Just In
Digi Yatra તમારો ચહેરો જ બનશે બોર્ડિંગ પાસ, જાણો સ્ટેપ્સ
હવાઈ મુસાફરી દરમિયાન ઘણી વાર બોર્ડિંગ પાસ લઈને ફ્લાઈટમાં બોર્ડિંગ કરવામાં મુશ્કેલી આવે છે. બોર્ડિંગ પાસ ન મળવો, ખોવાઈ જવો જેવી સમસ્યા મુસાફરોને થતી રહે છે, તો રેગ્યુલર ટ્રાવેલ કરતા મુસાફરોને બોર્ડિંગ પાસ મેળવવો એ કામ જ ઝંઝટભર્યું લાગે છે. પરિણામે હવે એરપોર્ટ્સ પર ફેસ રિકગ્નિશન ટેક્નોલોજી બેઝ્ડ એક નવી ટેક્નિક શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા યુઝર્સ Digi Yatra એપનો ઉપયોગ કરીને પોતાની મુસાફરી સરળ બનાવી શકે છે.

આ એપના ઉપયોગથી મસાફરો બોર્ડિંગ પાસ સાથે જોડાયેલી ઓળખ દર્શઆવવા માટેની ફેસ રિકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેપર લેસ અને કોન્ટેકલેસ પ્રોસેસથી એરપોર્ટ પર જુદા જુદા ચેક પોઈન્ટ ક્રોસ કરી શક્શે. આ માટે મુસાફરોએ માત્ર Digi Yatra એપ પર રજિસ્ટર કરવું પડશે.
મુસાફરો આ એપ્સ પર જ બોર્ડિંગ પાસ સ્કેન કરી શક્શે, જેને પગલે તમારી માહિતી એરપોર્ટ ઓથોરિટીને મળી જશે. એરપોર્ટના ઈ ગેટ પર બોર્ડિંગ પાસનો બારકોડ સ્કેન કરવામાં આવશે. આ માટે ખાસ FRT સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા મુસાફરોના ચહેરાની ઓળખ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સને વેરિફાઈ કરવામાં આવશે. પ્રોસેસ પૂરી થયા બાદ મુસાફોરને એરપોર્ટમાં એન્ટ્રી મળશે.
જો કે મુસાફરોએ સિક્યોરિટી ચેક અને પ્લેનમાં બોર્ડ કરતા સમયે તો સામાન્ય પ્રક્રિયાનો જ ઉપયોગ કરવો પડશે. તમને જણાવી દઈએ કે શરૂઆતના તબક્કામાં આ સર્વિસ દિલ્હી, બેંગ્લોર અને વારાણસી એરપોર્ટ પર મળી રહી છે. આગામી સમયમાં આ સુવિધા દેશના બાકીના એરપોર્ટ પર પણ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધાનો ઉપયોગ માત્ર ડોમેસ્ટિક ટ્રાવેલિંગ માટે જ થઈ શક્શે.
Digi Yatraનો આ રીતે કરો ઉપયોગ
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ડિજી યાત્રા એપ ડાઉનલોડ કરો. આ એપ એન્ડ્રોઈડ અને આઈફોન બંને માટે ઉપલબ્ધ છે. એપ ડાઉનલોડ થયા બાદ એપ ઓપન કરો અને તમારે હવે Get Started બટન પર ટેપ કરવાનું છે.
હવે અહીંથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે. તમારે અહીં મોબાઈલ નંબર અને રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. હવે તમારા ફોન પર એક ઓટીપી આવશે. આ ઓટીપી ઈનપુટ કરીને વેરિફિકેશન કર્યા બાદ વોલેટ ઓપ્શન પર ક્લિક કરો.
બાદમાં તમારે Identity Credentials પર ટેપ કરીને આધાર વેરિફિકેશન ક્રેડેન્શિયલ અપલોડ કરવાના છે. હવે પ્રોમ્પ્ટ આવે, ત્યારે તમારે એક લેટેસ્ટ સેલ્ફી અપલોડ કરવાની છે. તમે ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ એક્સેપ્ટ કરશો, એટલે તમે ડિજી યાત્રાનો ઉપયોગ શરૂ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470