Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Drone વાપરતા પહેલા જાણી લેજો નિયમ, નહીં તો થઈ જશે લાખોનો દંડ
દિવાળી આવી ચૂકી છે, ચારે તરફ સેલિબ્રેશનનો માહોલ બની ચૂક્યો છે. દરેક રસ્તાઓ પર લાઈટિંગની સાથે સાથે શણગાર થઈ રહ્યા છે. પરંતુ, હવે લોકો રોશનીની સાથે સાથે કંઈક નવું કરવાની પણ ઈચ્છા રાખતા હોય છે. ખાસ કરીને લાઈટિંગ થાય, ત્યારે કેટલાક લોકો ડ્રોન ઉડાડીને તેનો સુંદર વીડિયો રેકોર્ડ કરતા હોય છે. જો તમે પણ દિવાળી અને ધનતેરસની ખાસ મોમેન્ટ્સનું ડ્રોન શૂટ કરવા ઈચ્છો છો, તો તમારે તેના નિયમ માનવા જરૂરી છે. ડ્રોન ઉડાડવા કોઈ સામાન્ય વાત નથી. ડ્રોન વાપરતા પહેલા તમારે કેટલાક નિયમો અને કાયદાનું પાલન કરવું જરૂરી છે. જો તમે આ નિયમો તોડો છો, તો તમારે એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

ડ્રોન ઉડાડતા પહેલા જાણી લો આ નિયમો
જો તમારી પાસે ડ્રોન છે, કે પછી તમે ડ્રોન દ્વારા શૂટિંગ કરવા ઈચ્છો છો, તો તમારે ડ્રોન વાપરવાના આ નિયમો જરૂર જાણી લેવા જોઈએ.
ડ્રોનનું રજિસ્ટ્રેશન
ભારતમાં ડ્રોન ઉડાડવા માટે ડ્રોનનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તેના માટે તમારે ઓનલાઈન પોર્ટલ DigitalSky પર જઈને અરજી કરવાની છે.
ડ્રોન એક્નોલેજમેન્ટ નંબર
ડ્રોનના રજિસ્ટ્રેશન બાદ તમને એક ડ્રોન એક્નોલેજમેન્ટ નંબર મળશે. આ નંબર તમારે ડ્રોનની સાથે રાખવો ફરજિયાત છે. આ ડ્રોનનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે.
જીયો ફેસિંગ
ભારતની એરસ્પેસ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. આ ત્રણેય ઝોનમાં ડ્રોન ઉડાડવાની શરતો જુદી જુદી છે, જે તમારે જાણવી જરૂરી છે.
રિમોટ પાઈલટ લાઈસન્સ
ડ્રોન ઉડાડતા પહેલા તમારે રિમોટ પાઈલટ લાઈસન્સ લેવું પણ જરૂરી છે. આ લાઈસન્સ ટ્રેનિંગ પૂરી કરીને, ટેસ્ટ પાસ કર્યા બાદ જ મળે છે.
ક્યાં નથી ઉડાડી શક્તા ડ્રોન?
ગ્રીન ઝોન
આ એક એવો એરિયા છે, જ્યાં તમે બીજી કોઈ પણ પરમિશન વગર ડ્રોન ઉડાડી શકો છો. પરંતુ તેનીય કેટલીક મર્યાદા છે. આ એરિયામાં તમે 400 ફૂટથી લઈને 120 મીટર સુધીની ઉંચાઈએ ડ્રોન ઉડાડી શકો છો. જો તેનાથી વધારે ઉંચાઈ પર ડ્રોન ઉડાડવું છે, તો તમારે સંબંધિત ઓથોરિટીથી પરમિશન લેવી પડશે.
યલો ઝોન
આ એરસ્પેસમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. જો તમારે અહીં ડ્રોન ઉડાડવું છે, તો તમારે એર ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટી પાસેથી પરમિશન લેવાની છે. કોઈ પણ એક્ટિવ એરપોર્ટના 8થી 12 કિલોમીટરનો વિસ્તાર યલો ઝોનમાં આવે છે.
રેડ ઝોન
આ એવો વિસ્તાર છે, જ્યાં ડ્રોન ઉડાડવા પર આકરા પ્રતિબંધ છે. આ અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોય છે, જેમ કે મિલિટ્રી બેઝ વગેરે. અહીં ડ્રોન ઉડાડવા માટે માત્ર કેન્દ્ર સરકાર જ પરમિશન આપે છે.
જો તમે ડ્રોન વાપરો છો, ડ્રોનથી શૂટ કરો છો, તો તમારે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો ડ્રોનના નિયમો તોડ્યા તો તમારા પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તમે ડ્રોનને લગતી બધી જ અરજી ડિજિટલસ્કાય પોર્ટલ પર કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
