Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ Trading Appથી કરો છો રોકાણ, તો તરત કરજો ડિલીટ, સરકારની ચેતવણી
ઓનલાઈન ટ્રેડિંગ એપ્સની પોપ્યુલારિટી દિવસે દિવસે વધી રહી છે. આજની યુવા પેઢીને એપ્સ હાથવગી હોવાને કારણે તેઓ પણ શૅરબજારમાં રસ લેતા થયા છે, અને એપ્સ દ્વારા રોકાણ કરતા થયા છે. વધુ પૈસા કમાવાના ચક્કરમાં ઘણા યુઝર્સ ઓનલાઈન ટ્રેડિંગ કરે છે. જેને કારણે યુઝર્સ ફેક એપ્સ પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે, અને પછી તેમના પૈસા ફસાઈ જાય છે. આવી જ એક ફેક ટ્રેડિંગ એપને લઈને ભારત સરકારની સાઈબર સિક્યોરિટી વિંગ સાઈબર દોસ્ત દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Angle Guard એપ ભૂલથી પણ ડાઉનલોડ ન કરો.
કેન્દ્ર સરકારના સોશિયલ મીડિયા હેન્ડલ સાઈબર દોસ્ત દ્વારા ઓનલાઈન ટ્રેડિંગ એપ Angel Guard અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ટ્વિટર એટલે કે એક્સ હેન્ડલ પર કરવામાં આલી પોસ્ટમાં આ એપના સ્ક્રીનશોટ શૅર કરીને કહેવામાં આવ્યું છે કે,’છેતરપિંડીનો શિકાર ન બનો. માહિતી મેળવીને પોતાને સશક્ત બનાવો અને તમારા રોકાણ અંગે ધ્યાન આપો.’
ઉલ્લેખનીય છે આ સાઈબર દોસ્ત હેન્ડલ ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરતી સાઈબર સિક્યોરિટી વિંગ છે, જે ભારતના નાગરિકોને સાઈબર સિક્યરિટી અંગે જાગૃત કરે છે. એન્જલ ગાર્ડ એપ અંગે સરકારે આ જ વિંગ દ્વારા યુઝર્સને જાગૃત કરવા માટે ટ્વિટ કર્યું છે.
જો તમે પણ આ જ એન્જલ ગાર્ડ એપ દ્વારા ટ્રેડિંગ કરી રહ્યા છો, તો ચેતી જજો. તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે. આ પ્રકારની એપ્સ દ્વારા માર્કેટમાં રોકાણ કરવું તમને ભારે પડી શકે છે.
કઈ ટ્રેડિંગ એપ્સ સુરક્ષિત છે?
હવે જ્યારે ટ્રેડિંગ એપ્સ પણ છેતરપિંડી કરી શકે છે, ત્યારે સવાલ એ છે કે કયા પ્રકારની ટ્રેડિંગ એપ્સ દ્વારા રોકાણ કરવું વધુ સુરક્ષિત છે. તો આ મામલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે Forex દ્વારા જે એપ્સને સમર્થન આપવામાં આવ્યું છે, તેના દ્વારા જ ટ્રેડિંગ કરો. ઉલ્લેખનીય છે કે હજી કેટલાક દિવસો અગાઉ જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એવી 75 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે ફોરેક્સ દ્વારા ઓથોરાઈઝ નહોતી કરવામાં આવી.
રિઝર્વ બેન્કનું કહેવું છે કે જો આ પ્રકારની બોગસ એપ્સ દ્વારા યુઝર્સ સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થાય છે, તો તેના જવાબદાર યુઝર્સ પોતે છે. એટલે તમારે સુરક્ષિત ટ્રેડિંગ અને રોકાણ માટે ઓથોરાઈઝ્ડ એપ્સનો જ ઉપયોગ કરવો જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications