આવા કોઈ પ્રમોશન ને કરતા અટકાવે છે.

દરેક યુઝર્સ એક વર્ષ ની અંદર 30 રેફરલ એવોર્ડ્સ મેળવી શકે છે.

ટૂંક માં આ ઓફર દ્વારા યુઝર્સ રૂ. 9000 સુધી કમાઈ શકે છે. જો બધી જ ટર્મ્સ અને કન્ડિશન પુરી કરવા માં આવશે તો.

ગૂગલ ડ્યૂઓ 2016 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે એપલથી સ્કાયપે અને ફેસ ટાઇમ માટે જોખમી હતું. પરંતુ ઘણા કારણોસર, એપ સ્ટીમ પસંદ કરી શક્યો નહીં. આશા છે કે, આ રોકડ પુરસ્કાર કાર્યક્રમ ઉપયોગની નવી તરંગને ઉત્તેજીત કરશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Install This Google App & Earn Rs 9000 - Make Money Online Via Google!

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X