Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
AIનો દુરુપયોગ પહોંચાડશે જેલ, ભૂલથી પણ ન કરો આ કામ
AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક તરફ ઘણા બધા કામ કરવામાં આપણી મદદ કરે છે, તે ઘણા કામ સરળ બનાવે છે. પરંતુ દરેક સિક્કાને જેમ સારી અને ખરાબ બે બાજુ હોય છે, તેમ AIની પણ સારી અને ખરાબ બાજુ છે. AIના દુરુપયોગને કારણે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘરમાં સામે આવ્યો હતો. જ્યાં કેટલાક યુઝર્સે AIનો ઉપયોગ કરીને યુવતીઓનો અશ્લીલ વીડિયો નબાવ્યો હતો. આ મામલે પોલીસ ઓફિસરના બે યુવકોની ધરપકડ પણ થઈ છે. આ બંને યુવકોએ મહિલાઓ અને યુવતીઓના ફોટોઝ અને વીડિયોઝનો ઉપયોગ કરીને AI દ્વારા અશ્લીલ વીડિયોઝ બનાવ્યા હતા, જે બાદ તેને સોશિયલ મીડિયા પર શૅર પણ કર્યા હતા.

જો કે, AIના દુરુપયોગનો આ એકમાત્ર કિસ્સો નથી, જેમાં કોઈના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હોય. આજકાલ એપ સ્ટોર પર ઘણી એપ્સ અને વેબસાઈટ્સ હાજર છે, જે કોઈ પણ ફોટો અથવા વીડિયોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અશ્લીલ બનાવી શકે છે. પરંતુ આવી અશ્લીલ કામગીરી કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે. આવા કિસ્સામાં તમારા પર ઘણા બધા કાયદા લાગૂ પડી શકે છે, અને દોષી સાબિત થવા પર તમને જેલ પણ થઈ શકે છે.
IT Actની કલમ 67 અંતર્ગત તો જો ઈન્ટરનેટ પર કોઈ પણ પ્રકારનો આપત્તિજનક કે અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવે છે, તો આવી સ્થિતિમાં પોલીસ કાયદાકીય પગલા લઈ શકે છે. આઈટી એક્ટ મામલે દોષી સાબિત થવા પર 3 વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે. એટલું જ નહીં ગુનો આચરનાર પર માનહાનિનો દાવો પણ કરી શકાય છે.
કેવી રીતે બચશો અને શું કરશો?
ન કરે નારાયણને છતાંય જો ભવિષ્યમાં તમારી સાથે પણ ક્યારેય આવી સ્થિતિ ઉભી થાય તો સૌથી પહેલા તમારે આ મામલે નજીકના પોલીસ સ્ટેશનના સાઈબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
આ ઉપરાંત સાવચેતની ભાગ રૂપે તમે જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ ફોટો કે વીડિયો શૅર કરો ત્યારે બે વખત વિચાર કરો. ચેક કરો કે તમારા ફોટોઝ વીડિયોઝનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને? અજાણ્યા વ્યક્તિઓ સાથે ક્યારેય તમારા ફોટોઝ શૅર ન કરો.
જો તમને સોશિયલ મીડિયા પર ક્યાંય એવા ફોટોઝ દેખાય છે, જે તમે અપલોડ નથી કર્યા તો તમે તાત્કાલિક તેને રિપોર્ટ કરી શકો છો. Facebook અને Instagramમાં તમારા ફોટો અને પોસ્ટને રિપોર્ટ કરવાનો વિકલ્પ મળે છે.
AIનો થઈ રહ્યો છે દુરુપયોગ
સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા કિસ્સા જોવા મળે છે, જેમાં લોકો AIનો ખોટો ઉપયોગ કરે છે. ખાસ તો ડીપફેક વીડિયો, મોર્ફ વીડિયો અને બાળકોના અશ્લી વીડિયો જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ સહિત ઘણા સોશિયલ મીડિયા પર પીડોફાઈલ્સના ગ્રુપ એક્ટિવ છે.
એટલું જ નહીં ડાર્ક વેબ પર તમારી જાણ બહાર તમારા ફોટોઝ વેચાઈ રહ્યા હોઈ શકે છે. સોશિયલ મીડિયા કંપનીઝ આવા સાઈબર ક્રાઈમને અંકુશમાં રાખવા કોશિશ કરે છે, પરંતુ તેમ છતાંય ડાર્ક વેબ પર આવો બિઝનેસ ધમધોકાર ચાલે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications