Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook-Insta પર બાળકોના ફોટા શેર કરતા સાચવજો, પોલીસે આપી ચેતવણી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે મોટા ભાગના લોકો માટે ફેસબુક. એવું નથી કે આની પહેલા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ નહોતા. પરંતુ તે સમયે ઈન્ટરનેટ અને હાર્ડવેરની પહોંચ ખૂબ જ ઓછા લોકો સુધી હોવાને કારણે ફેસબુક પહેલાના પ્લેટફોર્મ્સ અંગે લોકોને ખાસ માહિતી નહોતી. હવે 4જી અને 5જીના જમાનામાં જ્યારે ઈન્ટરનેટ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી ચૂક્યુ છે, ત્યારે બધા જ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્સે પણ વિશ્વના ખૂણે ખૂણે પોતાની પહોંચ બનાવી છે. જો કે આ સોશિયલ મીડિયાના ખતરા અંગે પણ સચેત રહેવું જરૂરી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની શરૂઆત કરનાર માર્ક ઝુકરબર્ગ પણ કેટલીક બાબતોને લઈને સાવચેત રહે છે.

ઝુકરબર્ગે તાજેતરમાં જ એક ફેમિલી ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે પોતાની પુત્રીઓના ફેસને ઈમોજીથી હાઈડ કર્યો હતો. માર્ક જ નહીં પરંતુ અન્ય સેલેબ્સ પણ પોતાના બાળકોના ફેસને સોશિયલ મીડિયા પર હાઈડ કરી દે છે. એટલે સુધી કે પોલીસ પણ લોકોને પોતાના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવા ચેતવણી આપે છે.
આ કારણોથી સોશિયલ મીડિયા પર શૅર ન કરો બાળકોના ફોટોઝ.
શરૂઆતમાં એવું લાગતું હતું કે સેલેબ્લ પ્રાઈવસીને કારણે પોતાના બાળકોના ફેસને હાઈડ કરે છે. પંરતુ તાજેતરમાં જ અસમ પોલીસે બાળકોના ફોટા શૅર કરવાથી સર્જાતા જોખમો અંગે જણાવ્યું છે. સાથે જ બાળકોના ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર ન કરવા પણ ચેતવણી ઉચ્ચારી છે.
અસમ પોલીસે લખ્યું છે કે,’લાઈક્સ ભૂલાઈ જશે, પરંતુ ડિજીટલ ઘા જીવનભર રહેશે. બાળકોને આ શેરિંગના ખતરાથી બચાવો. તમારા બાળકો અંગે તમે સોશિયલ મીડિયા પર શું શૅર કરો છો, તેને લઈને સાવચેત રહો.’ હકીકતમાં તો ડિજીટલ વર્લ્ડમાં તમે જે પણ શૅર કરો છો, તે કાયમ માટે રહે છે, એટલે બાળકોના મામલે સાવચેત રહેવું જરૂરી છે.
આટલું રાખો ધ્યાન
બાળકો સોશિયલ મીડિયાથી અગત નથી હોતા, એટલે તમે જે પણ ફોટોઝ શૅર કરો છો, તેમાં તેમની મરજી નથી હોતી. તમે બાળકોના ફોટોઝ જેવા સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો કે પછી તે ફોટોઝ તમારા કંટ્રોલની બહાર જતા રહે છે. આ ફોટોઝ કોઈ પણ વ્યક્તિ શૅર કરી શકે છે, ડાઉનલોડ કરી શકે છે અને ગમે ત્યાં યુઝ કરી શકે છે.
તમારા બાળકોની આઈડેન્ટિટી પણ ચોરાઈ શકે છે. ઘણા ઓછા લોકોને ખ્યાલ હોય છે કે તેમની જાણ બહાર તેમના નામ પર કોઈ વ્યક્તિ ફ્રોડ કરી લે છે. જો તમારા બાળકોના ફોટોઝ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય, તો તેનો ખોટો ઉપયોગ થવાની શક્યતા રહે છે.
અમેરિકામાં એવા કિસ્સા સામે આવ્યા છે, જ્યાં બાળકોના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા ફોટોઝ અને વીડિયોઝ પોર્ન સાઈટ્સ પર જોવા મળ્યા છે. જો કોઈ પીડોફાઈલ વ્યક્તિના હાથમાં તમારા બાળકોના ફોટોઝ લાગી જાય તો તેઓ પણ આવા વીડિયોઝ બનાવી શકે છે.
સાઈબર બુલિંગ પણ એક મોટી સમસ્યા છે, તમારા બાળકો તેનો પણ ભોગ બની શકે છે. જેને કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઘણા પ્રકારનો ડેટા કલેક્ટ કરે છે. તમે શૅર કરેલા ફોટોઝ પણ ત્યા સ્ટોર થાય છે, જે કોઈ પણ કંપની સુધી પહોંચી શકે છે. એટલે સુધી કે ડાર્ક વેબ પર પણ આ ફોટોઝ વેચાઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications