Just In
વોટ્સએપ મલ્ટી ડીવાઈસ ફીચર હવે મોબાઈલ ઈન્ટરનેટ વિના પણ કામ કરી શકે છે જાણો કઈ રીતે
છેલ્લા ઘણા સમય થી વોટ્સએપ દ્વારા તેમના મલ્ટી ડીવાઈસ ફીચર ને ટેસ્ટ કરવા માં આવી રહ્યું છે. આ ફીચર ને સૌથી પહેલા વોટ્સએપ બીટા ની અંદર લોન્ચ કરવા માં આવ્યું હતું પરંતુ અમુક રિપોર્ટ્સ પર થી એવું જાણવા મળી રહ્યું છે કે વોટ્સએપ દ્વારા હવે આ ફીચર ને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ ની અંદર લોન્ચ કરવા માં આવી રહ્યું છે.

વોટ્સએપ મલ્ટી ડીવાઈસ ફીચર ની મદદ થી યુઝર્સ તેમના વોટ્સએપ એકાઉન્ટ ને બીજા સેકન્ડરી ડીવાઈસ ની સાથે લિંક કરવા ની અનુમતિ આપવા માં આવે છે. એક વ્યક્તિ દ્વારા એક સાથે ચાર ડીવાઈસ ની અંદર તેમના એકાઉન્ટ ને લિંક કરવા ની અનુમતિ આ ફીચર ની અંદર આપવા માં આવે છે.
જ્યારે અગાઉ કોઈએ તેની ખાતરી કરવી પડતી હતી કે તેમનું પ્રાથમિક ઉપકરણ લિંક કરેલ બ્રાઉઝર પર ટેક્સ્ટ મોકલતા પહેલા હજુ પણ ઈન્ટરનેટ સાથે જોડાયેલ છે, હવે આ કેસ નથી. વપરાશકર્તાઓ હવે સક્રિય ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા પ્રાથમિક ફોન વિના પણ ટેક્સ્ટ્સ મોકલવાનું અને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકશે. ફીચરમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પણ આપવા માં આવે છે, જેનો અર્થ છે કે તમામ વ્યક્તિગત ડેટા ખાનગી રહેશે.
જો કે, કેટલીક ચેતવણીઓ છે, ઉદાહરણ તરીકે, જો મુખ્ય ઉપકરણ 14 દિવસ સુધી ડિસ્કનેક્ટ રહે છે, તો લિંક કરેલ ઉપકરણો આપમેળે લોગ આઉટ થઈ જશે. વધુમાં, આઇઓએસ પર, તે તમને લિંક કરેલ ઉપકરણમાંથી વાતચીતોને કાઢી નાખવાની મંજૂરી આપશે નહીં. મલ્ટિ-ડિવાઈસ ફીચર એવા ઉપકરણોને સપોર્ટ કરશે નહીં જે વોટ્સએપ ના જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત ટેબ્લેટ અથવા સેકન્ડરી ફોન હજુ પણ લિંક કરી શકાતા નથી.
જોકે આ ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારે સ્ટીલ ઈન બીટા નામ ના વિકલ્પ ની અંદર જવું પડશે. ત્યાર પછી તમારા ડીવાઈસ ને વેબ, ડેસ્કટોપ અને પોર્ટલ ની સાથે શરૂઆત માં જોડવું પડશે. ત્યાર પછી તમે વોટ્સએપ ના મલ્ટી ડીવાઈસ ફીચર ને મોબાઈલ ઈન્ટરનેટ વિના પણ વાપરી શકશો. આ પદ્ધતિ ની એક ખુબ જ સરળ ગાઈડ વિષે અહીં જણાવવા માં આવેલ છે.
વોટ્સએપ ના મલ્ટી ડીવાઈસ ફીચર નો ઉપીયોગ મોબાઈલ ઈન્ટરનેટ વિના કઈ રીતે કરી શકાય છે?
- તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ને ઓપન કરી અને જમણી બાજુ ટોચ પર આપેલા ત્રણ ડોટ ના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાર પછી લિન્ક્ડ ડીવાઈસ પર ક્લિક કરો અને તેની અંદર આપેલા મલ્ટી ડીવાઈસ બીટા ના વિકલ્પ ને પસન્દ કરો. ત્યાર પછી વોટ્સએપ દ્વારા આ ફીચર ના લિમિટેશન્સ અને બીજા બધા પહેલુઓ વિષે વાત કરવા માં આવશે.
- ત્યાર પછી જોઈન બીટા બટન પર ક્લિક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરો. ત્યાર પાકી તમારે માત્ર તમારા વોટ્સએપ ને વોટ્સએપ વેબ ની સાથે ક્યુઆર કોડ સ્કેન કરી અને લિંક કરવા નું રહેશે. અને ત્યાર પછી તમે આ ફીચર નો ઉપીયોગ કરી શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470