Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google પર આ વર્ડ સર્ચ કરતા જ હૅક થઈ જશે ફોન, લેપટોપ, ભૂલથી પણ ન કરતા ટાઈપ
હેકર્સ લોકોની પર્સનલ માહિતીમાં ઘૂસવા માટે કોઈને કોઈ જુગાડ કરી નાખે છે. ડિજિટલ યુગમાં આપણું જીવન જેટલું સરળ બન્યું છે, તેટલો જ મોટો પડકાર ડેટાને સેફ રાખવાનો છે. કેટલીક એવી ભૂલો હોય છે, જે આપણે અજાણપણે કરતા હોઈએ છીએ, જેનું પરિણામ આપણે લાંબા ગાળે ભોગવવું પડે છે.

6 વર્ડ સર્ચ કર્યા અને ખેલ ખતમ
તાજેતરમાં જ એક સાઈબર સિક્યોરિટી એજન્સીએ લોકોને ગૂગલ સર્ચને લઈને ચેતવણી આપી છે. સાઈબર સિક્યોરિટી એજન્સી SOPHOSના કહેવા પ્રમાણે કેટલીક એવી વસ્તુઓ છે, જે યુઝરે ભૂલથી પણ ગૂગલ સર્ચ ન કરવી જોઈએ. આવું કરવાથી પ્રાઈવસી અને સિક્યોરિટી ખતરામાં મુકાઈ શકે છે. સાઈબર ફર્મના કહેવા પ્રમાણે યુઝર્સે આ વર્ડઝ સર્ચ કરવાથી બચવું જોઈએ.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જો યુઝર્સ ગૂગલ પર ટાઈપ કરે છે કે "Are Bengal Cats Legal in Australia" અને રિઝલ્ટમાં સૌથી ઉપર આવતી લિંક પર ક્લિક કરે છે, તો તમારી પર્સનલ માહિતી ઓનલાઈન લીક થઈ શકે છે. સાઈબર એજન્સીના કહેવા પ્રમાણે હેકર્સ એવા લોકોને વધુ ટાર્ગેટ કરે છે, જેમણે સર્ચમાં ઓસ્ટ્રેલિયા શબ્દનો ઉપયોગ કર્યો હોય.
SOPHOSના કહેવા પ્રમાણે જ્યારે યુઝર્સ સર્ચ રિઝલ્ટમાં ટોપ પર આવેલી લિંક પર ક્લિક કરે છે, તો તેમની પર્સનલ અને બેન્ક ડિટેઈલ્સ Gootloader નામના પ્રોગ્રામ દ્વારા ચોરી કરવામાં આવે છે. આ સોફ્ટવેર તમારા ડિવાઈસને લૉક પણ કરી શકે છે. હેકર્સ લોકોને આવી ગેરકાયદે લિંક પર ક્લિક કરાવવા માટે જુદા જુદા ઉપાયો અજમાવતા હોય છે.
ખતરનાક છે SEO પોઈઝનિંગ
સાઈબર સિક્યોરિટી કંપનીએ દાવો કર્યો છે કે બંગાલ કેટ્સ શબ્દ સિલેક્ટિવ લાગે છે. એટલે કેટલાક લોકોએ આવું કંઈ પણ સર્ચ ન કરવું જોઈએ. સાઈબર ફ્રોડસ્ટર્સ લોકોને ફસાવવા માટે SEO પોઈઝનિંગ નામની રણનીતિ પણ અપનાવે છે.
પોતાની સેફ્ટી અત્યંત જરૂરી
હેકર્સ નવી નવી રીતો શોધીને રોજ રોજ લોકોને ફસાવે છે, અને નિર્દોષ લોકો ફસાઈ જઈને પોતાની મહેતની કમાણી ગુમાવી દે છે. આવી સ્થિતિમાં પોતાની માહિતી કે પોતાની જાતને સેફ રાખવો મોટો પડકાર છે. SOPHOSના કહેવા પ્રમાણે યુઝર્સે હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું જોઈએ. સાથે જ દરેક પ્લેટફોર્મ પર એક સરખો પાસવર્ડ રાખવાની ટેવ પણ બદલી નાખવી જોઈએ. લોકોએ પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે સમયાંતરે પાસવર્ડ પણ બદલતા રહેવું જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications