Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે બલૂન અને ડ્રોનથી મળશે ઈન્ટરનેટ, Dot દ્વારા કરાઈ રહ્યું છે ટેસ્ટિંગ
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ડોટ દ્વારા 5જી સર્વિસને ઈનોવેટિવ રીતે એક્સપ્લોર કરાઈ રહી છે. દૂરસંચાર વિભાગ હવે ઈમરજન્સીમાં નગારિકોને મોબાઈલ ટાવરના બદલે બલૂન અને ડ્રોનથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે તૈયારી કરી રહ્યું છે.
તાજેતરમાં જ પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ Dot હવે કોઈ પણ પ્રકારની ઈમરજન્સીમાં કે પછી મોબાઈલ ટાવર જો કામ ન કરે તેવી સ્થિતિમાં યુઝર્સને બલૂન અથવા તો ડ્રોનની મદદથી મોબાઈલ નેટવર્ક પૂરુ પાડશે. ઉલ્લેખનીય છે કે Dotએ આના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની તૈયારી પણ કરી દીધી છે.

ક્યારે ઉપલબ્ધ થશે આ સુવિધા?
અત્યાર સુધી જેટલી માહિતી સામે આવી છે તે પ્રમાણે દૂરસંચાર વિભાગ દ્વારા કોઈ પણ કુદરતી આફત સમયે કે પછી કોઈ પણ અન્ય ઈમરજન્સી સ્થિતિમાં નેટવર્ક પૂરું પાડવાની આ નવી રીતનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે કોઈ વિસ્તારમાં પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું આવી સ્થિતિમાં ટેલિકોમ સર્વિસને રિસ્ટોર કરવામાં લાંબો સમય જાય છે, અને લોકો સંપર્ક વિહોણા બની જાય છે. નવા મોબાઈલ ટાવર નાખવામાં પણ ટાઈમ જાય છે. આવી સ્થિતિમાં નાગરિકો સાથે સંપર્ક કરવા, તેમને સુવિધા આપવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન દ્વારા આ નવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવશે.
આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન અને બલૂન દ્વારા 5જી નેટવર્ક લોકો સુધી પહોંચાડવાને કારણે ઈમરજન્સી કે આફ દરમિયાન એજન્સીઓ પણ લોકોનો સંપર્ક સાધી શક્શે, જેથી ઝડપથી સ્થિતિ જાણીને મદદ પહોંચાડી શકાય. સાથે જ આફતમાં ફસાયેલા લોકોને શોધીને રેસ્ક્યુ કરવામાં પણ આ ટેક્નોલોજી મદદગાર સાબિત થશે.
રિપોર્ટ મુજબ દૂર સંચાર વિભાગ ટૂંક સમયમાં જ આ પ્રકારની સર્વિસનું ટ્રાયલ પણ શરૂ કરી શખે છે. ટેલિકોમ કંપનીઓ ડ્રોન અને બલૂન દ્વારા 5જી નેટવર્ક ટ્રાન્સમીટર ટેસ્ટ કરશે, જેથી ઈમરજન્સીમાં તેનો ઓલ્ટરનેટિવ કમ્યુનિકેશન સિસ્ટમ તરીકે ઉપયોગ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે દૂરસંચાર વિભાગ દ્વારા આગામી વર્ષે એટલે કે જૂન 2025 સુધીમાં તેની ટ્રાયલ પૂરી થઈ જવાની શક્યતા છે. એટલે કે જૂન 2025 બાદ આ સુવિધા સામાન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications