આ નવો વાઈરસ ચોરી લેશે તમારી બેન્ક, ક્રેડિટ કાર્ડ ડિટેઈલ્સ, રહો સાવચેત

By Gizbot Bureau
|

ઈન્ટરનેટની દુનિયામાં વાઈરસ સૌથી મોટો વિલન છે. હવે ડ્રિનિક એન્ડ્રોઈડ ટ્રોજન વાઈરસનું નવું વર્ઝન સામે આવ્યું છે, જે તમારી મહત્વની ખાનગી ખાસ કરીને બેન્કની માહિતી ચોરી શકે છે. ડ્રિનિક એક જૂનો માલવેર વાઈરસ છે, જે 2016થી સતત ચર્ચામાં છે. ભારત સરકારે પણ એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ માલવેર બાબતે ચેતવણી જાહેર કરી હતી. આ વાઈરસ ઈન્કમ ટેક્સ રિફંડ જનરેટ કરવાના નામથી યુઝર્સની ખાનગી માહિતી ચોરે છે. હવે સાઈબર સિક્યોરિટી દ્વારા આ જ માલવેરના વધુ એક વર્ઝનને શોધી કાઢવામાં આવ્યો છે, જે ખાસ કરીને ભારતીય યુઝર્સ અને 18 ભારતીય બેન્કના યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યા છે.

આ નવો વાઈરસ ચોરી લેશે તમારી બેન્ક, ક્રેડિટ કાર્ડ ડિટેઈલ્સ, રહો સાવચેત

નવો ડ્રિનિક એન્ડ્રોઈડ બેન્કિંગ ટ્રોજન

ડ્રિનિક માલવેરનું એક નવું વર્ઝન સામે આવ્યું છે, જે SMSની સાથે APK ફાઈલ મોકલીને યુઝર્સને ટાર્ગેટ કરે છે. આ કૌભાંડમાં iAssist નામની એક એપ સામેલ છે. એકવાર યુઝર્સ પોતાના એન્ડ્રોઈડ ફોન પર આ એપ ઈન્સ્ટોલ કરી લે, તે બાદ એપ કેટલાક કામો માટે યુઝર્સ પાસે પરમિશન માગે છે. જેમાં SMS મેળવવાની, વાંચવાની, મોકલવાની અને કોલ લોગ વાંચવાની પરમિશન સામેલ છે.

એક વાર યુઝર આ પરમિશન આપે કે એપ યુઝર્સને જણાવ્યા વિના કેટલાક કામો કરવા લાગે છે. જેમાં એપ નેવિગેશન જેસ્ચર, રેકોર્ડ સ્ક્રીન અને કી પ્રેસને કેપ્ચર કરવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. એટલે કે તમે તમારી સ્ક્રીન પર જે પણ કામ કરો છો, એ બધું જ આ એપ રેકોર્ડ કરે છે. જે તમારી પ્રાઈવસીનો ભંગ છે.

આ રીતે થાય છે છેતરપિંડી

જેવી એપને પરમિશન મળી જાય છે કે તરત જ આ એપ ફિશિંગ પેજ લોડ કરવાના બદલે વેબવ્યૂમાં ભારતીય આવક વેરા વિભાગની વેબસાઈટ ઓપન કરે છે. આ વેબસાઈટ બિલકુલ સત્તાવાર છે, જ્યારે એપ યુઝર્સ લોગિન કરવા માટે ક્રેડેન્શિયલ્સ ઈનપુટ કરે કે ત્યારે જ સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા આ એપ બધું જ રેકોર્ડ કરી લે છે. બસ આટલું જ નહીં, જ્યારે યુઝર્સ લોગ ઈન કરે કે સ્ક્રીન પર એક ડુપ્લીકેટ ડાઈલોગ બોક્સ ઓપન થાય છે, જેમાં કહેવામાં આવે છે કે ટેક્સ એજન્સી દ્વારા કોઈ ભૂલ થઈ છે, જેન કારણે યુઝરને 57,100 રૂપિયા પાછા મળવાના છે. જેવું યુઝર આ પૈસા પાછા લેવા માટે અપ્લાય પર ક્લિક કરે કે તરત જ એપ પોતાનું છેતરપિંડીનું કામ શરૂ કરી દે છે.

આ એપ યુઝરને અહીંથી એક ફિશિંગ પેજ પર રિડિરેક્ટ કરે છે, જે મૂળ આવકવેરા વિભાગની વેબસાઈટ જેવું જ દેખાય છે. અહીં યુઝર પાસેથી ડિટેઈલ્સ માગવામાં આવે છે, જેમાં અકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, સીવીવી અને કાર્ડનો પિન સામેલ છે. સાઈબર એજન્સીએ કરેલા ખુલાસા મુજબ આ એપ એવી કોલ સ્ક્રીનિંગ સેવાનો ઉપયોગ કરે છે, જે યુઝર્સને જણાવ્યા વિના ઈનકમિંગ કોલ રિજેક્ટ કરી દે છે.

ડ્રિનિક સહિત અન્ય વાઈરસનો શિકાર થવાથી આ રીતે બચો

- થર્ડ પાર્ટી વેબસાઈટ અથવા SMS દ્વારા કોઈ પણ એપ ડાઉનલોડ ન કરો. તમારે કોઈ પણ એપ માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરનો જ ઉપયોગ કરવો જોઈએ.

- કોઈ પણ અજાણી એપને SMS, કોલ લોગની પરમિશન ન આપો.

- જો તમને બેન્કિંગ સંબંધિત કોઈ મહત્વની લિંક, SMS અથવા ઈમેઈલ આવે છે, તો તમારે આ મામલે સત્તાવાર વેબસાઈટ પર જઈને એકવાર તપાસ જરૂર કરો.

- ડ્રિનિકનું નવું વર્ઝન એક્સેસિબિલીટી સર્વિસ પર આધાર રાખે છે, એટલે યુઝરે ખાસ ધ્યાન રાખીને એપને જરૂર સિવાયની પરમિશન ન આપવી જોઈએ.

Best Mobiles in India

Read more about:
English summary
Drinik Trojan Virus Targets Indian Bank and Android Users Be Aware

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X