Just In
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
ઈન્ટરનેટની દુનિયામાં કરોડો વેબસાઈટ્સ કામ કરે છે. કેટલીક વેબસાઈટ આપણા માટે જાણીતી છે, તો કેટલીક વેબસાઈટ ખૂબ જ યુનિક અને ઉપયોગી છે. પરંતુ અનંત વેબસાઈટના આ ઝૂમખામાં આવી ઉપયોગી વેબસાઈટ શોધવી ખૂબ જ કપરું કામ છે. આજે અમે તમને એવી 10 વેબસાઈટ વિશે માહિતી આપીશું, જેનો ઉપયોગ તમારા રોજિંદા કામને સાવ સરળ બનાવી દેશે.

Downdetector: એપ્સ સહિતની સર્વિસિઝ ક્યારે ડાઉન છે, તે જણાવે છે
Downdetector.in નામની આ એબસાઈટ જુદી જુદી એપ્સ અને જીવનજરૂરી સર્વિસીઝ ક્યારે ડાઉન થવાની છે કે હાલ ડાઉન છે કે નહીં તેની માહિતી તમને ડેશબોર્ડ પર આપે છે. પરિણામે તમે પેનિક થયા વગર તમારા કામનું આયોજન કરી શકો છો.
Have I been pawned: તમારો પાસવર્ડ હૅક થયો છે કે નહીં, તે ચેક કરી આપે છે.
Haveibeenpawned.com નામની વેબસાઈટ ડિજિટલ ફ્રોડના જમાનામાં ખૂબ જ ઉપયોગી છે. આ વેબસાઈટ તમારા ઈમેઈલ એડ્રેસ, ફોન નંબરને ચેક કરીને તમને જણાવે છે કે કોઈ હેકર્સે તમારા ડેટામાં ઘૂસીને હૅક કરવાની કોશિશ કરી છે કે પછી તમે સેફ છો.
Earth.fm: વિશ્વની કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાઓના કુદરતી અવાજ સાંભળો ઘરે બેઠા
સતત કામના ભારણ વચ્ચે લોકોનો સ્ટ્રેસ વધતો જાય છે. તો ઘણી વાર વેકેશન પર જવાનો પણ મેળ નથી પડતો. આવી સ્થિતિમાં Earth.fm વેબસાઈટ તમને ઘરે બેઠા કુદરતના ખોળામાં હોવાની અનૂભૂતિ કરાવે છે. આ વેબસાઈટ પરથી તમે આખા વિશ્વના કુદરતી રમણીય સ્થળોના અવાજ સાંભળી શકો છો. તમે અહીં તમારું પોતાનું પ્લેલિસ્ટ પણ સ્થળના હિસાબે બનાવી શકો છો.
Print Friendly: કોઈપણ ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવાની સ્થિતિમાં લાવી દે છે.
Printfriendly.com નામ પ્રમાણે જ જુદા જુદા ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માટે શક્ય બનાવે છે. ઘણીવાર કેટલીક વેબસાઈટ કે કેટલાક ડોક્યુમેન્ટ આપણે સિક્યોરિટી કે ફોરમેટની મુશ્કેલીના કારણે પ્રિન્ટ કરી શક્તા નથી. ત્યારે આ વેબસાઈટ તેના લે આઉટ કે ફોર્મેટ ચેન્જ કરીને તેન PDF બનાવી આપે છે. આ વેબસાઈટને તમે બ્રાઉઝર એક્ટેશન્ટ તરીકે પણ વાપરી શકો છો.
Pixabay: કોઈ પણ ઈમેજ ડાઉનલોડ કરો કૉપીરાઈટના ડર વગર
કોઈ આર્ટિકલ, ન્યૂઝ કે પછી પ્રેઝન્ટેશનમાં ફોટો વાપરવા માટે તેના કૉપી રાઈટ હોવા જરૂરી છે. જો કૉપી રાઈટ ન હોય તો તમારે મસમોટો દંડ ભરવો પડી શકે છે. પરંતુ આવી સ્થિતિમાં Pixabay તમારી વહારે આવે છે. આ વેબસાઈટ પર ઉપલબ્ધ કોઈ પણ ઈમેજ તમે કૉપીરાઈટના ડર વગર વાપરી શકો છો.
