Just In
ડોજકોઇન્સ શા માટે પ્રખ્યાત છે અને તેને કઈ રીતે ખરીદી શકાય છે?
ઈલોન મસ્ક નું ટ્વીટર હેન્ડલ ની અંદર મોટા ભાગ ની ટ્વીટ ડોઝકોઇન્સ ની જોવા મળે છે. ટેસ્લા ના સીઈઓ એ આ મીમ ક્રીપ્ટોકર્નસી કે જેનું નામ ડોજકોઇન્સ રાખવા માં આવેલ છે તેની ફેવર માં હોઈ તેવું લાગી રહ્યું છે અને આ કોઈન શુક્રવાર ના રોજ તેની સૌથી ઉંચી વેલ્યુ પર પહોંચ્યું હતું. અને ઈલોન મસ્ક દ્વારા જયારે આ ક્રિપ્ટોકરન્સી ને સરાહવા માં આવી હતી ત્યારે બધા જ લોકો નો ધ્યાન તેના તરફ આકર્ષાયું હતું.

ડોજકોઈન ટાઈમ લાઈન
છેલ્લા અમુક મહિનાઓ થી ડોજકોઈન એ ચર્ચા ની અંદર આવી રહ્યું છે પરંતુ તે છેલ્લા ઘણા સમય થી માર્કેટ ની અંદર રહ્યું છે. અને વર્ષ 2013 ની અંદર સોફ્ટવેર એન્જીનીઅર બીલી મારકુસ અને જેક્સન પાલમર દ્વારા આ ડોજકોઈન ને ઇન્વેન્ટ કરવા માં આવ્યું હતું. અને તેઓ નો હેતુ ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ લઇ આવવા નો હતો કે જે ફ્રી અને સામાન્ય બેન્કિંગ સિસ્ટમ કરતા ઉપીયોગ કરવા માં વધુ આનંદ વાળું હતું.
અને વર્ષ 2013 ની અંદર જ મીમ ની અંદર શિબા ઈનું ડોગ પણ ખુબ જ પ્રખ્યાત થયું હતું. અને તેના કારણે આ ક્રીપ્ટોકર્નસી ના મેકર્સ દ્વારા તે ડોગ ને પોતાના લોગો તરીકે રાખવા નું નક્કી કર્યું હતું જેથી તેઓ પોતાના ડોજકોઈન ની અંદર થોડું ફન એડ કરી શકે. અને શરૂઆત થી જ આ ક્રિપ્ટોકર્સની ન પણ મોટા ભાગે એક જોક ની જેમ જ જોવા માં આવતું હતું કેમ કે તે એક મીમ પર આધારિત હતું.
ડોજકોઈન અને ઈલોન મસ્ક
છેલ્લા થોડા સમય થી આ ડોજકોઇન્સ ને ઈલોન મસ્ક નું અટેંશન મળી રહ્યું છે. અને ક્રીપ્ટોકર્નસી એ છેલ્લા થોડા સમય થી ટચ જાયન્ટ્સ, સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર, અને ઇન્ડસ્ટ્રી ના અમુક બીજા મોટા નામો માટે તેમની પસન્દગી ની એક વસ્તુ બની ચૂક્યું છે.
ઈલોન મસ્ક દ્વારા 4થી ફેબ્રુઆરી 2021 થી ડોજકોઈન વિષે પ્રથમ ટ્વીટ કરવા માં આવ્યું હતું, અને તે ટ્વીટ પછી ડોજકોઈન ની વેલ્યુ ની અંદર ખુબ જ મોટો ચડાવ જોવા માં આવ્યો હતો. અને તે ટ્વીટ પછી ડોજકોઇન ની વેલ્યુ ની અંદર 75% નો વધારો જોવા માં આવ્યો હતો. અને સાથે સાથે ઈલોન મસ્ક દ્વારા ડોજકોઈન ને સપોર્ટ કરવા માટે ના અમુક નવા નવા અને ઇનોવેટિવ રસ્તાઓ પણ શોધી લીધા છે.
16મી એપ્રિલ ના રોજ ઈલોન મસ્ક ધ્વરા ટ્વીટર પર સ્પેનિશ આર્ટિસ્ટ ના એક પેઇન્ટિંગ ને શેર કરવા માં આવ્યું હતું જેનું સાચું નામ ડોગ બાર્કિંગ એટ ધ મુન છે પરંતુ ઈલોન મસ્ક દ્વારા તેની અંદર તોડી ક્રિએટિવિટી વાપરવા માં આવી હતી અને તેના ટાઇટલ ને બદલી અને ડોજ બાર્કિંગ એટ ધ મું કરવા માં આવ્યું હતું જેની અંદર ડોજ દ્વારા ડોજ કોઈન ને રેફરન્સ આપવા માં આવી રહ્યો છે. અને આ એક ટ્વીટ ના કારણે ડોજકોઈન ની વેલ્યુ તેના અત્યાર સુધી ના સૌથી ઉંચી કિંમત પર પહોંચી ગયું હતું.
અને કોઈનબેઝ ના જણાવ્યા અનુસાર 16મી એપ્રિલ ના રોજ ડોજકોઈન ની વેલ્યુ 112.89 % ઉપર ગઈ હતી. જેનો અર્થ એ થાય છે કે આ ડોજકોઈન ની વેલ્યુ વધી ને $30 સેન્ટ્સપહોંચી ચુકી છે. કે જે લગભગ રૂ. 21 જેવું થાય છે. એ વાત રસપ્રદ છે કે ડોજકોઈન ની વેલ્યુ 14મી એપ્રિલ ના રોજ 10 સેન્ટ્સ હતી અને માત્ર બે દિવસ ની અંદર આટલો મોટો ઉછાળો જોવા માં આવ્યો હતો.
શું તમે ડોજકોઈન ને ભારત ની અંદર ખરીદી શકો છો?
તમે દુનિયા માં કોઈ પણ જગ્યા પર થી ડોજકોઈન ને ખરીદી શકો છો જેની અંદર ભારત નો પણ સમાવેશ થઇ જાય છે. અને એવા ઘણા બધા પ્લેટફરોમ છે કે જેની અંદર તમે ડોજકોઈન ને ભારત ની અંદર ખરીદી શકો છો. જેવા કે, કોઈનબેઝ, કરાકેન, રૉબિનહૂડ, વગેરે. અને સાથે સાથે તમારો ક્રિપ્ટોકરન્સી વોલેટ ને પણ ડાઉનલોડ કરવું પડશે કે જે તમે ઓફિશિયલ વેબસાઈટ પર થી ડાઉનલોડ કરી શકો છો.
અમુક વેબસાઈટ દ્વારા તમને ડોજકોઈન માત્ર એક બટન પર ક્લિક કરી અને કેપ્ચા એન્ટર કરી અને મેળવવા ની અનુમતિ આપે છે. માઇનિંગ ક્રિપ્ટો તે પણ એક વિકલ્પ છે. પરંતુ ડોજકોઈન્સ ને એક પેમેન્ટ ની રીતે મેળવવા માટે તમારે એક પ્રો હોવું જરૂરી છે. અને તમે ડોજકોઈન ને નાની રકમ ની અંદર પણ ખરીદી શકો છો. જેની અંદર વેબસાઈટ દ્વારા વિઝિટર્સ ને ફ્રી ક્રિપ્ટો ને નાની નાની રકમ માં આપવા માં આવે છે.
ડોજકોઈન નો ઉપીયોગ તમે કઈ જગ્યા પર કરી શકો છો?
ડોજકોઈન નો ઉપીયોગ ઘણા બધા ટ્રાન્સેક્શન માટે કરી શકાય છે. કે જેને ઘણા બધા પ્લેટફોર્મ પર સ્વીકારવા માં આવે છે. તાજેતર ની અંદર ઈલોન મસ્ક ની કંપની ટેસ્લા દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ ક્રીપ્ટોકર્નસી ને પેમેન્ટ ના રૂપ માં સ્વીકારશે. અને બીજા પણ એવા ઘણા બધા પ્લેટફરોમ દ્વારા આ પગલાં ભવિષ્ય માં લેવા માં આવી શકે છે. અને તમે ડોજકોઈન ને તમે બીજી કોઈ પણ ક્રિપ્ટોકરન્સી ની જેમ સામાન્ય કરન્સી ની સાથે ટ્રેડ પણ કરી શકો છો. અને અત્યારે ડોજકોઈન નું માર્કેટ કેપિટલાઇઝેશન $16.9 બિલિયન નું છે કે જે તેને એક હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ બનાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470