Zamzar: તમારી ફાઈલ્સને તમે ઈચ્છો તે ફોર્મેટમાં ફેરવો
Zamzar.com યુનિવર્સલ ફાઈલ કન્વર્ઝન વેબસાઈટ છે. વીડિયો, ફોટોઝ, ડોક્યુમેન્ટ સહિત તે કોઈ પણ ફાઈલને કોઈ પણ ફોર્મેટમાં ફેરવી શકે છે. આ વેબસાઈટ પણ જરૂરિયાતના સમયે સંકટ સમયની સાંકળ સાબિત થઈ શકે છે.
Disposablewebpage.com: બનાવો એવું વેબપેજ જે ઈન્ટરનેટ વગર લોકલ સિસ્ટમ પર સેવ થશે
Disposablewebpage.com વેબસાઈટ તમારા પોતાના વેબપેજીસને તમારી સિસ્ટમ કે બ્રાઉઝરમાં સ્ટોર કરી આપે છે. આ માટે તમારે કોઈ લોગ ઈન, કોઈ અકાઉન્ટ કે પાસવર્ડ યાદ રાખવાની પમ જરૂરી નથી.
Mathway: ગણિતનો કોઈ પણ પ્રોબ્લેમ કરશે સોલ્વ
Mathway.com એવા લોકો માટે વરદાન છે, જેમને ગણિત ગમતુ નથી. વિદ્યાર્થીઓથી લઈને પ્રોફેશનલ્સ પણ તેનો ઉપયોગ કરી શકે છે. આ વેબસાઈટ આમ તો બીજગણિતના સવાલો સોલ્વ કરવા માટે ઉપયોગી છે. તમે અહીં ગણિતનો કોઈ પણ ક્વેશ્ચન ઈનપુટ કરીને તેનો જવાબ મેળવી શકો છો.
Kiddle: બાળકો માટેનું ગૂગલ
Kiddleને તમે બાળકો માટેનું Google કહી શકો છો. આ વેબસાઈટ બાળકો માટેનું વિશેષ કન્ટેન્ટ પીરસે છે. ગૂગલની જેમ જ બાળકો અહીં રસપ્રદ કે જાણવા જેવી વાતો, ફોટોઝ, વીડિયોઝ સહિત કંઈ પણ સર્ચ કરી શકે છે. અહીં તમને બાળકોની ખોટી કે હિંસક અથવા એડલ્ટ ઈન્ફોર્મેશન મળતી નથી. તે આ વેબસાઈટની વિશેષતા છે.
Tosdr.org: કોઈ પણ ટર્મ્સ એન્ડ કંડીશન સરળ ભાષામાં સમજાવે છે
Tosdr.org હાલના સમયમાં સૌથી ઉપયોગી વેબસાઈટ છે. કોઈ પણ કોન્ટ્રાક્ટ કરતા પહેલા અરે કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા આપણે તેમની ટર્મ્સ એન્ડ કંડીશન સાથે સહમત થવું પડે છે. પરંતુ આટલી લાંબી અને કાયદાકીય ભાષામા લખાયેલી ટર્મ્સ એન્ડ કંડીશન્સ આપણે વાંચી કે સમજી શક્તા નથી. ત્યારે આ વેબસાઈટ તેને સરળ ભાષામાં સમજાવીને તમે ટર્મ્સ એડ કંડીશન એક્સેપ્ટ કરવી કે નહીં તે સજેસ્ટ કરે છે. આ ઉપરાંત તે જુદી જુદી ટર્મ્સ એન્ડ કંડીશન્સને લાલ, પીળા અને લીલા રંગમાં હાઈલાઈટ કરી આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470